K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કંડલા પોર્ટ હવે અકસ્માત ઝોનમાં ફેરવાયો : જેટી  નંબર ૧પમાં ડમ્પર રિવર્સમાં આવતા વૃદ્ધનું મોત

11 March





હજુ બે દિવસ પહેલા જ ૧૧ નંબરના વેબ્રીજ પાસે આ પ્રમાણેના અકસ્માતમાં પ્રૌઢનો ગયો હતો જીવ


ગાંધીધામ : પૂર્વ કચ્છના હાઈવે તો સતત રકતરંજીત બની રહ્યા છે પરંતુ કંડલા પોર્ટ પણ જાણે અકસ્માત ઝોનમાં ફેરવાયો હોય તેમ પોર્ટ પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા કંડલા પોર્ટના ૧૧ નંબરના વેબ્રીજ પાસે રિવર્સમાં આવતા ટ્રેઈલરની હડફેટે પ્રૌઢ ટ્રક ચાલકે જીવ ગુમાવ્યો હતો. તેવામાં હવે જેટી નંબર ૧પ માં ડમ્પર રિવર્સમાં આવતા વૃદ્ધનું મોત થયું હતું. પોર્ટ પર વધી રહેલી અકસ્માતોની ઘટના પોર્ટમાં કામદારોની સુરક્ષાના ધજાગરા ઉડતા હોય તે સ્પષ્ટ દર્શાવે છે.
આ બાબતે કંડલા મરીન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મુળ રાજસ્થાનના મદનલાલ ગુર્જરે જણાવ્યું કે, ડમ્પર નંબર જી.જે.૧ર. બીવાય પ૬૮૬ ના ચાલકે પુરઝડપે ડમ્પર રિવર્સમાં લેતા નીચે કામ કરતા મુળ ગયા બિહારના હાલે નવા કંડલા રેલવે ઝુપડામાં રહેતા રામદત રાજદેવદાસને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોત થયું હતું. અકસ્માત સર્જીને ચાલક વાહન લઈ ભાગી ગયો હતો. કંડલા પોર્ટમાં વધી રહેલી અકસ્માતની ઘટનાથી કામદારોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

Comments

COMMENT / REPLY FROM