૩૧ ટીમોએ ૯૦ કનેક્શનોમાં ઝડપી ગેરરીતિ : વિજીલન્સની ધાક બેસાડતી કામગીરીના પગલે વીજચોરોમાં ફેલાયો ફફડાટ   ભુજ : પીજીવીસીએલ અંજાર સર્કલમાં વિજીલન્સ દ્વારા વીજ ચેકીંગની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત ગાંધીધામ – આદિપુર પંથકમાં હાથ ધરાયેલ કામગીરી દરમ્યાન ૧૦.૩પ લાખની વીજચોરી ઝડપી વિજીલન્સે સપાટો બોલાવી દીધો હતો, તો આ કામગીરીના લીધે વીજચોરોમાં પણ ફફડાટ […]

Read More

અગાઉ રજૂઆત કર્યા બાદ બે- ત્રણ દિવસ પાણી અપાયા બાદ કરાયું બંધ ગાંધીધામ : હજૂ શિયાળાની સિઝન ચાલી રહી છે. પરંતુ રાપર અને ભચાઉ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાનું પાણી ન મળતા ખેડૂત આલમમાં નારાજગી જોવા મળી રહી છે. તો આગામી ચાર માસ સુધી નર્મદા કેનાલ બંધ રાખવો નિર્ણય અને ખેડૂતોને ઉનાળા પાકનુ વાવેતર ન કરવા સરકાર […]

Read More

રાપર : તાલુકાના મોટી હમીરપર ગામેથી પોલીસે ૪પપ૦ની કિંમતનો ૧૩ બોટલ શરાબ પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટી હમીરપર ગામે પોલીસે છાપો મારી દાના ગાભા કોલીના ઝુંપડા બહાર ખેતરમાં દાટેલ ઈગ્લીશ દારૂની બોટલો નંગ ૧૩ પકડી પાડી હતી. રેઈડ દરમ્યાન આરોપી હાજર ન મળતા તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરેલાનું પોલીસે જણાવ્યું હતું.

Read More

ગાંધીધામ : રાપર તાલુકાના લોદ્રાણી ગામે પોલીસે છાપો મારી દેશી-વિદેશી શરાબ પકડી પાડ્યો હતો. જ્યારે ગળપાદરમાંથી ૩ બોટલ શરાબ તથા એક્ટીવા પકડી પાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લોદ્રાણી ગામે માધાતરા તળાવ નજીક શરાબનું વેચાણ કરતા ઘનશ્યામસિંહ નથાજી વાઘેલા (ઉ.વ.૩પ)ને હેડ કોન્સ કાનજીભાઈ મહેશ્વરીએ બાતમી આધારે છાપો મારી ૧૮૦ એમએલના કવાર્ટરીયા નંગ ૪ કિં.રૂા.૪૦૦ તથા […]

Read More

રાપર : તાલુકાના આડેસર ખાતે રેલ્વે ફાટક નંબર ૧પ૪-૮ ઉપર ઓવરબ્રીજ બનાવવા માટેની લોક માંગણી પ્રબળ બની છે. અહી થતા ટ્રાફિકની સમસ્યા તેમજ ભવિષ્યમાં લોકોને મુશ્કેલી ન સર્જાય તેને ધ્યાને લઈને આડેસરમાં આ ફાટક પર ઓવરબ્રીજ બનાવવાની માંગ ઉઠી છે. આડેસર ગામેથી પાલનપુર જતી ટ્રેનોની અવરજવર પુષ્કળ રહે છે. હાલ સુધી આ રેલ્વે ટ્રકે સીંગલ […]

Read More

રાપર : તાલુકાના બાદરગઢ ગામે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવા ઉપરાંત મુંબઈ વસતા પાટીદારોની મિલકતોની પણ સલામતી ન રહેતા આજરોજ બાદરગઢ લેવા પાટીદાર સમાજ દ્વારા રાપરમાં રેલી યોજી પોલીસ મથકે રજુઆત કરવામાં આવી હતી. બાદરગઢ લેવા પાટીદાર સમાજે કરેલ રજુઆતમાં જણાવેલ કે ગત તા. ર૦-૧ ના ૧ર મકાનોમાં તાળા તુટયા હોવા છતાં હજુ આરોપીઓની ધરપકડ […]

Read More

ગાંધીધામ : શહેરના કાર્ગો ઝુંપડા એકતાનગરમાં મહિલાઓ વચ્ચે મારામારી થતાં માતા-પુત્ર ઘવાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કંચનબેન ગુગાભાઈ દેવાભાઈ ઠાકોર (ઉ.વ.૪પ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે મારામારીનો બનાવ ગઈકાલે સવારે સાતેક વાગ્યે બનવા પામ્યો હતો. મટુબેન માનસંગ ઠાકોર , બહાદુર માનસંગ ઠાકોર, પાર્વતીબેન ઉર્ફે ધોબી તથા લક્ષ્મીબેન સાથે અગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી ગાળો […]

Read More

મેરેથોન, શોભાયાત્રા, સમૂહ નૃત્ય, આતશબાજી સહિતના કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ : મેરેથોન વિજેતાઓને મહેમાનોના હસ્તે સન્માનાયા ગાંધીધામ : ગાંધીધામ શહેરના ૭૦મા સ્થાપના દિનની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામ પાલિકા દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી યોજાયેલ વિવિધ કાર્યક્રમોએ શહેરીજનોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલ એવા કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીનગરના ૭૦મા સ્થાપના દિનની ઉજવણીને […]

Read More

કોમ્પ્યુટરોમાં ટેકનિકલ ખામી અને વારંવાર સર્વર ઠપ્પ થઈ જતા કામગીરીમાં વિક્ષેપ : દસ્તાવેજો બનાવવા આવનાર અરજદારોને પારાવાર હાલાકી ગાંધીધામ : અહીંની સબ રજીસ્ટ્રારની કચેરીએ દસ્તાવેજ બનાવવાની કામગીરીનો પુષ્કળ ભરાવો થઈ જવા પામ્યો છે. કચેરીના કોમ્પ્યુટરોમાં સર્જાતી ટેકનિકલ ખામી અને વારંવાર સર્વર ડાઉન થઈ જવાને કારણે કામકાજ ખોરંભે ચડ્યું છે. સરકારી કચેરીઓમાં યેનકેન પ્રકારે અરજદારોની કામગીરી […]

Read More