નલિયાની વાજબી ભાવની દુકાનનો પરવાનો રદ્‌ કરવાની અરજી કલેકટરે માન્ય રાખી

0
32

ભુજ : દોઢ વર્ષે નલિયામાં વાજબી ભાવની દુકાનમાં ચેકીંગ હાથ ધરાતા ગેરરીતિ સામે આવતા દુકાનનું પરવાનો કાયમી ધોરણે રદ્‌ કરવાનો હુકમ કરાયો હતો. જે અરજી સામે દુકાનદારે વાજબી ભાવની દુકાનનો પરવાનો રદ્‌ ન કરવા કરેલી અરજી કલેકટરે નામંજૂર કરી છે. આ કેસની વધુ વિગત મુજબ નલિયામાં વાજબી ભાવની દુકાન ધરાવતા ઠાકર વિનોદચંદ્ર જયંતિલાલની દુકાન પર મામલતદાર દ્વારા આકસ્મિક ચેકીંગ કરાઈ હતી, જેમાં ગોદામમાં તેમજ અન્ય સ્થળે તથા ટેમ્પામાંથી રૂપિયા ૧,૪૧,૬૦૦/-ની કિંમતના ઘઉંના ૧ર૬ નંગ બાચકા આધાર – પુરાવા વીનાના મળી આવ્યા હતા. તપાસ બાદ કાર્ડધારકોના નિવેદન લેવાતા ગેરરીતિ સામે આવતા ૯૦ દિવસ માટે મૌકુફ રખાયેલો દુકાનનો પરવાનો ૧૮-૪-રરના રદ્‌ કરી કાયમી કરાયો હતો. આ હુકમથી નારાજ થઈ દુકાનદારે એડવોકેટ મારફતે કલેકટર સમક્ષ અરજી કરી હતી. કલેકટરે દુકાનદારની અરજી ફગાવી દઈ જિલ્લા પુરવઠા અધિકારીનો ચુકાદો કાયમી રાખ્યો હતો.