CBIની ભુજ RTO લોનકૌભાંડની તપાસમા ખોદયો ડુંગરને નીકળ્યો ઉંદરવાળી તો નહીં થાય ને.?

  • એચપી કોણે ચડાવી? કેવી રીતે ચડી? બેંક દેખાય છે વધુ લાપરવાહ!

(એસએસવીએલ)સિદ્ધીવિનાયક લોજીસ્ટીકવાળો હતો ભેજાબાજ : ઉઠેલી પાર્ટીઓને જ શોધી શોધીને ગાડીઓ પરચેજ કરી છે, શ્રી ઓવરસિજ ગાંધીધામવાળો પણ બેંકમાં ડીફોલ્ટર થવાની કગાર પર હતો, બેંકો તેની ગાડીઓ ખેંચી લેવાની તૈયારીમાં હતી, જેની સામે મોહીતે-એસએસવીએલવાળાને ગાડીઓ વેંચી : મોહીતે વહેચી અને એસએસવીએલવાળાએ ખરીદેલી ગાડી ગાંધીધામમાં એજન્ટે તો ટ્રાન્સફર કાયદેસરની કરાવી છે, ચડત સરકારના ટેક્ષ સહિતની અધુરાશો તે ગાડીઓમાં પુર્ણ કરાવી છે, એટલે એજન્ટ કક્ષાએ તો ચુક દેખાતી નથી..!

ફાયનાન્સર-લોન આપનારી બેંકને SSVNLવાળાએ જ સીધો ચોપડયો છે ચુનો : તેની પાસે જે ગાડીઓ હતી જ નહી, વેંચાઈ ગઈ હતી, તે ગાડીઓ દેખાડીને બેંકોમાથી લેાન લઈ લીધી હોવાનુ થાય છે ફલિત, સીબીઆઈ બેંકના લાપરવાહોને ફીટ કરવાને માટે આરટીઓમાંથી વધારે મજબુત દસ્તાવેજો સાથેની ફાઈલ માત્ર તો તૈયાર કરવાનો વ્યાયામ નથી કરી રહી ને..?

ર૦૧૧ વખતની ગાડીઓના કિસ્સા હોય તો તે વખતે તો આરટીઓમાં કોમ્યુટર સિસ્ટમ હતી જ નહી, આરસી બુકમાં એચપી ચડાવાતી હતી અને તેને સબધિત સર્ટીફીકેટ બેંકવાળાઓ પાસે રહેતુ હતુ, આરસી બુક પર ગાડી માલીક પાસે જ રહેતી હતી, તો આરટીઓમાં તેનો કયાંથી મળશે સચોટ રેકોર્ડ..! : ખરેખર બેંક-ફાયનાન્સર તરફે વધારે તપાસની છે જરૂર

ગાંધીધામ : સુરતની સિદ્ધી વિનાયક લોજીસ્ટીક નામની પેઢીએ ચાલક સે માલક યોજના મારફતે દેશભરની અલગ અલગ ૧૩ જેટલી બેંકોમાં ર૦૦૦ કરોડથી વધુની રકમની લોન લઈ અને ચુનો ચોપડયાનું પ્રકરણ હવે મહારાષ્ટ્ર-મુંબઈ થઈ અને કચ્છમાં પણ પાછલા બે દીવસથી સતત ગાજી રહ્યુ છે. ભુજ આરટીઓ કચેરી ખાતે મુંબઈ સીબીઆઈની ટુકડી બે દીવસથી પડાવ નાખીને આ કેસ સલગ્ન અને તેમાં કચ્છના ૧૯ જેટલા વાહનો મુદ્દે ગર્ભિત રીતે તપાસ ચલાવાઈ રહી હોવાથી કચ્છમાં પણ તેને લઈને કઈક મોટા ખુલાસા થાય તેવા માહોલ બે દીવસથી બનેલો હતો પરંતુ હવે આ આખાય પ્રકરણને જોઈએ તો સીબીઆઈની તપાસમાં કચ્છ સલગ્ન કોઈ ઠોસ માહીતી કે કોઈની સંડોવણી નીકળે તેમ ઓછુ દેખાય છે અને સીબીઆઈની તપાસમાં ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો તાલ તો નહી થાય ને..? તેવા સવાલો જાણકારોમાં થવા પામી રહ્યા છે.સહેજ વિગતે આ પ્રકરણની વાત કરીએ તો સિદ્ધી વિનાયક લોજીસ્ટીક સુરતની પાર્ટીએ અલગ અલગ રાજયોમાંથી ઉઠેલી પાર્ટીઓને તાર્ગેટ કરી અને તેમનાથી વાહનો ખરિદ્યા હતા. જે અંર્તગત કચ્છમાં પણ શ્રીજી ઓવરસીઝ નામની પેઢીના માલીક મોહિત પણ બેક ડીફોલ્ટર થવાની તૈયારીમાં હતો તે વખતે મોહીત પાસેથી પ૦ જેટલી ગાડીઓ અંદાજિત તેણે ખરીદી લીધી હતી. જે તે વખતે બેંકે પણ વાહનોની હરરાજી થઈ જાય તેના બદલે વેંચીને રકમ મેળવી લેવાનુ સુચન કર્યુ હતુ. કહેવાય છે કે, મોહીત દ્વારા એસએસવીએલને જે ગાડીઓ વહેચાઈ તેમાં સરકારી ટેક્ષ ચડત હતા તે સહિતનુ બધુ જ કલીયર કરીને જ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તો પછી અહી સવાલ હવે એ થાય છે કે, મુંબઈ સીબીઆઈ ભુજ આરટીઓમાં તપાસ કરે છે શેખી? જાણવા મળતી વિગતો અનુસાર સીબીઆઈ દ્વારા મુંબઈથી નીકળતા પેહલા જ આ કેસ સલગ્ન દસ્તાવેજો, માહીતીઓ, આધારો ભુજ આરટીઓ તથા તેના કામ કરનારા એજન્ટો પાસેથી બે માસ પહેલા જ મેળવી લીધા હતા. હાલમાં પણ સીબીઆઈ દ્વારા એકાદ જુના એજન્ટના માણસને તો વળી બીજા તે વખતના ગાંધીધામના રસીદ ફાળનારા આરટીઓના નિવૃત કારકુન સહિતનાઓને બોલાવીને પુછતાછ કરી રહી છે. પરંતુ અહી મહત્વપૂર્ણ સવાલ એ છે કે, આવા લોકોની પુછતાછથી સીબીઆઈને આ પ્રકરણની મહત્વપૂર્ણ કડીઓ કયાં મળી જવાની હતી?વાત સીધી અને સહજ રીતે સમજીએ તો હકીકતમાં એસએસવીએલવાળી પાર્ટી અગાઉ લોજીસ્ટીક ક્ષેત્રમાં દબદબો ધરાવતી હતી. આ પાર્ટી પાસે રથી૩૦૦૦ ગાડીઓ હતી. તેના આ દબદબામાં બેંકના તત્કાલીન જવાબદારો કે હાયર ઓથોરીટી અંજાઈ ગઈ હોય અને એસએસવીએલવાળાએ ૧૦૦ ગાડીઓ એવી બેંકમાં દર્શાવી હોય કે જે તેના નામે બોલતી જ ન હોય, જે હકીકતમાં તેણે વહેચી કાઢી હોય, તેના પર લોન લઈ લીધી હોઈ શકે, જે તે વખતના જે-તે બેંકના જવાબદારોએ પણ ચકાસણીઓ કર્યા વિના જ માર્ગેજ લોન આપી દીધી હોય. અને હવે સીબીઆઈ દ્વારા આ પ્રકારના મસમોટા આર્થિક કૌભાંડમાં બેકના જે-તે લાપરવાહોની સામે કડક કાર્યવાહી થવા માટે ભુજ આરટીઓમાં જરૂરી દસ્તવોજી પ્રક્રીયાઓ, ફાઈલ બનાવવાની દીશામાં વ્યાયામ થઈ રહ્યો હોત તેમ વધુ દેખાય છે. કારણ કે, આ આખાય પ્રકરણમાં ફાયનાન્સ એટલે કે બેક અને તેના તે વખતના અધિકારીઓ વધુ લાપરવાહ દેખાઈ રહ્યા છે. સવા મણનો અહી સવાલ એ જ આવી રહ્યો છે કે, હાયપો ચડાવ્યો કોણે? એચપી કેવી રીતે ચડી ગઈ? આરટીઓના પ્રમાણમાં સીબીઆઈ બેંક તરફે કાર્યવાહી વધુ ચુસ્ત બનાવશે તો આ કેસમાં ફળદાયી પરીણામ આવી શકે તેમ હાલતુરંત દેખાવવા પામી રહ્યુ છે.

કચ્છની ૧૯ ગાડીઓનો રેલો સુરતના વિશાલ ભણી ફંટાવાની સેવાતી શકયતા..!
ભુજ કે ગાંધીધામના આરટીઓ કે ગાડી-લે વેંચ કરનારા એજન્ટો તો ખુદને હાલના સમયે ગણાવી રહ્યા છે પાક-સાફ : તેઓના તબક્કે કાંઈ જ ખોટું નથી થયુ..
ગાંધીધામ : ગુજરાત સહિત દેશભરમાં જે વાહન લોન કૌભાંડે ખળભળાટી મચાવી દીધી છે તે વિષય પાછલા બે-ચાર દીવસથી કચ્છમાં પણ હોટટોપીક બની જવા પામ્યો છે. અહી મુંબઈ સીબીઆઈની ટુકડી ત્રાટકી છે અને ૧૯ ગાડીઓમાં કચ્છ સલગ્ન કોઈ ગેરરીતી કડી મળે છે અથવા તો સંડોવાયેલી છે કે કેમ? તેની છાનબીન કરી રહી છે. દરમ્યાન જ જાણકારો કહે છે કે, સીબીઆઈએ કચ્છમાં તો ગાડીઓ જેને વેંચાયેલ છે તેવા માલીકોનો સંપર્ક કરી રહી છે, આરટીઓમાં પણ સબંધિતોને ક્રોસ કરવામા આવી રહ્યા છે પરંતુ હકીકતમાં કચ્છની આ ગાડીઓનો રેલો પણ સુરત તરફ જ જઈ પહોચે તેવી ચર્ચા વધુ તેજ બની છે. સુરતના વિશાલ નામના શખ્સને જ એસએસવીએલ વાળાએ આ વાહનોનું કામ આપ્યુ હોવાની ચર્ચા છે.