ગોકળગતિએ ચાલી રહેલી કામગીરીના લીધે ખુલ્લા બજારમાં ખેડુતોને પાક મગફળીની માફક વેંચવો પડે તેવી સ્થિતિ હોવાનો માજી ધારાસભ્યનો આક્ષેપ નલીયા : કોઠારા ખાતે પુરવઠા ખાતા દ્વારા ૧પ માર્ચથી ટેકાના ભાવે ઘઉં ખરીદ કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના લીધે ખેડુતોને મગફળીની માફક ખુલ્લા બજારમાં પાક વેંચવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનો […]

Read More

ભુજ : ચકચારી નલિયાકાંડ પ્રકરણની ફરી આજે ભુજમાં અધિક સેશન્સ જજની કોર્ટમાં ઈન કેમેરા સુનવણીનો પ્રારંભ થયો હતો. રાજકારણીઓ તેમજ મોટા માથાઓને સંડોવતા અને રાજ્યભરમાં બહુ ગાજેલા નલિયા સામૂહિક બળાત્કાર કેસમાં અંતે ભુજના અધિક સેશન્સ જજની કોર્ટમાં ગત માસથી સુનાવણીનો પ્રારંભ કરાયો છે ત્યારે ગત વખતે અધુરી રહી ગયેલી સુનવણી પ્રક્રિયા માટે સેશન્સ જજ દ્વારા […]

Read More

કોઠારા : ભુજથી નલિયા તરફ જઈ રહેલા ભુજના દંપતિને સામેથી આવતી કારે હડફેટે લેતાં ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલમાં દાખલ કરાયા હતા, બંને પક્ષે સમાધાન ન થતાં કોઠારા પો. દફતરે ગુનો નોંધાયો હતો. કોઠારા પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી સલીમ જુસબ સુમરા (રહે સંજોગનનગર) વાળાએ જણાવ્યા અનુસાર તેઓ તા. ર૯-૪-૧૮ના તેઓના પત્ની નસીમબેન […]

Read More

નખત્રાણા : પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા નજીકના કોટડા (જ.) ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટીદાર સમાજના હિરક જયંતિ મહોત્સવમાં આવતીકાલે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના પાયાના પ્રશ્નો ઉકેલવા પ્રયાસો કરશે કે પછી બેરોજગારોની રોજગારી વિશે જાહેરાત કરશે કે પછી ૧૭ વર્ષથી દાતાઓના સહારે ઠેબા ખાતી કોલેજને ગ્રાન્ટેડ બનાવવાની જાહેરાત કરશે ? […]

Read More

ર૦૦ જેટલા બોગસ વાઉચર લાખો રૂપિયા ઉસેડી લેવાયાનો આક્ષેપ : એક વાઉચરમાં તો નામ કે સહી ન હતી અને પંચાયતે તેનો ૮૧ હજારનો સેલ્ફનો ચેક બનાવી જાતે જ પૈસા ઉપાડી લીધા !   અડધો રોડ કાગળ પર બંધાયો ? ગ્રામ પંચાયતનું બીજું એક પ્રકરણ ચર્ચાના ચગડોળે ચડયું છે. જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે એક સળંગ રોડનું […]

Read More

ભુજ : અબડાસા તાલુકાના રામપર (અબડા) ગામે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપીને માર મરાતા સાસરીયા પક્ષના પ જણ સામે ફોજદારી નોંધાઈ છે. નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી ચેતનાબા જયેન્દ્રસિંહ સોઢાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પરિણીતાના પતિ જયેન્દ્રસિંહ વિરાજસિંહ સોઢા, સાસુ મોંઘીબા વિરાજસિંહ સોઢા, સસરા વિરાજસિંહ સોઢા, જેઠ કિરતસિંહ સોઢા તેમજ જેડાણી તેજલબા સોઢા […]

Read More

ઘરની આડી સાથે સાડી બાંધી ફાંસી લગાવી લીધીઃ પરિવારજનોમાં ગમગીનીઃ અસ્થિર મગજના કારણે આપઘાત કર્યાનું ખુલ્યું   નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ગામે રહેતા યુવાને ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કરી દેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કોઠારા પોલીસ મથકના પ્રવકતા કાનજીભાઈ ગઢવીએ વિગતો આપતા જણાવેલ કે આત્મહત્યાનો બનાવ ગતરાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં […]

Read More

માત્ર ચોપડા પર કામ બતાવી ખોટા બિલો દ્વારા સરપંચે કરી ઉચાપત : હોદ્દાના દુરૂપયોગ બદલ હોદ્દા પરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ રજૂઆત   ભુજ : અબડાસા તાલુકાની નલિયા ગ્રામ પંચાયતના સરપંચે સત્તા સંભાળી ત્યારથી જ સતત વિવાદોથી ઘેરાયેલા રહેતા આવ્યા છે, સત્તાથી ઉપરવટ જઈ ગ્રામ પંચાયત તેમજ સરકારને નુકસાનકર્તા નિર્ણયો લઈ આર્થિક ગોટાળાઓ […]

Read More

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ગામના બસ સ્ટેશન પાસે આડેધડ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ સાત રેકડી ધારકો સામે ફોજદારી નોંધી રેકડીઓ કબજે કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ કોઠારા પીએસઆઈ એન.એમ. ચૌધરીએ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કોઠારા ગામના બસ સ્ટેશન વિસ્તારમાં માણસોની અવરજવર સમયે ટ્રાફિકને અડચણ થાય તે રીતે […]

Read More