K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.માં યોજાનાર નિયમિત રજીસ્ટ્રારની ભરતીના ઈન્ટરવ્યુમાં ભેદભરમ ?

25 February

શું સંભવત ઉમેદવાર પોતે જ કાર્યકારી કુસચિવના હોદા પર રહી શકે ખરા?





આગામી ૧લી માર્ચના પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિ.ના બીજા રેગ્યુલર કુલસચિવની પાંચ વર્ષની મુદત માટેની પોસ્ટના યોજાનાર છે ઈન્ટરવ્યુ : યુનિ.એ વેબસાઈટ પર સંભવીત ઉમેદવારની જાહેર કરી યાદી 



જેઓ ઉમેદવાર છે તેઓ જ રજીસટ્રાર તરીકે વહીવટી કાર્યવાહી કરી રહ્યા છે તો આ પ્રક્રીયા કેટલી પારદર્શિતાથી યોજાશે? કે પછી બધું જ ગેાઠવાઈ ગયુ છે અને માત્ર ઔપચારીકતાઓ માટે જ આ ઈન્ટરવ્યુ-ભરતી યોજાઈ રહી છે? જાણકારોમાથી ઉઠતા તરેહ તરેહના સવાલો


પહેલી માર્ચના ઈન્ટરવ્યુ છે, ઈચ્છુક અરજદારોની યાદી વેબસાઈટ પર મુકી છે, સ્ક્રુટીની ચાલી રહી છે, આ પ્રક્રીયામાં વર્તમાન રજીસ્ટ્રારશ્રી સહજ રીતે જ કયાંય નથી, ઈન્ટરવ્યુ સુધી તેઓ ડે ટુ ડે કામગીરી તો કરી જ શકે છે, કુલસચિવની ભરતી પ્રક્રીયા પારદર્શિતા પૂર્વક જ ચાલી રહી છે : 
શ્રી મોહનભાઈ પટેલ(વીસી કચ્છ યુનિ.)




