CBIની ટીમના ભુજમાં ધામા : કઈક ઝભ્ભાલેંગાધારીઓના કાચ્ચા ચીઠ્ઠા ખુલ્યા : અનેક રાજકારણીઓના ધબકારાં વધ્યાં.!

0
76

વિધાનસભાની ચૂંટણીઓમાં ટિકિટો-ઉમેદવારો જાહેર થવાના બરાબર પહેલા જ સીબીઆઈની બે દીવસની જિલ્લા વડામથક ખાતેની કવાયત સુચક : ભુજ સર્કિટ હાઉસમાં ગઈકાલથી શરૂ થયેલી બેઠકનો આજે બીજો દીવસ : કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત કઈક રાજકારણીઓના પણ ભ્રષ્ટાચાર, બેનામી સંપત્તીઓને લઈને લેખિતમાં રજુ થયેલા પડીકાઓથી ખળભળાટી

સીબીઆઈનો ભુજમાં પડાવ, ખરેખર ભ્રષ્ટાચારને ડામવા કે પછી ચૂંટણી ટાંકણે આડા-અવડા થઈ શકે તેવા રાજકારણીઓને કાબુમાં રાખવા ફાઈલો એકત્રિત કરવાનો વ્યાયામ : જાણકારોમાંથી ઉઠતા સવાલો

ગાંધીધામ : કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એટલે કે સીબીઆઈ દ્વારા ભુજ ખાતે કેન્દ્રીય કર્મચારીઓના ભ્રષ્ટાચાર સબબની ફરીયાદો રૂબરૂમાં સાંભળવા માટે ગઈકાલથી ભુજમાં પડાવ નાખ્યો છે. જિલ્લા વડામથકના સર્કીટ હાઉસ ખાતે શરૂ થયેલી આ બેઠક અને કેમ્પ આમ તો કેન્દ્રીય કર્મચારીઓને લગતી ભ્રષ્ટાચાર, ગેરીરીતી સબબની ફરીયાદો મેળવવા માટેનો કહેવાય છે પરંતુ આ બેઠકમા ગઈકાલે જિલ્લાના કઈક ઝભ્ભાલેંગાધારીઓના પણ કાળા કરતુતો, બેનામી સંપત્તીઓ, વિવિધ સંસ્થાઓમાં આચરવામાં આવેેલા કૌભાંડો, આર્થિક ગોટાળાઓના સિલસિલાવાર કાચા ચીઠ્ઠા ખોલતા લેખિતમાં રજુઆતો અને ફરીયાદો પણ કરવામાં આવી હોવાની વાતો પણ બહાર આવવા પામી રહી છે.નોધનીય છે કે, કચ્છમાં સાયકલ અને સેકન્ડ હેન્ડ જુની ખખડધજ ગાડીઓમાં ઈસ્ત્રીટાઈટ ઝભ્ભાલેંગા આજથી પાંચ-સાત વર્ષ પહેલા પહેરીને ફરનારાઓ આજે મોંઘીદાટ આલીશાન ગાડીઓ અને હવેલીઓમાં રહેતા થઈ ગયા હોવાની વાત અને ચર્ચાઓ તો સદાય આવતી જ રહેતી હતી. આ રાજકારણીઓ પાસે આટલી બધી સંપત્તી ટુંકાગાળામાં આવી કયાંથી? એટલે ગઈકાલથી માંડી અને આજે પણ સીબીઆઈ સબબ ન માત્ર કેન્દ્રીય કર્મચારીઓ બલ્કે કઈક રાજકારણીઓના પણ કાળા કામોના કાચા ચીઠ્ઠાઓ ખોલવામાં આવ્યા હોવાની વાતને નકારી શકાય તેમ નથી.સીબીઆઈની આ બેઠક ભુજમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ અને ઉમેદવારોના નામોની જાહેરાત પહેલા થઈ રહી હોવાના સમયકાળનેૃ પણ સુચક જ માનવામા આવી રહી છે. ચૂંટણીમાં ટિકિટની દાવેદારીમં વધારે કુદાકુદ કરે, આડાઅવડા થવાની ધમકીઓ આપે તેવાઓને કાબુમાં રાખવા માટે આ બેઠકો મારફતે તેમના કાચા ચીઠ્ઠાઓની ફાઈલો તૈયાર તો નથી થઈ રહી ને? આવી વાતો પણ ફેલાવવા પામતા સેવાના નામે મેવા પામી ચૂકેલા કઈક ઝભ્ભાલેંગાધારીઓના હાલમાં શ્વાસ અદ્વર થયેલા હોવાનો પણ વર્તારો જેાવાઈ રહ્યો છે.