K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

છેવાડાના કચ્છમાં શિકારીઓ બેફામ : કુંજ પક્ષીકાંડથી ફેલાતો મત : પોલીસે પકડયું, તો વનવીભાગ કયાં કુંભકર્ણિ નીંદ્રામાં રહી ગયું ?

02 March

કુંજની મિજબાની-જયાફત અન્ય કયા મહાશયો માણવાના હતા?




પોલીસને ૧પ-ર૦ કીમી સુધી ફિલ્મી ઢબે હંફાવી દેનારા શિકારીઓ કોઈ નવા-સવા ન હોય..! અઠંગ શિકારી પ્રવૃતીઓમાં સંકળાયેલા જ હોવા જોઈએ,  અગાઉ આવી કેટલી શિકારી પ્રવૃતીઓ કયાં-કયાં કરવામાં આવી? ઉઠી રહ્યા છે અનેક સવાલો



પશ્ચિમથી પૂર્વ સુધી શિકારી ટોળકીઓ બની છે બેફામ : સામખીયાળી કાંઠા વિસ્તારમાં પણ શિકારી ગેંગ દીધી દેખા :જંગી પટ્ટામાં નીલગાયને બંદૂકના ભડાકે દેવાઈ



રપ કુંજ પક્ષીઓનો શિકાર મિજબાની માટે કર્યો હોવાની ઝડપાયેલા ચાર શખ્સોની કબુલાત સરળતાથી ગળે ઉતરે તેમ નથી? રપ કુંજ પક્ષીઓની મિજબાની ચાર જ શખ્સો માણી શકે ખરા?


ખાટલે મોટી ખોટ : વનવિભાગના જવાબાદરોની સામે પણ કેમ આવા કિસ્સાઓમાં ન થાય ધાક બેસાડતી કાર્યવાહી? : નખત્રાણા પોલીસ અધિકારી શ્રી મકવાણાની ટીમ આવી શીકારી ટોળકીને ડામી શકે છે તો જેની પ્રાથમિક જવાબદારી બની રહી છે તેવા વનવિભાગના સબંધિત અધિકારી-કર્મચારીઓ આવી ટોળકીને ડામવામાં કેમ ઉણા ઉતારતા દેખાઈ રહ્યા છે?  : કચ્છ વનવિભાગના તટસ્થ-કડક અને 
કાયદાનિષ્ઠ ચીફ ફોરસ્ટ કન્ઝવેર્ટર શ્રી સંજયસીંગ આ બાબતે કેમ ન કરે લાલઆંખ?




ગાંધીધામ : એકતરફ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ છેવાડાના કચ્છમાં ધોરડો સહિતના વિસ્તારોની મુલાકાતે  . ત્યારે બીજીતરફ આ જ બન્ની ગ્રાસલેન્ડ તરીકે પ્રચલિત વિસ્તારમાથી પોલીસતંત્ર દ્વારા કુંજ પક્ષીઓના શિકાર કરનારી ટોળકીને હથિયારો સાથે દબોચી લેવામા આવી છે. નખત્રાણા પોલીસના શ્રી મકવાણાની જાગૃતીને અહી આવકારવી જ રહી, પરંતુ બીજીતરફ મોટો સવાલ અહી એ થવા પામી રહ્યો છે કે, જો પોલીસ આ મુજબની શિકારી ટોળકીને દબોચી શકે છે તો પછી વન્ય પ્રાણીઓની સુરક્ષા જળવાઈ રહે તેની પ્રાથમીક જવાબદારી જે વનવીભાગના અધિકારીઓ કે કર્મચારીઓની બની રહી છે તેઓ કેમ આવી ટોળકીને ડામી ન શકયા? અથવા તો આવી શિકારી ટોળકીને ખુલ્લી પાડવામાં સીધા કે પરોક્ષ રીતે ઉણા ઉતરતા જોવા મળી આવ્યા?જાણકારો દ્વારા કહેવામા આવી રહ્યુ છે કે, આવી અન્ય કેટકેટલી શિકારી ટોળકીઓ અન્યત્ર સક્રીય નહી હોય તેની શું ખાત્રી? કારણ કે પોલીસતંત્રએ અહી કાર્યવાહી કરી અને વનવિભાગની ઉદાશીનતાઓ આવા તત્વોને ડામવાની છત્તી કરી જ દીધી છે? નખત્રાણા પોલીસે જે કાર્યવાહી કરાઈ છે તેમાં વિચાર કરો કે તેઓને ૧પથી ર૦ કીમી સુધી શિકારીઓની પાછળ ફિલ્મી ઢબે પીછો કરવાની નોબત આવી હતી. આ તો શિકારીઓની બોલેરા ગાડી રેતીમાં ફસાઈ અને પલ્ટી મારી જતા ત્રણ શખ્સો દેબોચાયા, તોય એક શખ્સ તો બાવળની ઝાડીઓની ઓથ લઈ અને સરકી ગયો છે, એટલે આ શીકારી ટોળકી કોઈ નવી-સવી નથી એ તો નકકી જ થાય છે, અઠંગ શિકારીઓ હોય તેમ જ દર્શાયા છે. 
આ શિકારીઓમાંથી જે ઝડપી પાડયા છે તે બધાયથી ખાસ કડક પુછાણા લેવા જોઈએ કે તેઓ કેટલા સમયથી  શિકારી પ્રવૃતીમાં રોકાયેલા છે? હાલમાં પણ જે રપ જેટલા કુંજ પક્ષીઓ પકડાયા છે તો આ ઝડપાયેલા શખ્સો આ પક્ષીઓની મહેફીલ-મિજબાની કયા અને કોની કોની સાથે કરવાના હતા? મિજબાની માટે શિકાર કર્યો હોવાનુ તો પ્રાથમિક પુછતાછમાં જ તેઓ કબુલી ચુકયા છે. આવી મિજબાનીમાં અન્ય કોણ કોણ હાજર રહેવાના હત? શું આ શિકારીઓની કુંજ પક્ષીની મિજબાનીમાં કચ્છ-ગુજરાત બહારથી આવેલા કે આવનારાઓ સામેલ થવાના હતા? વનવિભાગના સબંધિત વિસ્તારના જવાબદારેની લાપરવાહી પણ આવા કિસ્સાઓમાં સામે લાવવી જ જોઈએ. રાષ્ટ્રપતિના આગમન સમયે પણ વનવિભાગ કાર્યવાહી ન કરે, ઉંઘતુ જ રહે અને પોલીસને આવી ટોળકીને પકડવાની ફરજ પડે એ કેટલા અંશે યોગ્ય કહેવાય.! વનવિભાગના લાપરવાહો સ્થાનિકે શુ કરી રહ્યા હતા? કેમ તેઓને ગંધ શુદ્ધા પણ આવી શિકારી પ્રૃવૃતીઓની ન આવી? તેઓ અંધારામાં જ રહી ગયા કે પછી આંખમિચામણા કોઈ કારોણસર કરવામા આવી રહ્યા હતા? વનવિભાગના ચીફ ફોરેસ્ટ કન્જવેર્ટર આ બાબતે ધાક બેસાડતી કાર્યવાહી કરે તે ઈચ્છનીય બની રહ્યું છે.


