સુમરાપોર ગામે પરિણીતા પાસે બિભત્સ માંગણી કરાતા ચકચાર

0
56

ભુજ : તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા સુમરાપોર ગામે પરિણીતા પાસે બિભત્સ માંગણી કરવામાં આવી હોવાની ઘટના ખાવડા પોલીસ સ્ટેશને નોંધાઈ છે. ભોગ બનનાર પરિણીતાએ ગુનો દાખલ કરાવતા જણાવ્યું હતું કે, આરોપીએ તેને બાથમાં લઈ બિભત્સ માંગણી કરી હતી. તેમજ પોતાની સાથે ફોટા પડાવ નહીં તો જાનથી મારી નાખીશ તેમ કહી બળજબરીથી ફોટા પડાવી લીધા હતા. બાદમાં આરોપીએ સોશ્યિલ મીડિયામાં ઈરાદા પૂર્વક ફોટો શેર કરી પરિણીતાને બદનામ કરવાનું કાવતરૂં રચતા આરોપી સામે છેડતી અને આઈટી એકટની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.