K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

બિનઆરોગ્યપ્રદ ખોરાક અને બેઠાડુ જીવનશૈલી મેદસ્વિતાને નિમંત્રે છે

04 March


અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબો અને ડાયટેશ્યને આપી માહિતી

ભુજ :  સ્થૂળતા માટે કોઈ જવાબદાર હોય તો તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને બેઠાડુ જીવનશૈલી છે.વિશ્વ આરોગ્ય સંસ્થા લોકોને જાગૃત કરી સ્થૂળતાથી છુટકારો આપવા દર વર્ષે ૪થી માચર્ના રોજ વિશ્વ મેદસ્વિતા દિવસ મનાવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આ સમસ્યામાંથી છુટકારો મેળવવા અને આરોગ્યપ્રદ રહેવા પણ અપીલ કરી છે. નિર્ધારિત માત્રા કરતાં વધુ વજન અને શરીરમાં બિનજરૂરી ચરબી વધવાને કારણે સ્થૂળતા સર્જાય છે. અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે.જનરલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબો અને ડાયટેશ્યનેકહ્યું કે,સ્થૂળતા શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે.જેમાં હૃદય રોગ,હાયપર ટેન્શન, કિડનીના રોગ,પ્રેગ્નન્સી રહેવામાં મુશ્કેલી,શારીરિક સંબંધમાં તકલીફ, ડાયાબિટીસ,તેમજ પાચનતંત્ર પણ વિક્ષેપિત થતું જોવા મળે છે.
સ્થૂળતાનું મુખ્ય કારણ બિન આરોગ્યપ્રદ ખોરાક છે.ખાસ તો પ્રોસેસિંગ  ફૂડ જેમાં શક્તિ તો વધુ મળે છે,પણ પોષક તત્વો નહિવત હોય છે.આ ખોરાક આસાનીથી ઉપલબ્ધ બને છે અને હાલતા ચાલતા પણ ખાઇ શકાતું હોવાથી પણ લોકો વધુ પસંદ કરે છે. આ ખોરાકમાં સોડિયમ અને શુગરનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી શરીર સ્થૂળ બનતું જાય છે.  બેઠાડુ જીવનશૈલી પણ મેદસ્વિતા માટે કારણભૂત છે. ઝડપથી વધતી સુવિધાને કારણે શારીરિક પ્રવૃતિ દિન પ્રતિદિન ઓછી થવા લાગી છે. વળી સતત વ્યસ્તતા અને હરીફાઈના યુગમાં કસરત જેવી શારીરિક સક્રિયતાઓ પણ ઘટવા લાગી છે આ પણ એક સ્થૂળતાનું પરિબળ છે. કેમકે લિફ્ટ અને એસ્કેલેટરનો પ્રયોગ વધવા લાગ્યો છે. ઊંઘ ઓછી થવી એ પણ એક કારણ છે. કૃત્રિમ સ્વીટ ખાવાથી પણ શરીર વધે છે. આટલું ઓછું હોય તેમ લોકોના ખાવા પીવાના સમયપત્રકમાં પણ થયેલા આમૂલ પરિવર્તનની પણ મેદસ્વિતામાં એટલીજ ભૂમિકા રહેલી છે. રાત્રે મોડેકથી ભોજન અને તે પણ ટીવીજોતા જોતા ઉપરાંત બીજી પ્રવૃતિમાં પણ વ્યસ્ત બની જવાના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત સ્થૂળતા વારસાગત પણ હોય છે. આ તમામ કારણો સાથે ભારતમાં અંદાજે ૮ કરોડથી વધુ લોકો મેદસ્વીતાથી પીડિત છે. 
-------

Comments

COMMENT / REPLY FROM