ભુજ : કચ્છ જિલ્લામાં ઠંડીના વધી રહેલા પ્રમાણની વચ્ચે ભુર્ગભીય સળવળાટ પણ યથાવત રહેવા પામ્યો છે. તેમાં પણ ખાસ કરીને વાગડ વિસ્તારમાં વિશેષ કંપનો અનુભવાઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર ર.૩ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. ભૂકંપ પ્રભાવીત ક્ષેત્ર એવા કચ્છ જિલ્લામાં જુદી જુદી મુખ્ય છ જેટલી ફોલ્ટ […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર દિકરી ઉપર તેના જ પિતાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘપર બોરીચી ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યા સાથે છેલ્લા પાંચ વર્ષથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બળાત્કારનો ભોગ બનેલ સગીરાની ફરિયાદ પરથી અંજાર […]

Read More

ભુજ : જીવદયા અને પશુ તેમજ પક્ષીઓની ચિકિત્સા ક્ષેત્રે સારી સેવા કરતી ભુજની સંસ્થા શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી મકરસંક્રાંતિ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર માટે ભુજ તેમજ આસપાસના ગામોમાં સુશ્રૂષા કેમ્પ યોજવામાં આવે છે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ સમસ્યાનું નિકાલ લાવવાના […]

Read More

ભુજ : દર માસના ત્રીજા શનિવારે કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવે છે. પરંતુ તા.૨૫/૧૦/૨૦૧૭ થી ૨૨/૧૨/૨૦૧૭ સુધી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ની આદર્શ આચારસંહિતા અમલમાં આવતાં, આ આચારસંહિતા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. જેથી ચાલુ માસે આગામી ત્રીજા શનિવાર તા.૨૦/૧/૨૦૧૮ના જિલ્લા સંકલન સહ ફરિયાદ […]

Read More

ગાંધીધામઃ ગાંધીધામ ચેમ્બર ઓફ કોર્મસ પ્રમુખ બાબુભાઈ હુંબલના વડપણ હેઠળ ઉપ પ્રમુખ નંદલાલ ગોયલ અને માનદમંત્રી મુરલીધર જગાણીના બનેલા એક પ્રતિનિધિ મંડળે તા.૦૧-૦૧-૧૮ના રોજ ગુજરાતના નવ નિયુકત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પ્રધાનમંડળના સભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધી મંડળે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તથા અન્ય પ્રધાનો ભુપેન્દ્ર ચુડાસમા, સૌરભ […]

Read More

પર્યાવરણવિદ સુનિતા નારાયણ તપાસ કમિટીના સદ્દસ્યોએ કરી તપાસ : નવીનાળથી ઝરપરા વચ્ચે વિસ્તારની લીધી જાત મુલાકાત ગાંધીધામ : મુંદરાનાં નવીનાળ પાસે આવેલા મોર ઢુવાનાં ખનન બાબતે સુપ્રીમ કોર્ટમાં પહોચેલા કેસમાં સુપ્રીમનાં આદેશને પગલે  પર્યાવરણવિદ્દ સુનિતા નારાયણ તપાસ સમિતિનાં સદસ્યોએ કચ્છમાં ધામા નાખ્યા હતા. અને નવીનાળથી ઝરપરા સુધીના વિસ્તારમાં કમિટી દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આદાણી […]

Read More

ગાંધીધામઃ સામાન્ય વ્યક્તિને નવજીવન આપવા માટે આરોગ્યની ૧૦૮ સેવા અમલી છે પરંતુ કયારેક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી વ્યક્તિનું જીવન ૧૦૮ના વાંકે બુઝાઈ પણ જાય છે. આવો એક બનાવ રાપર તાલુકાના વરણું ગામે ખેત મજુરી સાથે સંકળાયેલ વિપ્ર પરિવાર બન્યો છે. વરણું ગામે રહેતા શીતલબેન રામજીભાઈ વરણવા(બ્રાહ્મણ) ઉ.વ.૩૦ને ડીલીવરી પ્રસંગે હોવાથી પ્રથમ વરણુંથી આડેસર […]

Read More

ભુજ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે બ્રાહ્મણ સમાજના ચરિત્ર વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે કચ્છ ભૂદેવ સેનાએ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હાર્દિક સહિત તેના બે મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી. હાર્દિક પટેલે બ્રાહ્મણ સમાજના સ્ત્રી-પુરૂષો વિશે અભદ્ર વાતચીત કરીને એક વિડિયો રેકોડ’ગ કર્યું હતું. […]

Read More

ભુજ : શહેરના લાલન કોલેજ પાસેથી પોલીસે છાકટા બની બાઈક ચલાવતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દાદુપીર રોડ ભીડનાકા બહાર રહેતા મોહસીન મામદ લાખા (ઉ.વ.ર૮)ને એ ડિવીઝન પોલીસે મોટર સાયકલ નંબર જીજે. ૧ર. બીકે. ૧૬૭૮ને નશાની અસર તળે ચલાવતા પકડી પાડી તેના સામે ગુન્હો નોંધી હવાલાતમાં ધકેલી દીધો હતો.

Read More