....................


રાષ્ટ્રપતિના આગમન સમયે છેવાડાના કચ્છમાં કેવા- કેવા ખેલો ઝડપાયા?

કડક સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપેની તપાસણીઓમાં તો કયાંક આવા શિકારીઓ ઝપ્ટે નથી ચડી ગયા ને?


ગાંધીધામ : દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ કચ્છના પ્રવાસે હતા અને તેમની આ મુલાકાતને ધ્યાને લઈ અને સુરક્ષા વ્યવસ્થાઓની આગોતરી ચુસ્તતાઓ કરવામાં આવે તે સહજ બની શકે તેમ છે. દરમ્યાન જ તેઓના આગમન પહેલા બન્ની ગ્રાસલેન્ડ-પાવરપટ્ટામાંથી નખત્રાણા પોલીસ દ્વારા રપ જેટલા કુંજ પક્ષીઓના શિકાર કરનારી ટોળકીનો પર્દાફાશ કરી દેખાડયો છે. ત્યારે અહી સવાલ થાય છે કે, હકીકત શું છે? મહામહિમના કચ્છ પ્રવાસના પગલે આગોતરી સુરક્ષા વ્યવસ્થાઓની તપાસમાં આ બધી વિગતો સામે આવી રહી છે કે કેમ?





....................


અરસદ પાસે બંદુક કયાંથી આવી? ઘનિષ્ઠ તપાસ થાય તો અનેક ઘટસ્ફોટ થાય..!

ભુજ સમીપેના કેટલાક ગામડાઓ હથીયારો માટે છે ચકચારી, દેશી બનાવટના હથિયોરોની ફેકટરીઓ આવા ગામડાઓમાથી ઝડપાઈ ચૂકી હોવાનો છે ભુતકાળ

ગાંધીધામ : ભુજના બન્ની ગ્રાન્સલેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી પોલીસ દ્વારા કુ્‌જ પક્ષીઓના શિકાર કરનાર ટોળકીનો દબોચી લીધી છે અને તેમની પાસેથી જે મળવા પામ્યુ છે તેમાં હથિયારમાં બંદુક પણ મળી આવી છે. પોલીસે હકીકતમાં આ અરસદ નામના શખ્સના કડક રાહે પુછાણા લેવા જોઈએ અને તેની પાસે જે બંદુક મળી આવવા પામી છે તેના તાર શોધવાની જરૂર છે. આ હથિયાર-બંદુક અરસદ પાસે કયાંથી આવ્યુ? કોની પાસેથી તેણે આ હથિયાર મેળવ્યું છે? જો આ દીશામાં તપાસ કરવામાંઆવશે તો દેશી બંદુકોના પણ જિલ્લામાં વકરેલા વેપલાનો અને તેના નેટવર્કનો પણ ખુલાસો થવા પામી શકે તેમ હોવાનુ જાણકારો કહી રહ્યા છે.





 

Comments

COMMENT / REPLY FROM