K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

પૂર્વ- પશ્ચીમ કચ્છ પોલીસ બી-રોલ ની કામગીરી તેજ કરે : રેલવે પોલીસ દબોચી ગઈ તો ગાંધીધામમાં આઈબીવાળા કઈ નિંદ્રામાં ઘોરતા હતા?

05 February




એરપોર્ટ-રેલમથકો તથા મહાકુંભના મેળામાં બ્લાસ્ટની ધમકીનો ટીખ્ખળ કરવાની હિમંત કોઈ સરળતાથી કરી ન શકે? આ વિષયને હળવાશથી ન લઈ શકાય? જે શખ્સ દબોચાયો છે તેના કારણો ગળે ઉતરે તેમ નથી? પોલીસ ઉપરાંતની એજન્સીઓએ આ શખ્સનો કબ્જો મેળવી તેની કરવી જોઈએ કડક રાહે છાનબીન



રેલવે પોલીસ એ આવા ટીખ્ખળખોર તત્વને ગાંધીધામના પડાણા પટ્ટામાથી ઉઠાવી લીધો છે? તો કચ્છમાં કાર્યરત એજન્સીઓને કેમ આવા તત્વોની ટીખ્ખળવેળાનો કોઈ અંદાજ આવતો નથી? તેઓ કયા હતા? દેશભરની અલગ અલગ એજન્સીઓ કચ્છમાં કાર્યરત છે? આવા મેસેજ વહેતા કરનાર વીકૃત માનસીકતાવાળા તત્વો કચ્છમાં પાંગરી રહ્યા છે તે આ એજન્સીને આગોતરી રીતે કેમ ન ખબર પડી?




ખાટલે મોટી ખોટ : આઈબી-એલઆઈબીના અધિકારી-કર્મચારીઓને મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનારા ગાંધીધામની પડખે પડાણામાં જ બેઠા હોવાની માહીતીઓ આગોતરી રીતે કેમ નથી મળતી? એવુ તો નથી કે, આઈબીવાળાઓને તેલચોરી, બેઝઓઈલ, કોલસા ચોરી, ખનીજ-માટી ચોરીની માહીતીઓ અંકે કરવામાં જ રસ છે? કારણ કે તેમાં મલાઈ પણ તગડી છે? દેશહિતના વિષયો જાય તેલ લેવા...?



