કોલંબો : શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરિસેનાએ રવિવારે રાષ્ટ્રવ્યાપી કટોકટી ઉઠાવી લીધી હોવાની જાહેરાત કરી હતી. કેન્ડી જિલ્લામાં ફાટી નીકળેલા મુસ્લિમ વિરોધી રમખાણોમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થતાં અને સંખ્યાબંધ દુકાનો બાળી દેવામાં આવતાં ૧૨ દિવસ પહેલાં દેશભરમાં કટોકટી લાદવામાં આવી હતી. શ્રીલંકાના પ્રમુખે જણાવ્યું હતું કે સુરક્ષાની સ્થિતિમાં સુધારો આવતાં કટોકટી ઉઠાવી લેવામાં આવી છે. પ્રમુખે […]

Read More

વૉશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાનને જણાવ્યું હતું કે તેણે (પાકિસ્તાને) દેશમાં કાર્યરત ત્રાસવાદી જૂથો અને તાલિબાન સામે વધુ સખત પગલાં લેવાં જોઈએ. એમ કહીને ટ્રમ્પ વહીવટીતંત્રે એવી ચેતવણી પણ આપી હતી કે ઇસ્લામાબાદ જો પોતાની સરજમીન પરથી ક્રોસ બોર્ડર હુમલા બંધ કરવામાં નિષ્ફળ જશે તો અમેરિકા એકપક્ષી નિર્ણય લેવા તૈયાર છે. અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સ અને પાકિસ્તાનના […]

Read More

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતાં હોય છે. જે પછી હવે ન્યૂયોર્કના એક આર્ટિસ્ટ બેરી બ્લિટે પણ ટ્રમ્પ અને મીડિયાના તીખા સંબંધો પર તેમની એક નગ્ન તસવીર કવર પેજ પર પ્રકાશિત કરી છે. ન્યૂયોર્કર મેગેઝીનનું નવું કવર ‘એક્સપોઝ્‌ડ’ ટાઇટલ સાથે પ્રકાશિત થયું છે. બ્લિટે આ નગ્ન તસવીરમાં ટ્રમ્પને લેક્ટર્ન (તકતી)ની પાછળ ઉભા […]

Read More

વોશ્ગિંટન : અમેરિકાના મીડિયાએ આતંકવાદના જનક પાકિસ્તાનની અફઘાનિસ્તાન ખાતેની મેલી રમતની વધુ એકવાર પોલ ખોલી છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન ટાઈમ્સના અહેવાલમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ હજીપણ તાલિબાની આતંકવાદીઓની મદદ કરે છે. અમેરિકન મીડિયાએ તાલિબાનોને આઈએસઆઈ કેવી રીતે મદદ કરે છે. તેની પણ જાણકારી દુનિયા સામે મૂકી છે. અમેરિકાની ચેતવણીઓને અવગણીને પાકિસ્તાનની […]

Read More

વૉશિંગ્ટનઃ વિશ્ર્‌વના ૧૬ અગ્રણી દેશ અને તેના હાલના નેતાઓ કેટલો સમય સત્તા પર રહેશે તે અંગે તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી જીતીને ઓછામાં ઓછા ૨૦૨૪ સુધી સત્તા પર રહેવાની આગાહી કરાઇ હતી. સર્વેક્ષણ મુજબ ચીનના પ્રમુખ શી જિન્પિંગને ચીનમાં સત્તા પર રહેવામાં ૨૦૨૩ સુધી કોઇ વાંધો નહિ આવે. […]

Read More

લંડન : બ્રિટનના ડબલ એજન્ટ જાસૂસ પર રશિયાએ ઝેર વડે હુમલો કરવા હોવાનો મામલો હજી થાળે પણ નથી પડ્‌યો ત્યાં અમેરિકાને રશિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. અમેરિકાએ ચેતવણી આપતા કહ્યું છે કે, જો કડક પગલાં ભરવામાં નહીં આવે તો રશિયા ન્યૂયોર્ક પર કે સંયુક્ત રાષ્ટ્રના સહયોગી દેશોના શહેરો પર કેમિકલ હુમલો કરી શકે છે. […]

Read More

ન્યૂજર્સી : અમેરિકાના મિયામીમાં ફલોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સટીમાં બનેલ એક નવનિર્મિત વોકિંગ પૂલ ધરાશયી થતાં ૫ લોકોનાં મોત નિપજ્યના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. તેમજ બીજા અનેક લોકો પૂલની નીચે દટાયા હોવાની આશંકા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ દૂર્ઘટનામાં ૮ કાર નીચે દબાઇ ગઇ છે જેમાં સવાર લોકોના મોત નિપજ્યાં છે.જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા […]

Read More

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ચેતવણી આપી છે કે, જો ઈરાન દ્વારા અણુબૉમ્બ બનાવવામાં આવશે, તો તેઓ પણ અણુબૉમ્બનું નિર્માણ કરશે.ક્રાઉન પ્રિન્સે અમેરિકાની ચેનલ સીબીએસ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું, “અમારો દેશ પરમાણુ હથિયારોનું નિર્માણ કરવા નથી માંગતો.“પરંતુ જો ઈરાન અણુબૉમ્બ બનાવશે તો અમે પણ ટૂંક સમયમાં અણુ હથિયારોનું નિર્માણ કરીશું.”બૉટલમાં પૅક પાણી સાથે […]

Read More

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના લાહોરમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ઘર નજીક આત્મઘાતી હુમલો થયો છે. જેમાં ૫ પોલીસકર્મી સહિત ૯ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવી હતી. હુમલાખોર માનવબોમ્બ બનીને આવ્યો હતો.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો કે, આત્મઘાતી હુમલાખોરે હુમલો કરવા માટે બાઈકનો ઉપયોગ કર્યો […]

Read More
1 2 3 17