K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મુંદરામાં કસ્ટમ કમિશ્નર શ્રી કે. ઈન્જીનીયરની લાલઆંખઃ જો ઘનિષ્ઠ તપાસ થશે તો પ૦૦૦ કરોડ નું ખુલશે કૌભાંડ ?

06 February

દેશ સે આયે દુરસ્ત આયે : રાષ્ટ્રદ્રોહ-ગુજસીટોકનો જ દાખલ કરો ગુનો


એમએચઓના નામે ઈંધણ મંગાવી રહેલાઓ પર કાર્યવાહીની શરૂઆત : જો કે આરંભે સુરાનો તાલ ન થાય તે ખુબજ જરૂરી : આ આખાય પ્રકરણમાં મુળીયા ઉલેચવા બની રહ્યા છે ખુબજ અનિવાર્ય : કસ્ટમ કમિશ્નરશ્રી મુંદરા કડક અને તટસ્થ અધિકારીની છબી ધરાવી રહ્યા છે, પરંતુ તાબાના જવાબદારો કુલડીમાં કયાંક ગોળ ન ભાંગી જાય તે જોવુ પણ છે અનિવાર્ય

ખોટલે મોટી ખોટ : પ્રથમ ૧રર જેટલા કન્ટેઈનરો અટકાવાયા, બાદમાં ૪૦૦થી વધુ પાઈપલાઈન વાળા કન્ટેઈનરોને કરી દેવાયા છે બાજુ પર, હજુ આંક ઘણો વધુ થશે : જરૂર છે કસ્ટમના અમુક બની બેઠલા ભ્રષ્ટ બાબુઓની પ્રમાણિકતા દેખાડવાનો? દેશવ્યાપી મોટા કૌભાંડનો ખુલાસો થવા પામી શકે તેવા પ્રકરણમાં કસ્ટમ સહિતની તપાસનીશ એજન્સઓ પ્રમાણીકતા દાખવશે ખરી?



ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા મુંદરા પોર્ટ પર વિદેશથી મિક્ષ્ડ ઓઈલના નામે થોકબંધ નહી પણ સંખ્યાબદ્ધ કન્ટેઈનરો આડેધડ ઠલવાઈ રહ્યા છે અને કસ્ટમ સહિતની વિવિધ એજન્સીઓ આ બાબતે ચુપકીદી અને મૌન જ સેવીને બેઠી હોવાનો વર્તારો સામે આવતો હોવાના અહેવાલો આ પ્લેટફોર્મ પરથી સતત રજુ કરવામા આવ્યા હતા અને હવે જાણે કે, તેની નોંધ લઈ અને મુંદરા કસ્ટમ વિભાગના તટસ્થ અને પ્રમાણિક કમિશ્નર શ્રી કે. એન્જીનીયર દ્વારા આ પ્રકરણને દબોચવા પગલા લેવાની શરૂઆત કરી દીધી હોય તેમ અહીના ૧૧ જેટલા અલગ અલગ યુનિટસ, યુપીના આયાતકાર, ગાંધીધામ- કંડલા- મુંદરા સહિતનાઓ સંકળાયેલાઓને નોટીસ ફટકારની કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે. શ્રી ઈન્જીનીયર દ્વારા આ પ્રકારની થયેલી કાર્યવાહીથી દાણચોરી ટોળકીમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોય તેવુ પણ દર્શાવવા પામી રહ્યું છે. આ મામલે મળતી વિગતો મુજબ દેશને મોટું આર્થિક નુકસાન કરતા અને જોખમી એવા એમએચઓ (મિક્સ્ડ હાઈડ્રોકાર્બન ઓઈલ)ના નામે ડીઝલ, ગેસ ઓઈલ અને કેરોસીનની આયાત થઈ રહી હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે અને મુંદરા સ્થિત સ્ટમના એડિશનલ કમિશનર ઓફ ક્સ્ટમ દ્વારા તાજેતરમાં ૧૦થી વધુ જટલાઓને સો કોઝ નોટિસો પાઠવવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુબજ  લાંબા સમયથી ચોક્કસ ગેંગ દ્વારા આવી રીતે ડીઝલ આયાત કરીને દેશની તિજોરીને જ માત્ર નુકસાન નથી પહોંચાડતું બલ્કે આયોજનબદ્ધ ષડયંત્ર રચી અને દેશની તિજોરી પર અબ્જોની રકમની ચોરી આ તત્વો કરી રહ્યા હતા. જો ખરેખર આવુ ફલિત થતુ હોય તો આવાઓની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ. જાણકારો કહી રહ્યા છે કે, આ ગુનો રાષ્ટ્રદ્રોહના દાયરામાં જ આવી રહ્યો હોવાથી તેમની સામે દેશદ્રોહ-ગુજસીટોકની કલમો તળે જ લાલઆંખ ભરતી કાર્યવાહી કરવાની જરૂર છે. હવે જોવાનુ રહ્યુ કે, આગળ આ કેસમાં કેવા પ્રકારની તપાસ વળાંક લે છે. જો અહી કડક અને ધનિષ્ઠ તપાસ કરવામા આવશે તો દેશવ્યાપી અંદાજીત પ૦૦૦ કરોડથી વધુના મોટા કૌભાંડનો અહી પર્દાફાશ થવા પામી જશે અને કઈ કેટલાય લોકોના પગ તળે રેલો લબાવવા પામી જશે તેમ છે.



