સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી

0
42

દર વર્ષની જેમ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણીના ભાગરૂપે શ્રી આર.આર.લાલન કોલેજ, ભુજ ખાતે તા.૦૪/૧૦/૨૦૨૨ના રોજ વન્યપ્રાણી સંરક્ષણ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી વી.જે.રાણાએ કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે સ્થાન શોભાવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં લાલન કોલેજના ડો. પ્રણવ પંડયા, પ્રાણીશાસ્ત્ર-આધ્યાપક દ્વારા વન્યજીવોનું મહત્વ અને તેના સંરક્ષણ વિશે પાવરપોઈન્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. જેમાં વન્યજીવો મનુષ્યોને કઈ રીતે ઉપયોગી છે તથા ઈકો સીસ્ટમમાં તેમનું શું મહત્વ છે, તેની વિગતવાર માહિતી આપવામાં આવેલ.

ઉપરાંત કચ્છના જાણીતા પક્ષીવિદો તથા ભુતપુર્વ માનદ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી શાંતિલાલ વરૂ તેમજ શ્રી નવિનભાઈ બાપટ દ્વારા તેઓના દાયકાઓના અનુભવો તેમજ ખાસ કરી કચ્છના વન્યપ્રાણીઓ અને વન વિભાગની સફળ કામગીરી વિશે વક્તવ્ય રજુ કરવામાં આવેલ.

કાર્યક્રમ દરમ્યાન લાલન કોલેજ, ભુજ દ્વારા તૈયાર કરવામાં આવેલ બે પુસ્તકો – “લાલન કોલેજની વનસ્પતિઓ” અને “લાલન કોલેજનો ગ્રીન ઓડીટ રીપોર્ટ” નું શ્રી વી.જે.રાણા (મુખ્ય વન સંરક્ષક, કચ્છ)ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા પુસ્તિકાના લેખકોને અને માર્ગદર્શક ડો.એકતાબેન જોષીને અભિનંદન આપવમાં આવેલ. તેમજ કાર્યક્રમ દરમ્યાન લાલન કોલેજના આચાર્યશ્રી ડૉ. સી.એસ.ઝાલા દ્વારા લાલન કોલેજ તેમજ વિદ્યાર્થીઓ પર્યાવરણ અને વન સંરક્ષણ ક્ષેત્રે હમેંશા તૈયાર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં શ્રી વી.જે.રાણા સાહેબે વિદ્યાર્થીઓને વન્યજીવોની માહિતી તેમજ વન વિભાગમાં કારકિર્દી વિશે માર્ગદર્શન પૂરૂ પાડેલ. તથા તેમના જીવનના સંઘર્ષમય અનુભવો શેર કરી જીવનમાં હંમેશા ઉચ્ચ ધ્યેય રાખીને સખત મહેનત કરીને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા પુરી પાડેલ હતી.

શ્રી હરેશ મકવાણા (DCF, Social Forestry Kutch) દ્વારા આ કાર્યક્રમની મહત્વતા વિશે વાત રજુ કરવામાં આવી તથા વન્યજીવોના સંરક્ષણ માટેના વન વિભાગના કાયદાઓ વિષે ઝાંખી આપવામાં આવી. તથા વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓના સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવેલ. તથા ઉપસ્થિત મહેમાનોનો તથા લાલન કોલેજના પ્રિંસિપાલશ્રી અને અધ્યાપક્શ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.