K U T C H U D A Y
Trending News

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Saturday, 18 May
સ્થાનિક સમાચાર

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો અને સ્થાનિક એજન્સી અને પોલીસ ઉંઘતી ઝડપાઈ

04 May

પોરબંદર નજીક દરિયામાંથી ઝડપાયેલા ૬૧ કરોડના હશીશ ડ્રગ્સનો મામલો




એક તરફ ગુજરાતમાં એટીએસ, એનસીબી, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ લગાતાર ત્રણ દિવસ દરિયામાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપે અને રાજ્યના વિશાળ અને સંવેદનશીલ ગણાતા જિલ્લામાં દેશની તમામ એજન્સીઓ હોવા છતાં ગંધ ન આવતા સર્જાયો પ્રશ્નાર્થ

ડ્રગ્સ પેડલરો અગાઉ માંડવી આવી દરિયા કિનારો જઈ ગયા બાદમાં દ્વારકાના દરિયે માલ લેવાનું નક્કી કર્યું : અગાઉ માંડવીના રેઢિયાળ પટ્ટ પર ડ્રગ્સ ન આવ્યું હોવાની સંભાવના કેટલી ? વર્ષ પહેલાં મીઠીરોહરની ખાડીમાંથી લાખોના હેરોઈનના પેકેટ ઝડપાયા બાદ તપાસના નામે કેસ બંધ

