K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કંડલાથી રાજસ્થાન સુધી વિદેશી કોલસાનો ધમધમે છે  કાળો કારોબાર : એસએમસીના દરોડા ટાંકણે ઈશારો

16 March

રાહુલ-દિવ્યરાજ-મુકેશ-રાકેશ-દીપેન-ગુપ્તાજી નામનો શખ્સ છે કીંગ પીંગ..!





સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તાજેતરમં જ ભચાઉ-સામખીયાળી હાઈવે પર કોલસાની હેરફેરના વાડા પર બોલાવી છે તવાઈ : પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની કડકાઈથી મોટાભાગના કોલસાના બેનામી ધંધાર્થીઓ મોરબી-સુરેન્દ્રનગર પાસે કચ્છની બાજુમાં નાખી દીધો હતો પડાવ, ત્યાં એસએમસી ત્રાટકતા ફરી આ કચ્છના મુખ્ય કોલસાચોરોએ હાઈવે પર ચાલુ કરીદીધા અડ્ડા


ઝડપાયેલા પાંચ શખ્સોના મોબાઈલ કોલ ડીટેલન્સની કરો ચકાસણી : ગાંધીધામનો ગુપ્તાજી-દીલીપ-રોકી સહિતના શખ્સોના કોલસાના કાળા 
ધંધામાં ખુલશે નામો : અગાઉ મોરબી કોલસાકાંડ વખતે પણ આ તત્વોના નામે આવી ચુકયા છે ચર્ચામાં : ઉપરાંત કચ્છમાથી હજુય કોન-કોન સંડોવાયેલા હતા, કયા કયા ભ્રષ્ટ ખાખીધારી-વહીવટદારો આ કોલસામાફીયાઓને છાવરી રહ્યા છે? તે સહિતની વિગતો ખુલશે



ખોટલે મોટી ખોટ : વિદેશી કોલસાની હેરફેર દરમ્યાન વાડાઓ બનાવી અને ચોરી કરી લેવાથી મુળ કોલસો મંગાવનાર અને મોકલનાર પાર્ટીની વચ્ચે થાય છે ખોટેખોટા ઘર્ષણ : સેમ્પલ અનુસારનો જ માલ વિદેશથી મોકલાય છે, પરંતુ તે કંડલા બંદરે ઉતર્યા બાદ વાહન મારફતે પરિવહન કરતી વખતે વચ્ચેના માર્ગમાંજ વાડાઓમાં ચોરી કે ગુણવત્તા ફેરફારો કરી દેવાય છે, એટલે મોકલાવનાર અને મંગાવનાર બન્ને સાચા હોવા છતા વચેટીયા કોલસા ચોર તત્વોની ટોળકીના લીધે થતા ડખ્ખાઓથી કંડલા બાજુ વિદેશી કેાલ મંગાવનારા વેપારીઓ હવે મોઢું ફેરવતા થઈ રહ્યા હોવાનો દેખાય છે વર્તારો


