K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મીઠીરોહર પાસેથી ચોરાઉ-શંકાસ્પદ ચોખાનો જથ્થો પકડાયો 

22 February

ગાંધીધામ બી ડીવીઝનની સમયસુચકતાભરી કાર્યવાહી





પ૦ કીલ્લોના ૧પ કટ્ટા સાથે બે શખ્સો દબોચાયા : છ ફરાર : મીઠીરોહર જીઆઈડીસી મીડ ઈન્ડીયા કંપની પાસેથી પોલીસકર્મીઓએ આધાર-પુરાવા વિનાનો મુદામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી




ગાંધીધામ : પૂર્વ કચ્છમાં સમયાંતરે પોર્ટ પર આવતી ચીજવસ્તુઓમાંથી ચોરી કરનારી ગેંગ પોતાના કૃત્યોને અંજામ આપતી જ રહેતી હોય છે.  પરંતુ કેટલાક કીસ્સાઓમાં પોલીસ સજાગતા દાખવી અને આવા તત્વોને દબોચી, મુદામાલને પકડી પાડતી હોવાથી તેઓના મનસુબા પર પાણી જ ફરી વળતા હોય છે. દરમ્યાન જ મળતી વધુ વિગ્તો અનુસાર ગાંધીધામના મીઠીરોહર જીઆઈડીસીમા મીડઈન્ડીયા કંપની પાસેથી ગાંધીધામ બી ડીવીજન પોલીસના કર્મચારીઓ દ્વારા બે શખ્સોને આધારપુરાવા વિનાના ચોખાના પ૦ કીલ્લોના ૧પ કટ્ટાઓ સાથે દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓ સિકંદર અને શબ્બીર નામના શખ્સોની સાથે અન્ય છ શખ્સો પણ હતા જે નાશી છુટયા છે. આ શખ્સોને પકડવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે ધોરણસરની શરૂ કરી છે. 
બી ડીવીઝનના ઈશ્વરસિંહ, પુષ્પરાજસિહ અને અમરસિંહ ઠાકોર દ્વારા આ પ્રકારની સમયસુચકતાભરી કાર્યવાહી કરી છે.

Comments

COMMENT / REPLY FROM