ગાધીધામ : કચ્છને અનેકવીધ ઝુંબેશરૂપ લડત બાદ મળેલી સ્વતંત્રણ પંડિત શ્યામજી કૃષણ વર્મા યુનિવસીર્ટીમાં હાલમાં ફરીથી એક પછી એક ભરતી કૌભાંડો સતત ગાજી રહ્યા છે. થોડા સમય પહેલા જ અહી કરવામાં આવેલી ભરતીઓ મામલે થયેલ ફરીયાદો બાદ સરકારને આ બાબતે હસ્તક્ષેપ કરવો પડયો અને સમીતીની રચના કરવાની નોબત આવી પડી હતી અને આ સમીતી તાજેતરમાં જ અપેક્ષીતોના અભિપ્રાયો પણ લીધા હોવાનુ બહુચર્ચિત ઘટનાઓના અહેવાલો સમ્યા નથી ત્યાં હવે આગામી ૧ માર્ચના રોજ આ યુનિ.માટેના રેગ્યુલર રજીસ્ટ્રારશ્રીની નિયુકિતની પ્રક્રીયાના ભાગરૂપે સંભવત ઉમેદવારોના ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા છે ત્યારે આ ઈન્ટરવ્યુ તથા પ્રક્રીયાને લઈને પણ આંતરીક રીતે ગણગણાટ સપાટી પર આવવા પામી રહયો છે.જાણકારોમાં આંતરીક રીતે ઉઠતા સવાલોની જો વાત કરીએ તો કુલસચિવની ભરતી પ્રક્રીયાઓ નિતીનિયમોને કયાંક ને કયાંક કોરણે મુકીને તો કરવામાં નથી આવી રહી ને? સવાલ મોટો એ થવા પામી રહ્યો છે કે શું સંભવત ઉમેદવાર પોતે જ કાર્યકારી કુલસચિવના હેાદા પર રહી શકે ખરા? આ સવાલો એટલે ઉભા થવા પામી રહ્યા છે કે, જે યાદી વેબસાઈટ પર મુકાઈ છે તેમા દર્શાવેલા નામોમાં ડેપ્યુટૃેશન પર તાજેતરમાં જ રહેલા રજીસટ્રારશ્રીનું પણ નામ છે. જો એ વાત સાચી હોય તો તેમનુ રાજીનામુ લઈ લેવુ જોઈએ અને અન્ય કોઈને ચાર્જ સોપવો જોઈએ. આગામી ૧ માર્ચના રેાજ ઈન્ટરવ્યુ લેવાના છે તે સંભવત ઉમેદવારોની યાદી કચ્છ યુનિ.એ વેબસાઈટ પર મુકેલી છે. અને તેમાં ઈન્ચાર્જ રજીસટ્રાર તરીકે અન્યની સહી કરેલી દર્શાવાય છે પરંતુ બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, માત્ર અને માત્ર આ યાદીમાં જ  આવી સહી કરાઈ છે બાકી તો બધે નાણાકીય સહિતમાં પણ ડેપ્યુટેશન પર રહેલા તથા આગામી ૧લીએ ઈન્ટરવ્યુમાં જેમનુ નામ સમાવાયુ છે તેમની જ સહીઓ કરવામા આવતી હોવાની ચર્ચા સામે આવી રહી છે? જો આમ કરવામાં આવતુ હોય તો તે ખુબજ ગંભીર કહી શકાય તેમ છે. અથવા તો સવાલ સર્જનાર બની રહ્યુ છે કે, જે ખુદ ઉમેદવારની યાદીમાં છે તેઓ જ આ તમામ વહીવટી પ્રક્રીયાઓ ખુદ જ કરી રહ્યા છે કે શું? ઉમેદવારોની યાદી તૈયાર કરવી,ઉમેદવારોની કુશળતા નકકી કરવી, ઉમેદવદારોની ખામી જાણવી, તેમના સરનામાઓ જાણવા સહીતની કામગીરી આ સંભવત ઉમેદવાર પૈકીના જ એક કરી રહ્યા હોય તો તે કેટલા અંશે ઉચિત કહેવાશે? અથવા તો એમના જ આદેશોથી આ બધા કાર્યો થતા હોય તો એ કુદરતી ન્યાયના સિદ્દાંતની વિરૂદ્ધનું ન કહેવાય! કેટલાક જાણકારો તો એવી પણ માંગ કરતો ગણગણાટ દર્શાવી રહ્યા છે કે જો ખરેખર આ રીતે થતુ હોય તો આ બધી જ કાર્યવાહી વેળાસર-તાત્કાલીક રદ થવી જોઈએ. આ સમગ્ર બાબતે કચ્છ યુનિ.ના વીસી શ્રી મોહન પટેલની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આગામી ૧ માર્ચના રોજ ઈન્ટરવ્યુ યોજનાર છે, તે માટેના ઈચ્છુક અરજદારોની યાદી વેબસાઈટ પર મુકવામા આવી છે, તેની સ્ક્રુટીનીની કાર્યવાહી ચાલી રહી છે, અને આ કાર્યવાહીમાં શ્રીઅનીલભાઈ ગોર ખુદ પણ ઉમેદવાર હેાવાથી કયાંય જોડાયેલા ન હોય તે સહજ વાત જ છે. બાકી જયા સુધી ઈન્ટરવ્યુ નથી યોજાયા ત્યા સુધી તેઓ તેમના પદ પર ડે ટુ ડે રૂટીન કાર્યવાહી કરી જ શકે છે. શ્રી પટેલે આ તબક્કે જણાવ્યુ હતુ કે કુલચસિવશ્રી માટેની ભરતી પ્રક્રીયા પારદર્શિતાપૂર્વક જ કરવામા આવી રહી છે.સ્ટેચ્યુએટના નિયમોનો કયાંય કોઈ ભંગ કરવામાં આવતો નથી.

Comments

COMMENT / REPLY FROM