ગુજરાતના મુખ્યપ્રધાન વીજયભાઈ, કેશુભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી સહિતના દિગ્ગજા તથા શુભચિંતકોએ સંસદીય સચિવશ્રી આહીરની તબિયતના પુછ્યા ખતરઅંતર   અંજારના યુવા સંમેલન દરમ્યાન પ્રેસર હાઈ થતા છાતીમાં થયો દુઃખાવો : સારવાર અર્થે તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પીટલમાં ખસેડાયા બાદ તબીયત સુધારા પર ગાંધીધામ : સંસદીય સચિવ વાસણભાઈ આહીરની તબિયત એકાએક લથડતા તેમને ગાંધીધામની ર્સ્ટલિંગ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. […]

Read More

અંજાર : તાલુકાના બુઢારમોરાની બીઓની બેદરકારીને કારણે અરજદારને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અહીંના માજી બીપીએમના પુત્રની રજીસ્ટર એડીથી ચેક બુક આવી હતી. જે બે દિવસ રાખી મુકીને મોડી ડિલિવરી કરાતાં અરજદારને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બુઢારમોરાના માજી બીપીએમ આર.એસ. ઠક્કરના પુત્ર ગિરીશ ઠક્કરની ચેકબુક રજીસ્ટર એડીથી આવી હતી. ૯મી તારીખે રજીસ્ટર આવી ગયા […]

Read More

અંજાર : આદિપુર પોલીસ કવાર્ટસમાં રહેતી અને કંડલા એરપોર્ટ ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ગૂમ થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૮-૯-૧૭ના કંડલા એરપોર્ટ ઉપર ફરજમાં રહેલ જ્યોત્સનાબેન અગરાભાઈ ચૌધરી (ઉ.વ.ર૩) બપોરના સાડા બાર વાગ્યા પછી એકાએક ગૂમ થઈ હતી. તપાસના અંતે કયાયથી પત્તો ન મળતા અંજાર પોલીસે […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે વૃંદાવન પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૪ર,૪૦૦ની માલમતા ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઉદય નરેન્દ્ર જાનીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે વૃંદાવન પાર્ક સોસાયટીના મકાન નંબર ૧૭૩માં પરિવાર સુતો હતો ત્યારે તસ્કરોએ મુખ્ય દરવાજાની કડી તોડી ઘરમાં ઘુસ્યા હતા અને કબાટ ખોલી તેમાં […]

Read More

ગાંધીધામ : અંજાર શહેરના સવાસર નાકા પાસેથી સ્વીફટ કાર તથા ગાંધીધામમાંથી બોલેરોની તસ્કરો ઉઠાંતરી કરી ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર શહેરના સવાસર નાકા વિસ્તારમાં બોડીંગ ફળિયામાં પાર્ક કરેલ સ્વીફટ કાર નંબર જીજે. ૧ર. ડીએ. ૩૪૯૯ કિં.રૂ. ૭ લાખને ગત તા.૭-૯-૧૭ના રાત્રીના કોઈ ચોર ચોરી જતા અંજાર પોલીસે વિનોદ દેવશી પલણ (ઠક્કર)ની ફરિયાદ પરથી ગુનો નોંધી […]

Read More

અંજાર : વિધાનસભાની ચૂંટણી માથે હોઈ રાજકીય કાર્યક્રમનો ધમધમાટ જાવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ યુવાનોને આગળ કરીને હંમેશા સંગઠને લાભ લીધો છે. અને કચ્છમાં પણ યુવા ભાજપ સતત સક્રિય રહી છે. ભારતીય જનતા યુવા મોરચા અંજાર વિધાનસભાનું વિજય ટંકાર યુવા સંમેલન તા. ૧૨/૦૯/૨૦૧૭, મંગળવારના અંજાર ટાઇનહોલ ખાતે સાંજે ૪ઃ૦૦ કલાકે યોજાવાનું છે. સંમેલન મા […]

Read More

અંજારઃ અંજાર તાલુકાના ઘેપર બોરીચી ગામે નર્મદા યાત્રાનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ આદીપુર,મુન્દ્રા, સર્કલથી વિશાળ સંખ્યામાં યુવાનો આ યાત્રામાં જાડાઈ યાત્રાનું શાનદાર સ્વાગત કરેલ. આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો જાડાઈ નર્મદા કુંભનું કુમકુમ અને  વિધિથી પુજા અર્ચના કરી હતી. આ પ્રસંગે ભરતભાઈ શાહ, શંભુભાઈ આહીર, મંજુબેન ભાનુશાલી, કંચનબેન વાઘેલા, કોકીલાબેન મોથાલીયા, પ્રભાતબા રાણા, […]

Read More

અંજારઃ ઐતિહાસીક અંજાર મધ્યે આવેલ સવાસર સરોવરની હાલત અતિ ખરાબ છે તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે રાજાશાહી વખતથી મળેલ આ સવાસર સરોવરની જાળવણી માટે અંજાર નગરપાલીકા સદંતર નિષ્ફળ રહેલ છે માત્ર વીકાસ વીકાસના નામે બુમરાડ પોકારી રહી છે થોડા વર્ષો અગાઉ ૮૩ લાખ રૂપીયા ખર્ચ્યા હતા પરંતુ સ્થળ ઉપર જાતા ૮ લાખનું કામ નજરે નથી […]

Read More

અંજારઃ મોટી નાગલપરમાં તાજેતરમાં નાની નાગલપરના ગેટથી મોટી નાગલપરનો મુખ્ય રસ્તો અંદાજીત દોઢ કરોડ રૂપીયા ખર્ચમાં બનાવેલ છે જેનું કામ વર્ક ઓર્ડર મુજબ કરવામાં આવેલ નથી તે રોડ પહોળો પણ કરવાનો હતો પરંતુ પહોળો કરવામાં આવેલ નથી કામ ખુબજ નબળી ગુણવતા વાળું કરવામાં આવેલ છે તે કામનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવેલ નથી રોડને ખોદયા […]

Read More