ભુજ આશાપુરા મંદિરે રપ મા સુવર્ણ કળશ પાટોત્સવ મહાયજ્ઞની ઉજવણી

0
33

ગણપતિ પૂજન, આશાપુરા પૂજન, ધ્વજા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

ભુજ : અહીંના આશાપુરા મંદિરે શરદ પૂર્ણિમા નિમિત્તે રપ મા સુવર્ણ કળશ  પાટોત્સવ મહાયજ્ઞની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સવારે ૯ વાગ્યે ગણપતિ પૂજન ત્યારબાદ મા આશાપુરા પૂજન કરવામાં આવ્યું હતું. મહારાણી પ્રીતિદેવીના હસ્તે ધ્વજા પૂજન કરી મહાઆરતી યોજાઈ હતી. ૧રઃ૪પ કલાકે શ્રીફળ હોમીને મહાયજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. સમગ્ર શાસ્ત્રોક્તવિધિ રાજપંડિત તેજસકુમાર જાેષી દ્વારા કરાવામાં આવી હતી.  આ તકે આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું કે, સુવર્ણ કળશ પાટોત્સવ નિમિત્તે ૬પ જેટલા જાેડલા જાેડાયા છે. મહારાણી પ્રીતિદેવી માતાજીની શીશ ઝુકાવી ધ્વજાપૂજન કર્યું હતું. આ યજ્ઞમાં ઈન્દ્રજીતસિંહ જાડેજા, સુરેશભાઈ ઠક્કર, વત્સલ સોની, નિશાંત ઠક્કર, જાેરાવરસિંહ રાઠોડ, સુરેશ રામાણી, જગદીશકુમાર રાજગોર, ચિંતન ઠક્કર, જે.કે. મેઘનાની, હરેશભાઈ કતિરા, હિતેનભાઈ સોલંકી, જટુભાઈ ચનાણી, બાબુભાઈ રેલોન, ભૌમિક વચ્છરાજાની સહિતના પરિવારો મહાયજ્ઞમાં બેસીને આહૂતિ આપી હતી.  અત્રે નોંધનીય છે કે, કોરોના કાળમાં સાદગી પૂર્વક સુવર્ણ કળશની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે રપ મા સુવણકળશ પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.