ગાંધીધામ : મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચને ખારીરોહર ગામના શખ્સને પાંચ ચોરાઉ મોટર સાયકલો સાથે પકડી પાડી ગાંધીધામ સહિત સાત બાઈક ચોરીના ભેદ ઉકેલી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ભેદ ઉકેલવા માટે મોરબી એલસીબી પીઆઈ આર.ટી. વ્યાસ સ્ટાફ સાથે વાહન ચેકીંગમાં હતા ત્યારે ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામના આદમભાઈ ઉર્ફે […]

Read More

અંજાર : અંજાર શહેર ગંગાનાકાથી ૧ર મીટર રીંગ રોડ ઘરેઘર તથા દુકાને દુકાને વેપારી ભાઈઓ સુધી પ્રધાનમંત્રીનો શુભ સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુ થી ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ સંસદીય સચિવ વાસણભાઈ આહિરએ કરાવેલ. આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ કોઠારી, અશ્વિનભાઈ પંડ્યા, સુરેશભાઈ ટાંક, જીગરદાન ગઢવી, આશિષ ઉદવાણી, અમીત વ્યાસ, ભચુભાઈ રવાભાઈ આહિર, અમીતભાઈ સોની, વસંતભાઈ […]

Read More

માંડવી : શહેરના અયોધ્યાનગરમાં રહેતા યુવકી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ખેંગાર જીવરાજ ગઢવી (ઉ.વ. ૩૦)ની પત્ની ત્રણેક માસ પહેલા મૃત્યુ પામેલ જે પત્નીનો વિયોગ સહન ન થતાં હતભાગીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા માંડવી પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી.

Read More

મિસડીકલેરેશનકાંડમાં કસ્ટમના ભ્રષ્ટ તત્વોની ભુંડી ભૂમિકા ખુલ્લી : કેન્દ્રીય એજન્સીઓે કન્ટેઈનર અટકાવાવના આદેશ આપ્યા છતા રવાના કરી દેનારા ઈન્સપેટકર અને એસપી સસ્પેન્ડ કરાયા પરંતુ સવામણનો સવાલ એ જ થાય છે કે, આ શખ્સો માત્ર આટલુ મોટુ કારસ્તાન આચરી શકે છે ખરા? તેઓની સાથેની સિન્ડીકેટને તોડવી પણ જરૂરી ગાંધીધામ : કચ્છમાં દરીયાઈ હેર-ફેર પર સરકારના કરપાત્ર […]

Read More

જખૌ આઈએમબીએલ પાસેથી પાકીસ્તાની મરીન્સે એક  ભારતીય બોટ સહિત છ માછીમારોનું કર્યુ અપહરણ   ગાંધીધામ :  ભારત અને પાકીસ્તાનની વચ્ચે જખૌ દરીયાઈ ક્ષેત્રમાં મેરીટાઈમ બોર્ડની હદ નિંશ્ચીત ન હોવાથી પાકીસ્તની ચાંચીયાઓ સમયાંતરે અહીથી ભારતીય નિદોર્ષ માછીમારોને ઉઠાવી જતા હોય છે. દરમ્યાન જ ફરીથી જખૌ કાંઠે પાક ચાંચીયાઓએ પોત પ્રકાશ્યુ હોય તેમ નાપાક હરકતને અંજામ આપી […]

Read More

દેશી હાથ બનાવટથી પરવાના વગરની બંદુક સાથે ત્રગડીના શખ્સને એલસીબીએ પકડી પાડી માંડવી પોલીસના હવાલે કર્યો માંડવી : તાલુકાના નાની ગુંદીયાળીથી ત્રગડી જતા રસ્તે મોરાવાળી સીમમાંથી મોડી રાત્રે એલસીબીએ એક શખ્સને દેશી બંદુક સાથે પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એન. પંચાલની […]

Read More

ર કરોડના ખર્ચે ૪ કિ.મી.ના રોડનું કામ ગુણવત્તા વિનાનું : તંત્રએ રોડને લઈને ઉઠેલા આક્ષેપો ગણાવ્યા ખોટા રોડમાં ગેરરીતિની અમને કોઈ ફરિયાદ મળી નથી : તંત્ર ભુજ : ટગાથી આડેસરના માર્ગ સંદર્ભે રાપરના એસઓનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, માર્ગની નબળી કામગીરી સંદર્ભે અમને કોઈ રજૂઆત મળી નથી. કોન્ટ્રાકટર અને કામની વિગત આપતા તેમણે કહ્યું […]

Read More

ભુજ : કચ્છ જિલ્લામાં શીયાળો પોતાની પકડ ધીરે ધીરે મજબુત બનાવતો જઈ રહ્યો છે. સુર્યાસ્ત બાદ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાતો હોઈ રાત્રી દરમ્યાન ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા છે. ત્યારે કચ્છનું કાશ્મીર નલિયામાં ઠંડીની અસર વધુ વર્તાઈ રહી હોઈ ૧પ.૮ ડિગ્રી સાથે આજે તે રાજયનું સૌથી ઠંડુ મથક બન્યુ છે. શિયાળાનો પ્રારંભ થઈ ચુકયો હોવા છતાં […]

Read More

બે અજ્ઞાત શખ્સોએ ટ્રક રોકાવી રોકડ તથા મોબાઈલ લૂંટી ફરાર થઈ જતા કાયદાના રક્ષકોમાં દોડધામ રાપર : તાલુકાના ગાગોદર-આડેસર માર્ગેથી પસાર થતા ટ્રક ચાલક પાસેથી લૂંટ ચલાવી નાસી છુટેલા બે અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુન્હો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પ્રવિણસિંહ નંદાસિંહ રાવત (ઉ.વ.ર૩) (રહે. અમરાપરા રાજસ્થાન)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ […]

Read More