K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં રેન્જ સાયબર ટુકડીનો દરોડો : વિદેશી સિગારેટ અને ચોખા પકડાયા

16 March


ગાંધીધામ - કંડલા હાઈવે પર આવેલા ગોડાઉનમાંથી ૧૯.ર૩ લાખની સિગારેટ કબજે કરાઈ : મીઠીરોહર સીમમાં આવેલા ગોડાઉનમાંથી ચોખા ભરેલી ટ્રક પકડી લેવાઈ : આધાર પુરાવા ન મળી આવતા બી ડિવિઝન પોલીસમાં કરાઈ જાણ

ગાંધીધામ : પચરંગી શહેર ગાંધીધામમાં ગઈકાલે રાત્રે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ ટુકડીએ દરોડો પાડયો હતો. જેમાં વિદેશી સિગારેટ અને ચોખા પકડાયા હતા. 
પૂર્વ કચ્છ જિલ્લામાં આયોજનબદ્ધ ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સ્થાનીક એલસીબી, એસઓજી અને પોલીસ દ્વારા અવારનવાર મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં ભચાઉમાં એસએમસીએ ત્રાટકીને ભારે ગુણવતાના કોલસામાં ભેળસેળ પકડી હતી, તે બાદ હવે સરહદી રેન્જ બોર્ડર સાયબર ક્રાઈમ પોલીસની ટુકડી હરકતમાં આવી છે અને ગાંધીધામમાં દરોડો પાડી આધાર પુરાવા વગરના ચોખા ઝડપી પાડયા છે. આ બાબતે મળતી વિગતો મુજબ બી ડિવિઝન પોલીસની હદમાં મીઠીરોહર સીમમાં આવેલા શાંતિલાલ ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ટ્રક નંબર જીજે ૧ર સીટી ૧૩૧૮ માંથી આધાર પુરાવા વગરના ચોખા ઝડપી પાડવામાં આવ્યા હતા. કુલ્લ પ૪૪ બોરી કબજે કરવામાં આવી છે. ચાલક બિહારના જગનારાયણ રામનંદન યાદવ પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. જેથી શક પડતા મુદ્દામાલ તરીકે વાહન ચોખા અને ડ્રાઈવરની અટકાયત કરી બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. કુલ્લ ૮.પ૮ લાખના ચોખા અને પાંચ લાખની ટ્રક કબજે કરવામાં આવી હતી.
આ તરફ ગાંધીધામ - કંડલા હાઈવે રોડ પર આવેલા સર્વિસ રોડ જુના ગોડાઉનમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની સીગારેટ મળી આવી હતી. ગણતરી કરતા મોટા ભાગની વિદેશી મળી કુલ્લ ૧૯.ર૩ લાખની સીગારેટ મળી આવી હતી. જેના આધાર પુરાવા મળી આવ્યા ન હતા.  ગોડાઉન પર કામ કરતા રાજેશ ઝરૂ નામના શખ્સની પુછપરછ કરવામાં આવી રહી છે. બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ ટુકડીએ ગાંધીધામ વિસ્તારમાં કાર્યવાહી કરતા સ્થાનીક પોલીસમાં હલચલ મચી ગઈ હતી.
---------

 

Comments

COMMENT / REPLY FROM