ભુજ : ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરના વિશાળ દરિયાઈ કિનારાનો સૌથી વધુ ઉપયોગ હવે ડ્રગ્સની હેરાફેરીમાં થવા લાગ્યો છે. પાકિસ્તાનના કરાંચી સહિતના બંદરોથી ડ્રગ્સ લાવી ભારતીય સીમામાં ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે, તો કયાંક ઈન્ટેરનેશનલ માર્કેટમાં પણ ભારતમાંથી મોકલવામાં આવી રહ્યો છે. જેમાં અમુક માલ ગુજરાતમાં વેચાય, બાદમાં પોર્ટ અને રોડ માર્ગે ઉત્તરીય રાજ્યોમાં માલ સપ્લાય કરવામાં આવે છે. તાજેતરમાં લગાતાર ત્રણ દિવસ સૌરાષ્ટ્રના દરિયામાં એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે વોચ ગોઠવીને હેટ્રીક કરી પાકિસ્તાન તરફથી આવતા ડ્રગ્સનો માલ ઝડપી પાડ્યો હતો. ગુજરાતના પોલીસ વડાએ પણ આ કાર્યની પ્રંશસા કરી પોલીસ કોઈપણ માર્ગે આવતા ડ્રગ્સને અટકાવવા માટે સક્ષમ છે તેમ જણાવ્યું હતું. જોકે, સિક્કાની બીજી બાજુ જોવા જઈએ તો તેમાં ફરી એકવાર કચ્છનું કનેક્શન સામે આવ્યું છે. આ અંગેની વિગતો મુજબ ગત ર૯ એપ્રિલના દ્વારકા નજીકના દરિયામાંથી ભારતીય બોટમાંથી ૬૧ કરોડની કિંમતના ૧૭૩ કિલો હશીશ ડ્રગ્સને ઝડપી લેવામાં સફળતા મળી હતી. મહારાષ્ટ્રના બીડ અને મુંબઈમાં રહેતા ઈસમો અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફથી આવતા ડ્રગ્સને લઈ ગુજરાત આવતા હોવાની બાતમી મળી હતી તે સમયે બોટમાંથી એટીએસ દ્વારા મહારાષ્ટ્રના મંગેશ ઉર્ફે શાહુ આરોટે અને હરિદાસ કુલાની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ સંડોવણીમાં ૩ નામો ખૂલ્યા હતા, જેમાં માંડવીના અલીઅશગર આરીફ, મહારાષ્ટ્રના કૈલાશ વેજીનાથ સનપ અને દત્તા સખારામ અંદાલેને દ્વારકાથી ઝડપી લેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે પાકિસ્તાનથી બોટમાં પાકિસ્તાનના પેડલરો ડ્રગ્સ લઈને ભારતમાં આવે અને ડિલિવરી આપી જાય, પરંતુ આ કિસ્સામાં ઉલટું ચિત્ર હતું. માંડવીનો અલીઅશગર માછીમાર છે. તે અગાઉ દુબઈ ગયો હતો. જ્યાં ડ્રગ્સનો સોદો કરી આવ્યો. બાદમાં માંડવીથી ભાડે બોટ લઈ પાકિસ્તાન માણસો મોકલાવી ડ્રગ્સની ડિલિવરી લેવાનું નક્કી કર્યું, પરંતુ સ્થાનિકે કોઈએ બોટ ભાડે ન આપી. પાકિસ્તાન સુધી બોટ લઈ જવાની હોઈ કચ્છના માછીમારોએ બોટ ભાડે ન આપતા દ્વારકાના સલાયામાં જઈ માછીમારી માટે બોટ ભાડે લેવાઈ, જેમાં મંગેશ અને હરિદાસ પાકિસ્તાન જવા નીકળ્યા. રસ્તામાં બોટના માલિકે બોટ પાકિસ્તાન નહીં જાય તેમ કહી પ્રતિકાર કરતા ધાકધમકી કરી બંંદુકની અણીએ અપહરણ કરી અવાજ ડામી દેેવામાં આવ્યો હતો. તેઓ પાકિસ્તાન જઈ કેરબામાં ડ્રગ્સ લઈ આવ્યા. દ્વારકા નજીક પહોંચી આવ્યા જ્યાં ઝડપાઈ ગયા. કોસ્ટગાર્ડે આ બન્નેને ઝડપ્યા અને એટીએસએ માંડવીના શખ્સ સહિત ડ્રગ્સ લેવા ઉભેલા મહારાષ્ટ્રના બે શખ્સોને દ્વારકામાંથી ઉઠાવી લીધા.  આ દરમ્યાન પૂછપરછમાં સામે આવ્યું કે માંડવીના અલીઅશગરના પાકિસ્તાનના ફીદાઅલી નામના ડ્રગ્સના મોટા વ્યવસાયકાર સાથે સારા સંબંધો છે. દુબઈમાં આવેલી સોમાલિયા કેન્ટીનમાં મિટીંગ થઈ હતી અને નશીલા દ્રવ્યોની હેરાફેરી બાબતે સોદો થયો. માલ મહારાષ્ટ્રના કૈલાશે મંગાવ્યો હતો. અલીઅશગરે પાકિસ્તાનથી માલ લાવવામાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી. મહત્ત્વનો મુદ્દો એ છે કે માંડવીનો શખ્સ દુબઈમાં જઈ ડ્રગ્સનો સોદો કરી આવ્યો. માલ દ્વારકા નજીક પહોંચી આવ્યો ત્યારે એટીએસની સફળ કામગીરીથી મનસૂબો સાકાર ન થયો, પરંતુ સ્થાનિકે માંડવી પોલીસ, મરિન પોલીસ, આઈબી, એસઓજી સહિતની ગુજરાત પોલીસ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ગુપ્તચર શાખાઓ ઉંઘતી ઝડપાઈ હોવાનો સિનારિયો છે. અગાઉ ભૂતકાળમાં કચ્છના દરિયા કાંઠે ડ્રગ્સ આવતું અટકાવવા માટે અખંડ ભારત પોલીસ મિત્ર, તાજેતરમાં સ્પોર્ટસ મીટ, દરિયાઈ ગામોમાં સંવાદ સહિતના કાર્યક્રમો યોજવા છતાં સ્થાનિકે કોઈ માહિતી પોલીસને ન મળતી હોય તો તે મોટી બાબત છે. અગાઉ કેટલી વખત ડ્રગ્સ આવી ગયું હશે તેની પણ શું ખબર ? વર્ષ પહેલાં મીઠીરોહરની ખાડીમાંથી જે પેકેટ મળ્યા તેમાં તપાસના અંતે પણ કોઈ કડી ન મળી તેમજ અવાર નવાર જખૌથી માંડી લખપત અને માંડવીથી મુંદરા સુધીના દરિયા કિનારામાં છૂટાછવાયા મળતા પેકેટો બાબતે પણ કોઈ મૂળ સુધી પહોંચી શકવામાં સફળતા પ્રાપ્ત થઈ નથી, જે હકીકત છે.

.........


માલ બોલીવુડમાં સપ્લાય કરવાનો હતો ?

માલ મંગાવનાર કૈલાશ વેજીનાથ સનપનું બોલીવુડ કનેક્શન સામે આવ્યું છે. થોડા સમય અગાઉ તેણે મહારાષ્ટ્રની મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. જોકે, તે રિલીઝ ન થઈ. કૈલાશ આ માલ ગુજરાતના દરિયામાં લેન્ડ કરી મહારાષ્ટ્ર લઈ જવાનો હતો, જેથી બોલીવુડ સાથે આ પ્રકરણ સંડોવાયેલું હોવાની ચર્ચા તેજ બની છે. ગુજરાત એટીએસ દ્વારા દિશામાં તપાસ હાથ ધરાઈ છે. અગાઉ નામાંકિત અભિનેતાઓ પણ ડ્રગ્સ કેસમાં સંડોવાઈ ચૂક્યા છે.

Comments

COMMENT / REPLY FROM