ભુજ : ગત રોજ ગાંધીધામમાં આંગડીયા પેઢીનાં કર્મચારીને પીસ્તોલ બતાવી રૂ. ૪૧ લાખની લુંટ ચલાવાઈ હતી, જેના પગલે કાયદાનાં રક્ષકોમાં દોડધામ મચી હતી. પૂર્વ કચ્છમાં બનેલ લુંટનાં બનાવનાં પગલે પશ્ચિમ કચ્છ પોલીસે પણ સાવચેતીનાં ભાગરૂપે આંગડીયા તથા બેંક કર્મચારીઓ સાથે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે તાત્કાલીક બેઠક બોલાવી હતી બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાઘેલા તથા પશ્ચિમ […]

Read More

માંડવી : માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા કાર્યકર સ્નેહમિલન પંડિત દિનદયાલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેને દિપપ્રાગટય વડે જયોતેશ્વર મહાદેવ જાગીરના મહંત રવિગીરીબાપુએ ખુલ્લો મુકી આશીર્વચન પાઠવ્યા હતા. યજુવેન્દ્રસિંહ જાડેજાએ કપરા સમયમાં લોકોની પડખે ઉભા રહી લોકોનો અવાજ બની સરકાર સમક્ષ પડઘો પાડવા આહવાન કરી કાર્યકરોને બુથ લેવલની કામગીરી […]

Read More

મસ્કામાં રૂ.૫.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત ડો. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય રાજયમંત્રીના હસ્તે ખુલ્લું મૂકાયું : સાંસદ વિનોદ ચાવડા સહિત ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી રહ્યા ઉપસ્થિત   માંડવી : રાજય સરકારના પારદર્શી વહીવટના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે નવનિર્મિત ભવનના ૫૫૯ લાખના એસ્ટીમેટ સામે ઓનલાઇન ટેન્ડર બહાર પડાતાં રૂ. ૩૭૪ લાખનું ટેન્ડર ભરાતાં આ છાત્રાલયના બાંધકામમાં લગભગ […]

Read More

માંડવી : તાલુકાના બાડા ગામે જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બાડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની માંડવી પી.આઈ. એમ.જે. જલુને મળેલ પુર્વ બાતમી આધારે હેડ કોન્સ મોહનભાઈ ગઢવી તથા સ્ટાફે છાપો મારી જુગાર રમતા માદેવ મ્યાઝર આહીર, પ્રેમજી જખુ જુવડ, મનજી ઓસ્માણ કોલી, અયુબ ઈભલા […]

Read More

માંડવી : તાલુકાના બિદડા નજીક આવેલ પધ્ધર સીમમાં એલ.સી.બી. એ છાપો મારી પ૬૦ લીટર તૈયાર દેશી દારૂ પકડી પાડયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલા તથા પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી. ઔસુરાની સુચનાથી એલ.સી.બી. સ્ટાફ દારૂ જુગાર જેવી બદીઓ નેસ્તનાબુદ કરવા માંડવી તાલુકા વિસ્તારમાં […]

Read More

માંડવીમાં ઈદ નિમિતે વિશાળ ઝુલુશ નિકળ્યું   માંડવી : બંદરીયા શહેરમાં માંડવીમાં ઈદે મિલાદુન્નબી પયગમ્બરે ઈસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફાનાં વિલાદતનાં પાક દિવસની ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોનાં જુલુસને મસ્જીદ-એ-ફિરદોસ કાંઠા પાસેથી મુફતી-એ-કચ્છનાં ફરઝંડ સૈયદ હાજી અનવરશા બાવાએ સ્ટાર્ટ આપ્યો હતો. જે એસટી ચોક, ભીડ બજાર, આઝાદ ચોક, […]

Read More

માંડવી : તાલુકાના ગઢશીશા ગામની વતની અને અમદાવાદ ખાતે ત્રીજા વર્ષમાં તબિબિ અભ્યાસ કરતી યુવતીની છેડતી કરનાર શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માંડવી તાલુકાના ગઢશીશા ગામના વતની અને હાલે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં રેડિયોલોજી બ્રાન્ચમાં ત્રીજા વર્ષમાં ભણતી રેસિડેન્ટ ડોકટર યુવતીને છેલ્લા સાત વર્ષથી એક તરફી પ્રેમમાં પાગલ યુવકે છેડતી કરી હતી. […]

Read More

માંડવી : તાલુકાના નાગલપર ગામે રહેતા અને કન્ટ્રક્સનનો વ્યવસાય કરતા યુવકને એકના ડબલ કરી આપવાની સ્કીમની લાલચ આપી ૧ર લાખ લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરતા આઈબીના પીએસઆઈ સહિત પાંચ શખ્સો સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દેવરાજ ખિમજી હિરાણી (પટેલ) (ઉ.વ. ૩૪, રહે. નાગલપર તા. માંડવી)ની ફરીયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, […]

Read More

જમીનના સોદાના ૧૮.પ૦ લાખ પરત લઈ આપવા મુદ્દે થઈ બબાલ માંડવી : શહેરના જતનગર વીસ્તારમાં જમીનના સોદાના પૈસા પરત લઈ આપવા મુદ્દે ત્રણ શખ્સોએ ઝઘડો કરી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશભાઈ મેઘજીભાઈ પીંડોરીયા ઉ.વ. ૩૮ રહે. ધવલપાર્ક હજીરા રોડ માંડવીની ફરીયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ […]

Read More