જિલ્લાના મતદાન મથકો પર લોકશાહીના મહાપર્વની ઉજવણી

0
78

જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ ભુજ ઓલફ્રેડ હાઈસ્કૂલ ખાતે મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી 

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન કચ્છ જિલ્લામાં આજરોજ તા.૧ ડિસેમ્બરે મતદાન મથકો પર 
લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે ૮ વાગ્યે મતદાન પ્રક્રિયા શરુ થતાંની સાથે તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી. ભુજના ઓલફ્રેડ હાઈસ્કૂલ ખાતે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણાએ મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. તેમજ કચ્છના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.