................

કચ્છઉદયના અભ્યાસભર્યા અહેવાલનો અંતે પડઘો 


મુંદરા બંદર પર હાઈડ્રો કાર્બન-એમએચઓની આડમાં આડેધડ પેટ્રોલીયમ પદાર્થોની હેરફેર થતી હોવાનો કચ્છઉદય દ્વારા સીલસિલવાર તારીખ.૩૦-૦૫-૨૦૨૪ પાના ન. ૩ પર, 
તા. ૦૯-૬-૨૦૨૪ના પાના ન. ૮ પર, તા.૨૩-૧૦-૨૦૨૪ના પાના ન. ૮ પરના રોજ ફુલપેજ અહેવાલો જીણવટભરી માહીતીઓ સાથે સૌના કાન આમળતી વિગતો સાથે રજુ કર્યો હતો અને હવે મુંદરા કસ્ટમ દ્વારા ૧૧ જેટલા આયાતકાર સહિતનાઓને નોટીસનીફટકાર લાગતા કચ્છઉદય પ્લેટફોર્મ રાષ્ટહતાર્થે વધુ એક વખત મજબુત-સચોટ પુરવાર થવા પામ્યું છે. 



...................


હાઈડ્રોકાર્બનના કન્ટેઈનર સંગ્રહ કરતા સીએફએસ પર કેમ કાર્યવાહી નહી?

ગાંધીધામઃ મુંદરામાં ડીઝલ દાણચોરો પાછલા કેટલાક સમયથી નીતનવા પેતરાઓ અજમાવી અને સુરક્ષાના પણ મોટા જોખમો ઉભા કરી અને અહી દાણચોરી બેફામ પણે ધમધમાવી જ રહ્યા છે. અહી હાઈડ્રોકાર્બનના નામે ડીજલ-બેઝ ઓઈલની જે આયાત કરવામા આવી રહી છે તે ખુબજ ગંભીર વિષય છે. હાલમાં પણ આવા જ પ્રકરણો તપાસના રડારમાં છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હાઈડ્રોકાર્બન પેસોની મંજુરીવિના અહી લાવવાની મનાઈ છે તો પછી તે   કન્ટેઈનરો મુંદરા આસપાસના ૧રથી વધુ જેટલા સીએફએસમાં સંગ્રહ કેવી રીતે કરી શકાય? કયા આધારે અહી આવા કન્ટેઈનરો સંગ્રહ કરવામા આવી રહ્યા છે? કોની મંજુરી તેને મળેલી છે? ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે? ખરેખર આ બાબતે પણ વેળાસર જ તપાસ થવી ઘટે. 



................


આ તે કેવુ અવનવું : નોટીસ ફટકારાઈ છે તે
મિનરલ્સ સહિતના વેપારીઓ છે ?

દાણચોરી કરનારાઓના ભેજાની કમાલ તો જુઓ..!


ગાંધીધામ : મુંદરા ક્ટમ દ્વારા મિક્ષ્ડ હાઈડ્રોના નામે ઈંધણ મંગાવનારાઓને નોટીસ ફટકારી છે. ૧૧ જેટલાઓના પુછાણા લેવાઈ રહ્યા છે. પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, જેમને નોટીસ મળી છે તેમાં કયાંક મિનરલ્સવાળા તો કયાંક શિપીંગ સર્વિસવાળા તથા લોજિસ્ટીકવાળાઓને જ આપવામાં આવી છે. હકીકતમાં તો આ પ્રકરણોને અંજામ આપવાની પાછળ તો એક મોટી ગેગ જ કાર્યરત હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. 
 

Comments

COMMENT / REPLY FROM