વર્ષોથી લોંગ ટાઈમ વિઝાથી રહેતા અને કુદરતી મોત થતા પોલીસને કરાઈ જાણ   માંડવી : તાલુકાના નાના લાયજા ગામે વર્ષોથી એલ.ટી.વી. વિઝાથી રહેતા પાકિસ્તાની મહિલાનું નિધન થયું હતું. માંડવી પોલીસ મથકના પીએસઓ દામજીભાઈ કન્નડના જણાવ્યા અનુસાર નાના લાયજા ગામે રહેતા જુલેખાબેન આમદ વાઘેર (ઉ.વ. પપ)નું આજે સવારે ૭ઃ૪પના અરસામાં કુદરતી મોત થયું હતું. જુલેખાબેન પાકિસ્તાની […]

Read More

ભરણ પોષણના કેસનું મનદુઃખ રાખી સસરા- સાળાએ હોકી, છરીથી મારમારી જાનથી મારી નાખવાની આપી ધમકી   માંડવી : તાલુકાના મોટા સલાયા ગામે રહેતા અને રિક્ષા ચલાવાતા યુવકને તેના સસરા તથા સાળાએ છરી, હોકીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રઝાક ઈશાક ચાકી (રહે મોટા સલાયા, તા. માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ […]

Read More

શિક્ષકદિને કરાયું બહુમાન   માંડવી : શહેરના જાણિતા લોકસાહિત્યકાર અને શિક્ષક રમેશભાઈ જોષીનું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી બહુમાન કરવામાં આવ્યું હતું. શિક્ષકદિને અપાયેલા એવોર્ડથી તેમના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ હતી. શહેરની ડો. જયંત ખત્રી પંચાયતી પ્રાથમિક શાળામાં ૧૦ વર્ષથી ફરજ બજાવતા શ્રી જોષી શાળામાં બાળકોની હાજરી વધારવી, ગુણવતા યુક્ત શિક્ષણ, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે […]

Read More

૧૧ઃ૦૦ કલાકે સુનામીની મોકડ્રીલ યોજાવાની હતી. બપોરે ૧ કલાકે તંત્ર પહોચ્યું મસ્કા- રાવળપીર   માંડવી : સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આયોજન કે ઈવેન્ટોમાં તંત્ર ગંભીરતા નથી દાખવતુ તે જગ જાહેર વાત છે. ત્યારે આજેપણ સુનામીની મોકડ્રીલમાં તંત્ર માત્ર આટાફેરા કરતું જોવા મળ્યું હતું. બપોરે ૧ વાગ્યે તંત્ર મસ્કા- રાવળપીરના વિસ્તારમાં સ્થળાંતર માટે પહોંચ્યું હતું […]

Read More

પતિ રજા ઉપર વતનમાં ગયો અને પત્નીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી   માંડવી : તાલુકાના નાના ભાડિયા ગામે સ્ટાફ ક્વાટર્સમાં રહેતી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. માંડવી પોલીસ મથકના બિદડા ઉપથાણાના સહાયક ફોજદાર દિપસિંહ સોઢાએ વિગતો આપતા જણાવેલ કે, ટાટા પાવર પ્લાન્ટ ઉપર સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા આહિર પ્રશાંત […]

Read More

માંડવી : તાલુકાના પાંચોટિયાથી બસમાં બેસી મોટા લાયજા જતી વિદ્યાર્થીઓ સામે બિભત્સ ચેનચાળા કરતા શખ્સોને ના પાડતા મામલો બિચકયો હતો. આઠ શખસોએ ત્રણ યુવાનો ઉપર તલવાર, લાકડીઓ જેવા હથિયારોથી હુમલો કરતા આઠ શખ્સો સામે એટ્રોસિટીની ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મોટા લાયજા તા. માંડવીની યુવતીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, […]

Read More

ફરીથી બે જુથો વચ્ચે તંગદીલી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત   માંડવી : તાલુકાના કાઠડા ગામે થયેલ મરણ પ્રસંગે લાઉડ સ્પીકર નહી વગાડવા મુદ્દે બે જુથો આમને સામને આવી જતા દંગદીલી સર્જાઈ હતી. પથ્થર મારો તથા મારક હથિયારો વડે હુમલો કરાતા એક જુથના પાંચ વ્યક્તિઓ ઘવાયા હતા. […]

Read More

મેમણ શેરીમાં ઘર પાછળ કાર પાર્ક કરવા મુદ્દે મામલો બિચકયો : સામ સામે નોંધાઈ ફોજદારી   માંડવી : શહેરમાં આવેલી મેમણ શેરીમાં ઘર પાછળ કાર પાર્ક કરવા મુદ્દે પિતા- પુત્ર પર એસિડ હુમલો કરાતા બન્ને પિતા- પુત્ર દાઝયા હતા, તો એસિડ ફેંકનારને ધોકા વડે માર મારતા બન્ને પક્ષે સામસામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More

કોમ્બિંગ નાઈટ દરમ્યાન પોલીસે બાઈક સાથે એકને ઝડપી પાડ્યો : અન્ય એકનું ખુલ્યું નામ માંડવી : શહેરમાં આવેલા મહાદેવ મંદિર પાસેના મોઢ ડેલામાં બંધ મકાનને નિશાન બનાવી કોઈ ચોર ૩ર હજારના ચાંદીના દાગીના ચોરી જતા ગુનો નોંધાયો હતો. માંડવી પોલીસે રીઢા તસ્કરને પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ […]

Read More