ઈસ્લામાબાદઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સૂત્રધાર મસૂદ અઝહર હવે મહિલાઓને પોતાનું હથિયાર બનાવવાની સાજિશ રચી રહ્યો છે. મૌલાના મસૂદ અઝહર જેહાદ ફેલાવવા માટે મહિલાઓની એક આતંકી ફોજ બનાવવા માગે છે અને આ માટે તે મહિલાઓને ભડકાવી રહ્યો છે. મસૂદ અઝહરે પોતાની ઓનલાઈન જેહાદી પત્રિકા ‘અલ કલામ‘ દ્વારા પોતાનો ભડકાઉ ઓડિયો સંદેશ જારી કર્યો છે. મહિલાઓને જેહાદ […]

Read More

વૉશિંગ્ટન : ત્રાસવાદી જૂથ પ્રત્યે કોઈ પણ પ્રકારનો દયાભાવ દાખવ્યા વિના પગલાં ભરવાનું અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ગુરુવારે પાકિસ્તાન લશ્કરના વડા જનરલ કમર જાદવે બાજવાને જણાવ્યું હતું. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓ પર પ્રવાસ કરવા સામે પ્રતિબંધ જાહેર કર્યા પછી પહેલી જ વાર આ ઉચ્ચ સ્તરની વાતચીત શકય બની છે. પોમ્પિઓએ બાજવા સાથે ફોન પર […]

Read More

પૅરિસઃ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીઓએ સિરિયા અને ઇરાકને મૃતઃપ્રાય અવસ્થામાં નાખી દીધા પછી હવે તેમના તરફથી ખરો ખતરો રશિયામાં આગામી ૧૪મી જૂને શરૂ થનારા ફૂટબૉલ વર્લ્ડ કપ વખતે છે, એમ સલામતી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે. ગયા વર્ષે સોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાના લેજન્ડરી પ્લેયર લિયોનેલ મેસીના ચહેરા પર લોહીના ડાઘ સાથેના ફોટા મૂકવાની શરૂઆત કરવામાં […]

Read More

ઈસ્લામાબાદઃ સરહદ પર સિઝ ફાયર ઉલ્લંઘનની વધતી જતી ઘટનાઓ વચ્ચે પાકિસ્તાની સેનાએ કહ્યું કે, જ્યારે ડિપ્લોમસી ફેલ થાય છે ત્યારે જ જંગ થાય છે. પાકિસ્તાની સેનાએ ચેતવણીભર્યા લહેજામાં કહ્યું કે, અમારા ડિફેન્સ અને શાંતિના પ્રયાસોને અમારી નબળાઈ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. જોકે, પાક આર્મીએ કહ્યું કે. ભારત સાથે હાલમાં કોઈપણ પ્રકારની જંગની શક્યતા નથી […]

Read More

ઉલેમાની મહાસભામાં ફતવો : ઈસ્લામમાં ફીદાઈન હુમલા છે પાપ : રમઝાનમાં યુનિવર્સિટીના દરવાજે ત્રાટક્યો આત્મઘાતી કાબુલઃ અફઘાનિસ્તાનના કાબુલ ખાતે ઈસ્લામના ટોચના ધર્મગુરુઓના એક મેળાવડા નજીક સોમવારે આત્મઘાતી બૉમ્બહુમલામાં સાત વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, મુલ્લાઓએ આવા ફીદાઈન ત્રાસવાદી હુમલાને પાપ અને ગુનો હોવાનું ઉઘાડે છોગે ઘોષિત કર્યાને માંડ એક કલાક થયો હશે […]

Read More

પ્રીટોરિયાઃ ‘બ્રિક્સ’ સભ્ય દેશોએ કાળા નાણા ધોળા કરવા, આતંકવાદીઓને નાણાં ધીરવા તેમ જ કટ્ટરવાદ ઘટાડવા સહિયારી કામગીરી આદરવી જોઈએ, ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સોમવારે બ્રિક્સ દેશોની મિટિંગમાં હાકલ કરી હતી. બહુપક્ષીય કરાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર-વાણીજ્ય તેમ જ નિયમોને આધારે વિશ્ર્‌વમાં વ્યવસ્થાની બાબતમાં ભારે પ્રતિકૂળતા પ્રવર્તી રહી છે અને લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ છે તે […]

Read More

બીજીંગ : ચીને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના પર વેપાર નિયંત્રણો લાદશે તો બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચેની વેપાર સંબંધી તમામ મંત્રણા રદબાતલ ગણાશે. નાયબ રાષ્ટ્રપ્રમુખ લ્યૂ હે અને અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ વચ્ચેની મંત્રણા બાદ ચીને જણાવ્યું હતું કે તે અનેક દેશોમાંથી આયાત વધારવા તૈયાર છે. ચીની માલસામગ્રી પર ૫૦ અબજ ડોલરની […]

Read More

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હું મુક્ત પણ વાજબી વ્યાપારમાં માનું છું. અમેરિકાના માલસામાન પર વિદેશો જેટલી આયાત જકાત (ટેરિફ) લાદશે એટલો અમે સામે ટેરિફ લાદીને ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવીશું. ટ્રમ્પે વાઇટ હાઉસમાં શુક્રવારે રાતે પત્રકારોને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સહિતના અનેક વિદેશો અમેરિકાના માલસામાન પર પાંચ ગણી […]

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાન તરફથી આતંકવાદી સંગઠનોને ખુલ્લે હાથે મદદ કરવાની સૌથી મોટી ઘટના સામે આવી રહી છે. મુબંઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ૨૫ જુલાઈ થનારી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભો થવાનો છે. હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવાએ ‘અલ્લાહ-હૂ-અકબર’ નામના નવા પક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ સંગઠનની મિલ્લી મુસ્લિમ લીનામની પણ એક પાર્ટી છે. […]

Read More
1 11 12 13 14 15 38