K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ઉદ્યોગો-હાઈવે હોટલોની પાણીચોરી બંધ કરાવો : તો પણ વાગડમાં જળ કટોકટી ટાળી શકાશે...!

26 March



જવાબદાર સરકારી અધિકારી-તંત્રએ જયા સમજણથી થાય ત્યા સમજણથી અને જયા આંખ દેખાડી કડકાઈથી કાર્યવાહી કરવી પડે ત્યાં કડકાઈ દાખવવી જ જોઈએ


જિલ્લાના પ્રવેશદ્વાર આડેસર-સામખીયાળીથી માંડી ગાંધીધામ સુધી હાઈવે હોટલો કેટલી છે? તેમના પાણીના સ્ત્રોત શું છે? જોડાણો કેટલાના કાયદેસરના છે? ઔદ્યોગીક એકમો પાણી લાવે છે કયાંથી? કેટલાના મીટરો લાગેલા છે? કેમ સામુહિક તપાસ નથી કરવામા આવતી?



રાપર પા.પૂ. બોડૅ દ્વારા ડીસે.૨૦૨૪માં કરેલી તપાસમાં ૧ હોટલમાં ૬ લાખની પાણી ચોરી પકડાઇ ! જો હાલમાં સામૂહિક તપાસ થાય તો હોટેલમાં કેટલી પાણીચોરી પકડાય ?

ભચાઉ પટ્ટામાં અમુક માથાભારે હાઈવે હોટેલોવાળાઓના નળજોડાણો દાદાગીરીથી લઈ રહ્યા છે, આ તત્વો એટલા ફાટીને ફુલેકે ગયા છે કે, પા.પુ.બોર્ડવાળા અધિકારીઓ તેમની સામે પોલીસ ફરીયાદ કરતા પણ થરથરી રહ્યા છે..!


નર્મદા કેનાલ બંધ થવાના એંધાણ ટાંકણે આગોતરૂ આયોજન ઘડાય તે જરૂરી



ગાંધીધામ :  ગુજરાતમાં આગામી ૧ એપ્રીલથી નર્મદા કેનાલ સફાઈ અને સમારકામ સહિતના વિષયોને ધ્યાને રાખી અને કેટલાક જિલ્લાઓમાં પાણીબંધ કરવાની જાહેરાતો કરવામા આવી ગઈ છે. કચ્છ પણ તેમાથી બાકાત નથી રહેવાનુ. વાગડ વિસ્તારથી લઈ અને ગાંધીધામ સુધી આ દીવસોમાં જળ કટોકટી સર્જાય તેવી વકી પણ દર્શાવવામા આવી રહી છે. ત્યારે જો આગોતરૂ આયોજન પૂર્વ કચ્છનુ પ્રશાસન કરશે તો ચોકકસથી આ જળ કટોકટીને હળવી કરી શકાય તેમ છે.દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, નર્મદા કેનાલ વાટે પીવાનુ પાણી મળતુ બંધ થવાની વાત છે તો એ પાણીના વિકલ્પો શોધવા અથવા તો એ પાણીને જે કોઈપણ તત્વો ગેરકાયદેસર રીતે ઉલેચતા હોય તેમની સામે લાલઆંખ કરવાની જરૂર સ્પષ્ટ જણાઈ આવી રહી છે.વાત સહેજ વિગતે કરીએ તો વાગડ વિસ્તારમાં જ અગાઉ કચ્છમાં પાણી પુરવઠા બોર્ડ સહિતનાઓ દ્વારા હાઈવે હોટલો દ્વારા કરવામા આવતી પાણીચોરીની સામુહીક તપાસ હાથ ધરી અને તેમાં ફોજદારી ફરીયાદ પણ દાખલ કરવામા આવી ચૂકી છે અને ઘણી બધી આવી હોટેલોને નશ્યત કરાઈ ચુકી છે. આ પ્રકરણોમાં ઘણી બધી બેદરકારી, સુરક્ષા વ્યવસ્થાનો અભાવ સામે આવવા પામ્યો હતો અને ધુમ પાણી ચોરીઆડેધડ કરવમાા આવતી હોવાનુ પણ સામે આવવા પામ્યુ હતુ. હકીકતમાં હાલના સમયે પણ વાગડથી લઈ અને પૂર્વ કચ્છમાં જે પાણીનો પ્રશ્ન સર્જાવવાનો ભય સતાવી રહ્યો છે તે સમયે આવી હાઈવે હેાટલો પર તવાઈ બોલાવી જોઈએ. પાણીચોરીને અટકાવી જોઈએ. તે ઉપરાંત ઔદ્યોગીક એકમો જે આવેલા છે તેમને પણ પ્રજાજનોના હિતનું પાણી બારોબાર મોટા પ્રમાણમાં પધરાવી દેવામાં આવે છે. તપાસ કરવી જોઈએ કે આ ઉદ્યોગોના નર્મદાના જોડાણો લેવાયેલ છે કે કેમ? કારણ કે નર્મદાની લાઈન તો પ્રજાહિતાર્થે ભુકંપ પહેલાથી આવી ગઈ છે, ઉદ્યોગો તો ભુકંપ બાદ અહી આવી ચડયા છે તો પછી તેમને કાયદેસરનુ પાણી આ લાઈનમાંથી કેવી રીતે મળી શકે? ઉદ્યોગોની માંગ વિકરાળ પાણીની રહેતી હોય છે? તે પણ આપણે સમજીએ છીએ? એટલે વાગડ વિસ્તારમાં કે પૂર્વ ક્ચ્છમાં પાણીની જે સમસ્યાઓ થવાની ભીતી સેવાય છે ત્યારે હાઈવે હોટલો અને મોટા મોટા મહાકાય ઉદ્યોગોના નર્મદા પાણીના ગેરકાયદેસર વપરાશ પર રોક લગાવવી જોઈએ. 

..........

Comments

COMMENT / REPLY FROM