K U T C H U D A Y
Trending News

છેવાડાના નલિયામાં આઈપીએલના ઓનલાઈન સટ્ટાની રોજની લા...

Saturday, 05 April
સ્થાનિક સમાચાર

ઈમામી કંપનીનો આતંક હજુય યથાવત : ટાગોર રોડ પર બેફામ વાહન હંકારતા ભય..!

21 March


ગાંધીધામ : કંડલામાં કાર્યરત ઈમામી કંપની થોડા સમય પહેલા જ ભારે વિવાદમાં આવી હતી. અહી નિદોર્ષ પાંચ કામદારોના જીવ હણી લેનાર આ કંપની આજ રોજ ફરી લોકના મુખે ફીટકારનું કારણ બની હતી. આજ રોજ સવારે ૧ર વાગ્યાના અરસામાં રોટરી સર્કલ પાસે ઈમામી કંપનીના સ્ટીકરવાળી એક બોલેરો કાર પુરપાટ ઝપડે દોડતી હતી અને એકાએક જ આ વાહન એક રોડથી ડીવાઈડર કુદાવી અને સામેના ભાગમાં પલટી ખાઈ જવા પામી હતી. આ વખતે સદભાવ્યે આ વાહન તળે કોઈ જ જાન-હાની થવા પામી નથી. પરંતુ આ કંપનીના વાહનો કેટલી બેદરકારીથી ચલાવાઈ રહ્યા છે તેનો ચિત્તાર અહી દર્શાવવા પામી ગયો છે. સામે કોઈ ટુ વ્હીલરની સાથે અથડાઈ હોત અથવા કોઈ છકડા પેસેન્જર વાહન સાથે અથડાઈ હોત તો કેટલીજાનહાનિ થવા પામી હોત..! જી જે ૧ર બી વાય ૦૬પ૦ નંબરની આ ગાડીનું ટાયર ફાટતા તે એકાએક જ પલટી જવા પામી હોવાનુ પ્રાથમીક તારણ સામે આવવા પામ્યુ હતુ. જો કે, વાહનના મદદગારો આવ્યા બાદ ઈમામી કંપનીનું સ્ટીકર તેમાથી એકાએક જ અદ્રશ્ય થઈ જવા પામ્યુ હતુ જે પણ સ્થાનીકે હાજર રહેલાઓમાં ભારે ચર્ચાનું કારણ બનવા પામ્યુ હતુ.

Comments

COMMENT / REPLY FROM