CM રૂપાણીની આજે દિલ્હી ખાતે PM મોદી અને અમિત શાહ સાથે મુલાકાત

ગાંધીનગર : ગતિશીલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે દિવસીય મુલાકાતે ગઇકાલે દિલ્હી પહોંચ્યા હતા. ગઇકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય વિદેશ પ્રવાસેથી ગઇકાલે સ્વદેશપરત આવી ગયા છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે વડાપ્રધાન નરેદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરશે. અમિત શાહ સાથે તેઓ આંતરીક જૂથવાદ અને અસંતોષ ડામવાને લઇને ચર્ચા કરી શકે છે. તો સાથે જ વિધાનસભામાં શરૂ થતાં બજેટસત્રને લઇને કોંગ્રેસને અંકુશમાં કેમ રાખવી તેની પણ ચર્ચા કરી શકે છે.બીજી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ મુખ્યપ્રધાન રૂપાણીનો દિલ્લીનો આ પ્રથમ પ્રવાસ છે. ગઇ કાલે તેઓએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે સોજન્ય મુલાકાત કરી હતી.