ગાંધીધામ : ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અગાઉ બંદર-પોર્ટ પર આવતી ચીજવસ્તુઓમાંથી મોટા પાયે ચોરીઓ કરેવી, જેમા પેટ્રોલ-ડીઝલ-ઓઈલ-લોખંડ-અનાજ- અને કોલસા ચોરીઓનો સમાવેશ થતો હતો. એક સમય હતો કે કોલસા ચોરીના તો અહી વાડાઓ જ ધમધમી ઉઠયા હતા. પરંતુ પૂર્વ કચ્છમાં એસપી પદે સાગર બાગમાર બિરાજમાન થતા અહી બેનામી ધંધાર્થીઓમા નાશભાગ જ મચી જવા પામી હતી. જો કે, આ ધંધાર્થી મોટુ નેટવર્ક ધરાવતા હોવાથી પૂર્વ કચ્છ છોડી અને કચ્છના કિનારે કયાંક મોરબી, તો કોઈ ધંધાવાળા ટંકારા, સુરેન્દ્રનગર કે જામનગરમાં જઈ પહોચ્યા હતા. 
અહીની પોલીસ કડક થતા આ બેનામી ધંધાવાળાઓ તે તરફ જતા રહ્યા હતા. ત્યાની પોલીસે અથવા તો તે વીસ્તારોમાં પણ સ્થાનિક પોલીસને ઉંગતી રાખી અને એસએમસીએ સપાટા બોલવતા અમુક ધંધાવાળાઓ ફરી ગાપટા કરવા કચ્છ તરફ વળતા હોય તે રીતે તાજેતરમાં જ અહીના ભચાઉ-સામખીયાળી હાઈવે પરથી એસએમસી દ્વારા ૯૪ લાખના વિદેશી કોલસાના તગડા જથ્થા સાથે પાંચ શખ્સોને દબોચી લીધા છે અને તેની તપાસ તેજ બનીજવા પામી છે.  અને તેમાં ભચાઉનો દિવ્યરાજ અને ગાંધીધામના રાહુલ નામના શખ્સના નામો પણ બહર આવ્યા છે. આ બન્ને માફીયાઓ ફરાર થઈ ગયા હોવાનુ બહાર આવવા પામી ગયુ છે. ત્યારે અહીથી આ રીતનો કોલસાની હેરફેરનો વાડો ઝડપાઈ જવા પામતા ફરથી કઈક સવાલો પણ ઉભા તો થવા પામી જ રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં સૌથી મોટો પ્રશ્ન એ જ થાય છે કે, ભચાઉ-સામખીયાળી વિસ્તારમાં આ મુજબના મોટા મોટા કોલસા હેરફેરના વાડાઓ ચાલી રહ્યા હોવાનુ એસએમસીને દેખાય છે કે અને બાતમીઓ મળે છે તથા સફળ રેડ પણ થઈજાય તો પછી સ્થાનિક પોલીસ કહો કે પછી એલસીબીને કેમ આવા ધંધાઓની ગંધ શુદ્ધા ન આવી? ઉપરાંત જે પાંચ શખ્સો ઝડપાયા છે તેમના કોલ ડીટેલન્સની ચકાસણી કરવી જોઈએ. તો કંડલાથી માંડી અને રાજસ્થાન સુધી આ પ્રકારના બેનામી કોલસાના કાળા કારોબારના ધંધા અને નેટવર્કનો મોટો ભાંડાફોળ થઈ શકે તેમ છે. એટલુ માત્ર જ નહી પરંતુ આ કોલસા કેસમાં રેલો કચ્છના ગાંધીધામ સુધી લંબાઈ ચૂકયો છે અને તે ચોરાઉ કેાલસા ખરીદનાર તરીકે ગાંધીધમાના રાહુલ તથા ભચાઉના દિવ્યરાજનું નામ સામે આવી ગયું છે. જો આ બન્નેની વેળાસર જ ધરપકડ કરવામા આવે અને તેના કડકમાં કડક રીમાન્ડ લેવામા આવે તો કચ્છમાં સાયલેન્ટલી વકરી ગયેલા આવા કોલસાના નેટવર્કનો ફરીથી મોટો ખુલાસો થઈ શકે તેમ મનાય છે. જાણકારો કહી રહ્ય છે કે અગાઉ જયારે મોરબીમાં થોડા સમય પહેલા જ એસએમસીએ ત્રાટકી અને પેટકોકની ગેરકાયદેસર હેરફેરના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તે વખતે પણ ગાંધીધામના રોકી, ગુપ્તાજી નામનો શખ્સ તથા દીલીપનું નામ પ્રકરણમાં જ સામે આવી ગયુ હતુ. તો વળી આ ઉપરાંત દીપેન-રાકેશ તથા મુકેશ નામના શખ્સો પણ કોલસાના કાળા ધંધામાં ધુમ કાળી કમાણી કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. હાલમાં જયારે ભચાઉમાં દરોડો પડયો છે અને તેની તપાસ ચાલી જ રહી છે ત્યારે જો કડકાઈથી તપાસ કરવામા આવશે તો આ તમામ શખ્સોના નામો પણ ચોકકસથી કોલસાની કાળા કાોરબારમાં ખુલશે એટલુ માત્ર જ નહી પરંતુ જયા સુધી આ બધાય શખ્સોનો સફાયો નહી કરવામા આવે ત્યા સુધી કોલસાની હેરફેરનો કાળો કારોબાર અટકાવવો પણ પડકાર જ બની રહેશે. કારણ કે, આ શખ્સો પૂર્વ કચ્છમાં સાગર બાગમારની કડકાઈથી ડરીને કચ્છની પડખે આજુબાજુના વિસ્તારોમાં આવા બેનામી ધંધાના નેટવર્કો ઉભા કરી રહ્યા છે અને તેનુ સંચાલન ગાંધીધામમાંથી બેઠા બેઠા કરતા હોય તેમ આવા કિસ્સાઓ પરથી ફલિત થતુ જોવાઈ રહ્યું છે.

..........


વાડામાથી પકડાયેલા શખ્સો કોના કોના સંપર્કમાં હતા ?



ગાંધીધામ : એસએમસીએ દરોડો પાડી અને ભચાઉ-સામખીયાળી હાઈવે પરથી વિદેશી કોલસાની હેરફેરમાં પાંચ શખ્સોને દબોચી લીધા છે. ત્યારે અહી સવાલ થવા પામી રહ્યો છે કે, ચોરી કરેલ માલનું વેચાણ કયા કરતાં હતા? વાડો કેટલા સમયથી ધમધમતો હતો? ટ્રકો કોની સાથે સેટિંગ કરીને વાડા સુધી લાવતા હતા ? રોજના કેટલા ટ્રક આવતા હતા?  જુદા-જુદા ટ્રકોમાંથી કેટલા પેટકોકની ચોરી કરતાં હતા ? વિગેરે દિશામાં તપાસ કરવામાં આવે તો આશ્રચર્યજનક વિગતો સામે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

........


આટલુ મોટું કૌભાંડ ખુલ્યું, તો રાજય પોલીસ વડા
પૂર્વ કચ્છ એલસીબીમાં કેમ ન કરાવે ફેરફાર..!




ગાંધીધામ : આવડું મોટું કૌભાંડ સામે આવ્યું તો પણ એલસીબી સામે જિલ્લાના એસપી કે રાજ્યના પોલીસ વડા દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? જો એસએમસીની ટિમ આરોપીઓના કોલ ડિટેલ આધારે તપાસ કરશે તો આ કૌભાંડમાં કેટલાક અધિકારી કે કર્મચારીના પગ તળે રેલો આવે તેવી શ્ક્યતા સેવાઇ રહી છે. એ જ રીતે કચ્છમાં પણ જયારે રાહુલ-દિવ્યરાજ-દીલીપ-ગુપ્તાજી નામનો શખ્સ તથા રોકી નામના તત્વોની સંડોવણી સામે આવી છે તો તેઓ પણ કચ્છમાં કોલસાના કાળા કારોબારને કોના આર્શીવાદ તથા છત્રછાયા મારફતે ધમધમાવતા હતા તે ભ્રષ્ટ ખાખીધારીઓના નામો પણ આપોઆપ બહાર આવવા પામી શકે તેમ મનાઈ રહ્યું છે.


............

 

Comments

COMMENT / REPLY FROM