સફેદ રણમાં જી-ર૦ની આંતરરાષ્ટ્રીય સમિટ માટે કેન્દ્રિય ટીમનો કચ્છમાં પડાવ

0
66

મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને પ્રવાસન વિભાગના સચિવ સહિતના અધિકારીઓ સફેદ રણમાં આજથી ત્રણ દિવસ સુધી આયોજન સંદર્ભે સમીક્ષા કરશે

ભુજ : કચ્છના સફેદ રણમાં દર વર્ષે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને ઈવેન્ટ યોજાતી હોય છે. સરકાર દ્વારા પણ કોન્ફરન્સોનું આયોજન ધોરડો ખાતે કરાય છે ત્યારે પ્રથમ વખત કચ્છનું આ સફેદ રણ વિશ્વ ફલક પર ચમકવા જઈ રહ્યું છે. કારણ કે ધોરડો ખાતે આગામી સમયમાં જી-ર૦ની આંતરરાષ્ટ્રીય સમિટ યોજાવા જઈ રહી છે. જેના આયોજન સંદર્ભે આજથી ત્રણ દિવસ સુધી કેન્દ્રીય ટીમ દ્વારા ધોરડો ખાતે ગ્રાઉન્ડ લેવલે આયોજન સમીક્ષા હાથ ધરવામાં આવશે.

જાણવા મળતી વિગતો મુજબ ભારતને ડિસેમ્બર ર૦રર થી ડિસેમ્બર ર૦ર૩ સુધી જી-ર૦ સમિટનું અધ્યક્ષપદ મળ્યું છે અને આ દરમ્યાન દેશના અલગ અલગ સ્થળોએ ર૦૦ જેટલી બેઠકો યોજવામાં આવશે. ખાસ કરીને સરકાર દ્વારા દેશના પ્રવાસન સ્થળોને પ્રમોટ કરવા મોટા ભાગની બેઠકો પ્રવાસન અને ઐતિહાસિક સ્થળો પર આયોજીત કરવામાં આવી છે. જેના ભાગરૂપે વિશ્વ ફલક પર ચમકી ચુકેલા સફેદ રણમાં પણ એક બેઠક યોજવામાં આવશે. હાલમાં રણમાં પાણી ભરેલા છે અને ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા બાદ ઠંડીના માહોલમાં વ્હાઈટ રણમાં મીઠાની ચાંદની જાેવા મળતી હોય છે ત્યારે આ સમયગાળામાં જી-ર૦ની આંતરરાષ્ટ્રીય સમિટ યોજવામાં આવશે તેવું માનવામાં આવી રહયું છે, ત્યારે આજે સવારેે દિલ્હીથી ખાસ ફલાઈટમાં અધિકારીઓ કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જયાંથી તેઓ વ્હાઈટ રણ ખાતે જવા રવાના થયા હતા. માહિતગાર સુત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી ધોરડો ખાતે બેઠકના આયોજન સંદર્ભે સમીક્ષા અને તૈયારીઓ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર જાેઈન્ટ સેક્રેટરી એલ. રમેશબાબુ આ ટીમના લીડર છે. તેમની આગેવાનીમાં જિલ્લા તંત્રની હાજરીમાં આયોજન સંદર્ભે રણનીતિ નક્કી કરવામાં આવશે. વિવિધ ર૦ દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજરી આપવાના હોઈ સુરક્ષા વ્યવસ્થામાં ચુક ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારના સુરક્ષા વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે. તેમજ પ્રવાસન સ્થળ હોવાથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની પણ મદદ લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતની સાથે આ બેઠકમાં ૧૯ દેશો અર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, કોરીયા પ્રજાસતાક, મેક્સિકો, રશીયા, સાઉદી અરેબીયા, દ.આફ્રિકા, તુર્કી, યુકેે, યુએસએ અને યુરોપીયન દેશોના પ્રતિનિધિ વ્હાઈટ રણ ખાતે હાજરી આપશે. ખાસ કરીને આ બેઠકમાં ગ્લોબલ ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટક્રચર, આંતરરાષ્ટ્રીય સંબંધો, નાણાકીય વ્યવહારો, રોકાણ, પ્રવાસન, ડીજીટલ અર્થતંત્ર સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવશે.