સાવધાન : લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે : નખત્રાણા પંથકમાં કુંવારા મુરતીયાને લગ્નની લાલચ આપી શીશામાં ઉતારતી ગેંગ સક્રિય !

0
49

મહારાષ્ટ્રીયત યુવતી અને તેના સાગરિતો વિથોણ, ધાવડા, કુરબઈ, કોટડા(જ)માં યુવાન સાથે લગ્ન કરી લાખો રૂપિયા ઉસેડી પલાયન : આ ટોળકી સામે પોલીસ ફરિયાદ કરવા જાગૃતો આગળ આવે તે સમયની માંગ : ભોગ બનનારની હાલત કફોડી નથી કહી શકતા નથી સહી શકતા

નખત્રાણા : બારડોલી શાંતિપ્રિય ગણાતો આ તાલુકામાં પરપ્રાંતિયો મજુરો કંપનીના આગમન પછી ક્રાઈમનો રેશિયો ઉંચકાયો છે. સાથે સાથે ઠગ ટોળકી પણ સક્રિય થઈ છે અને આ પંથકમાં છેલ્લા ર વર્ષથી મહારાષ્ટ્રીયત યુવતી સાથે ભચાઉ, ભુજ તરફના દલાલો અહીંના કુંવારા મુરતીયાને લગ્ન કરાવીને શીશામાં ઉતારતા હોવાની વાત સપાટી પર આવી છે.

હીના, શોભના જેવા નામો બદલીને આ મહારાષ્ટ્રીયત યુવતી ધાવડા મોટામાં એક વિપ્ર (બ્રાહ્મણ) યુવકને સાથે લગ્ન કરીને ૩ દિવસ સાથે રહી અઢી લાખ રૂપિયા શીશામાં ઉતારીને દાદા કે દાદી બિમાર છે તેમ કહી નો દો અગ્યારા પલાયન થઈ ગઈ હતી. જેનો આજદિન સુધી અતોપતો ન મળતાં આ પરિવાર પણ આ ગેંગનો ભોગ બન્યો છે. તો કોટડા(જ)માં પણ એક પાટીદાર યુવકની સાથે સાડા સાત લાખમાં સોદો કરી લગ્ન કરી અને ત્રણ કે ચાર દિવસમાં આ યુવતી પલાયન થઈ ગઈ હતી. વિથોણ, અંગીયામાં પણ આ ગેંગ ત્રણથી ચાર લાખ રૂપિયા લઈને શીશામાં ઉતારી રફુચક્કર થઈ ગયા છે. તાજેતરમાં ૧પ દિવસ અગાઉ મંગવાણા નજીકના કુરબઈ ગામના સંજાેગ નામધારી પાટીદાર યુવક સાથે આજ પ્રકારની રીંગ ગોઠવી દોઢ લાખની રકમ લઈને આ યુવતી સાથે ભચાઉ વિસ્તારના ગેંગ પોતાની જાળમાં ફસાવવા સફળતા મેળવી હતી.

આ ગેંગનો અનેક કુંવારા યુવકો ભોગ બન્યા છે પણ સમાજની બીક કે પોતે મુર્ખ બની ગયાનું અહેસાસ થતા દુર ભાગી રહ્યા છે, ત્યારે આ ગેંગ સામે પોલીસ ફરિયાદ કરવા જાગૃતો અને ભોગ બનનાર હિંમત રાખી આગળ આવે તો કેટલા યુવાનોને રંગીન સપનાની દુનિયા દેખાડી આંબા – આંબલી બતાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતી નિર્દોષ પરિવારને શીશામાં ઉતારતી આ ગેંગનો પર્દાફાશ થાય તેમ છે. અન્ય યુવકો આ ગેંગની જાળમાં ના ફસાય તે જાેવા જાગૃત અપીલ પણ કરી રહ્યા છે. પોલીસ તંત્ર પણ આ ગેંગ પર બાજ નજર રાખે તે જરૂરી છે.