ભુજ : જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિની આજે મહત્વની બેઠક મળી હતી. સમિતિની નવરચના થયા બાદ પ્રથમ બેઠકમાં રર નવા ડેમોને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બીએડીપીના રપ જેટલા કામોને મંજુરી આપીને રૂપિયા ૩ કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવશે. સિંચાઈ સમિતિના ચેરમેન ભાવનાબેન પરેશસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં બે સભ્યોની ગેરહાજરી નોંધાઈ હતી. જેમાં […]

Read More

ભુજ : શહેરના કેમ્પ વિસ્તાર ડીપી ચોકમાં આવેલ રામનગરી ચારણવાસમાં એક જ પરિવારના સભ્યો વચ્ચે નજીવી બાબતે મામલો બિચક્યો હતો. મારક હથિયારો વડે પ્રહારો કરતા બંને પક્ષે ૧૧ વ્યક્તિઓ ઘવાતા હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વિનોદ રામજી ચારણ (ઉ.વ. ૧૯)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવેલ કે, લોહિયાળ ધિંગાણાનો બનાવ ગત રાત્રિના ૮ […]

Read More

ભુજ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છ આવી રહ્યા છે. એકા- એક ગોઠવાયેલી તેમની મુલાકાતને પગલે તાકીદે ૩૧૭ પોલીસ જવાનોની ફાળવણી કરીને બંદોબસ્ત ગોઠવાયો છે. કચ્છમાં અછત જેવી પરિસ્થિતીને પગલે એકાએક ટૂંકા ગાળામાં કચ્છ આવવાનો નિર્ણય કરનાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કચ્છ મુલાકાત માટે સુરક્ષા સંદર્ભે ૩૧૭ જવાનો ફાળવાયા છે. જેમાં ૩ ડી.વાય.એસ.પી., ૬ પી.આઈ., […]

Read More

ભુજ : જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની બેઠકમાં અવાર નવાર વિવાદો પણ સર્જાતા હોય છે. ત્યારે આજે તો મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ વિભાગની સમિતિની બેઠક મળી હતી. જેમા માત્ર ચેરમેન સિવાય કોઈ જ સભ્યો હાજર રહ્યા ન હતા. મહિલા બાળ વિકાસ સમિતિની આજે પ્રથમ બેઠક મળી હતી. હાલ જ વરાયેલા સમિતિના ચેરમેન પાર્વતીબેન મોતાની […]

Read More

ભુજ : તાલુકાની વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજનો પુરતો જથ્થો ન ફાળવાતા હોવાનો આક્ષેપ કોંગ્રેસના મહામંત્રીએ કર્યો છે. જો આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો કલેક્ટર કચેરી સામે અમરણાંત અનશનની ચીમકી ઉચ્ચારાઈ છે. ભુજ તાલુકાના ઢોરી, સુમરાસર, કુનરીયા, કોટાય, જુરા કેમ્પ, દેશલપર, કેરા, બળદીયા સહિતના ગામોની સસ્તા અનાજની દુકાનમાં પ૦%થી વધુ અનાજના જથ્થામાં કાપ હોવાથી લોકોને […]

Read More

ડીબીટી સ્કીમની શરૂઆત થયા બાદ ૧૦ ટકાથી વધુ બહેનોના ખાતામાં નાણા જમા ન થતા આર્થિક સંકડામણ   સાત – આઠ મહિનાથી બહેનોનું કન્ટીજન્સી બીલ અટવાયું ભુજ : આંગણવાડી સંચાલિકાઓને બાળકોને ભોજન આપવા માટેનું રાશન તો સરકાર દ્વારા મળે છે, પરંતુ મરી મસાલા અને અન્ય ખર્ચનું કન્ટીજન્સી બીલ અલગથી આપવામાં આવે છે. જેમાં હવે તો બાળકોમાંથી […]

Read More

ભુજ : શહેરમાં આવેલા શિવધારા રેસીડેન્ટમાં રહેતી પરિણીતા તથા ભુજ તાલુકાના કોડકી ગામે રહેતી પરિણીતાને ત્રાસ આપતા સાસરિયા સામે ગુનાઓ નોંધાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભૂમિકાબેન હાર્દિક મોડની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેણીના પતિ હાર્દિક કનક મોડ, સાસુ રીટાબેન મોડ, સસરા કનક પ્રાગજી મોડ, દિયર જીત મોડે લગ્નના આજદિન સુધી નાની- […]

Read More

ગાંધીધામના નગરસેવક સહિતના ૩ આરોપીઓની અરજી ભુજ અધિક સેશન્સ કોર્ટે બહાલ રાખી   ભુજ : કચ્છના ચકચારી નલિયાકાંડનાં કેસમાં વધુ ત્રણ આરોપીને કૉર્ટે જામીન પર મુક્ત કર્યાં હતા. ભુજની સેશન્સ કૉર્ટે ગાંધીધામના નગરસેવક અજીત પારૂમલ રામવાણી અને ગોવિંદ અર્જુનદાસ પારૂમલાણી તેમજ નખત્રાણાના અશ્વિન રવિલાલ સેજપાલના જામીન મંજૂર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ગુજરાત […]

Read More

ભુજ : શહેરના આરટીઓ વિસ્તારમાં ગત સમી સાંજે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડીને કન્સ્ટ્રક્શન અને મિનરલ્સનીપેઢીઓ પર તપાસ હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલેલી સર્વે કામગીરીમાં ૧.૯પ કરોડની કરચોરી ડિસ્કલોઝ કરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આઈટી વિભાગની ટીમે ત્રીજુ નેત્ર ખોલીને તપાસનો ધમધમાટ આરંભ્યો હતો, જેમાં ભુજના આરટીઓ વિસ્તારમાં આવેલ […]

Read More
1 2 3 463