K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

વરસાણામાં બાવળોની ઝાડીમાં છુપાવેલો ર.૬૦ લાખનો દારૂ પકડાયો

07 March



ગટરની બાજુમાં દારૂ છુપાવી કરાતું હતું વેંચાણ : આરોપી હાજર ન મળ્યો


ગાંધીધામ : અંજાર પોલીસે તાલુકાના વરસાણા ગામે બાવળોની ઝાડીમાં છુપાવેલો ર.૬૦ લાખનો દારૂ ઝડપી પાડયો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસાણાથી સૈયદપીરની દરગાહ જતા રોડ પર ચૌધરી બેન્સાની પાછળ ગટરની બાજુમાં બાવળોની ઝાડીમાં વિદેશી દારૂ સંતાડી વેંચાણ કરવામાંઆવતું હોવાની મળેલી બાતમી આધારે અંજાર પોલીસ દ્વારા દરોડ પાડવામાં આવ્યો હતો. જેમાં અહીં દારૂની ૩૭ર બોટલ કિંમત રૂા. ર,પ૯,૯૦૮ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેડ દરમ્યાન આરોપી વરસાણાનો પ્રદીપસિંહ હેતુભા જાડેજા મળી આવ્યો ન હતો. જેથી અંજાર પોલીસમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી અગાઉ પણ અંજાર પોલીસના ચોપડે ચડી ચુકયો છે.

 

Comments

COMMENT / REPLY FROM