ગાંધીધામ : દેશની રાષ્ટ્રીય સુરક્ષા તથા વ્યુહાત્મક રીતે પણ કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદની મહત્વતા અનેરી જ રહેલી છે. આ સરહદ પાકીસ્તાન જેવા દેશની આંતરરાટ્રીય સરહદને સ્પર્શીને આવેલી હોવાથી તેની ગંભીરતા ઓર વધી જવા પામી રહી છે. નાપાક તત્વો એક યા બીજી રીતે દેશમાં કોઈને કોઈ મોટી ગંભીર ઘટનાઓને આ સરહદેથી અજામ આપતા હોવાની પણ કડીઓ જોડાતી રહી છે. હજુ તો કચ્છના પૂૃર્વ અને પશ્ચીમ છેવાડાઓથી પાકીસ્તાની ઘુસપેઠીયાઓ ઝડપાયા હોવાની ઘટનાઓના અહેવાલો સમ્યા જ નથી ત્યાં તો હવે કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સને ગાંધીધામના પડાણા ખાતેથી દબોચી લેવામા આવ્યો છે. 
અહી યાદ અપાવી શકાય કે, પશ્ચીમ કચ્છમાંથી જે બાબુઅલી નામનો શખ્સ ઝડપાયો હતો તેની પુછતાછ બાદ તરત જ ગુજરાતના બેટદ્વારકામાં હટાવાયેલા ડીમોલીશનનો બદલો લેવાશે, આ દબાણ હટાવ અમે યાદ રાખીશુ, તેવી ધમકીઓ રાજયના ગૃહમંત્રીશ્રીને અપાઈ હતી, અને કચ્છથી ઝડપાયેલા બાબુઅલી નામના શખ્સની વધુ પુછતાછમાં રાજસ્થાનથી ગુજરાતમાં અતિ આધુનીક ઢબના હથિયોરોની ખેપ ઝડપાઈ જવા પામીહતી. હવે જયારે મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારો અરૂણ નામનો શખ્સ પડાણાથી પકડાયો છે ત્યારે પાછલા એકાદ પખવાડીયામાથી કચ્છની સરહદેથી અંજામ અપાયેલા ઘટનાક્રમોને એજન્સીઓએ બીલકુલ હળવાશથી ન લેવી જોઈએ. 
પડાણાથી જે શખ્સ પકડાયો છે તે રેલવે પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીથી દબોચી લેવામા આવ્યો છે તેવુ ફરીયાદમાં જ દર્શાવાઈ ગયુ છે તો અહી સવાલ થઈ રહ્યો છે કે, અરૂણ અને તેનો સાગરીત આસામનો મુળ વ્યકિત જે થોડા સમય પહેલા જ આસામ સરકી ગયો છે તે અરૂણ જે વાર્તા કબુલાતમાં વર્ણવી રહ્યો છે તે અનુસારની જ છે કે પછી હકીકત કઈ અલગ જ હતી અને રજુ હવે કઈક અલગ રીતે જ કરવામા આવી રહી છે? સલીમ પોતાના કોઈ મલિન ઈરાદાઓને પાર પાડી ગયો અને પોલીસ પકડી પાડશે તેવી કોઈ ભનક આવી જતા મોબાઈલ ફોન બસમાં છોડી ગયો અને અરૂણની કડીથી વાર્તાઓ ઉભી કરી દેવામાં આવી હોય તેવુ તો નથી ને? એજન્સીઓ આ અગે ખુબજ ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. તેની સાથોસાથ જ અહી સવાલ થવા પામી રહ્યા છે કે, અમદાવાદમા રેલવે પોલીસ ગાંધીધમાના પડાણામાં આવી અને આવા કૃત્યો આચરનારને પકડી જાય છે તો પછી કચ્છમાં બેઠેલી એજન્સીઓ અને પોલીસતંત્ર તથા તેમના આઈબી-એલઆઈબી સહિતના વીભાગના અધિકારી-કર્મચારીઓ શું કરી રહ્યા હતા? કેમ ઉંઘતા ઝડપાઈ ગયા છે? શું આવી હરકત કે ફોનના મેસેજ કચ્છમાથી થયા હોય તેને ટ્રેક કરવા, તેની ખરાઈઓ કરવી, તે બાબતે કચ્છમાં બેઠેલી એજન્સી કે પછી આઈબી-એલઆઈબીના જવાબદારોની કોઈ જ ફરજ તેમા બનતી નથી? આસામના તત્વના મોબાઈલનો ઉપયોગ કરી અને દેશની સુરક્ષા સામે જોખમ ઉભા થાય તેવા મેસેજ વહેતા કરી દેવાય ત્યારે આવા શખ્સો કચ્છમાં ડેરાતંબુ નાખીને બેઠા છે તો પોલીસ શા માટે બી-રોલ ભરવાની કામગીરી ચુસ્ત નથી બનાવતી? પડાણા જ માત્ર નહી પરંતુ વિવિધ વિસ્તરાોમાં દેશભરમાથી આવેલા મોટા મોટા ફરાર ગુંડાઓના આશ્રય અડ્ડા જ બની જવા પામ્યા છે. જો પોલીસ બીરોલ ભરે- તેની વીડીયો ગ્રાફી કરે, તો આવા કઈક માથાભારે ગુનેગારો અહી આશરો પામતા ઝડપાયા અથવા તો તેના ભયથી જ આપોઆપ કચ્છ મુકીને સરકી જાય તેવી સ્થિતી સર્જાય તેમ છે. આ પહેલા પણ કાર્ગો ઝુપડપટ્ટી હોય કે અન્ય કોઈ વિસ્તાર દેશના અન્ય રાજયોના ગંભીર ગુનામા સંડોવણી ધરાવતા સખસો અહીથી પકડાઈ ચુકયાના ભુતકાળ બોલી જ રહ્યા છે. આ માટે પોલીસે બી રોલ ભરવાની કામગીરી કડકાઈથી કરવી ઘટે તે જ સમયનો તકાજો બની જવા પામ્યો છે. 
અહી સવાલ તો એવો પણ થવા પામી જ રહ્યો છે કે, એરપોર્ટ-રેલમથકો તથા મહાકુંભના મેળામાં બ્લાસ્ટની ધમકીનો ટીખ્ખળ કરવાની હિમંત કોઈ સરળતાથી કરી ન શકે? આ વિષયને હળવાશથી ન લઈશકાય? જે શખ્સ દબોચાયો છે તેના કારણો ગળે ઉતરે તેમ નથી? પોલીસ ઉપરાંતની એજન્સીઓએ આ શખ્સનો કબ્જો મેળવી તેની કરવી રાહે છાનબીન કરવી જ જોઈએ. આ ઉપરાંત રેલવે પોલીસને કોલ ગયો અને તેઓએ આવા ટીખ્ખળખોર તત્વને ગાંધીધામના પડાણા પટ્ટામાથી ઉઠાવી લીધો છે? તો કચ્છમાં કાર્યરત એજન્સીઓને કેમ આવા તત્વોની ટીખ્ખળવેળાનો કોઈ અંદાજ આવતો નથી? ેતેઓ કયા હતા? દેશભરની અલગ અલગ એજન્સીઓ કચ્છમાં કાર્યરત છે? આવા મેસેજ વહેતા કરનાર વીકૃત માનસીકતાવાળા તત્વો કચ્છમાં પાંગરી રહ્યા છે તે આ એજન્સીને આગોતરી રીતે કેમ ન ખબર પડી?


...................



કચ્છઉદય દ્વારા ભાંગફોડીયાઓના કચ્છમાં
ડેરાતંબુના અહેવાલને ફરી સમર્થન..!



કચ્છઉદય દ્વારા ગત ૧૯મી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરી સુધીમાં અલગ અલગ અહેવાલો રાષ્ટ્રહિતને ધ્યાને રાખી અને દેશભરમાં અલગ અલગ ઘટનાક્રમોને ટાંકીને જેમાં મહાકુંભ મેળો, દેશભરમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ, લોરેન્શ બિશ્નોઈની કડીઓ, અને પાકીસ્તાનીઓ કચ્છમાથી ઝડપાવવા સહિતના વિષયોની ટકોર કરી હતી. જેમાં તબક્કાવાર હવે મહાકુંભમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપનારા પૈકીનો એક શખ્સ ગાંધીધમાનાપડાણામાંથી પકડાવા પામતા કચ્છઉદયના આંખ ઉઘાડનારા અહેવાલને વધુ એકવાર સમર્થન મળ્યું છે. 




.....................

એજન્સીઓ ગાફેલ ન રહે : અરૂણની આસામના  સલીમ અંંગેની કબુલાતમાં અનેક ભેદભરમ 


ગાંધીધામ : મહાકુંભ જેવા વૈશ્વીક અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સનાતન ધર્મના મહત્વ ધવરાતા મેળામાં આતંકી મહુલા તથા બ્લાસ્ટની ધમકીઓ અપાઈ રહી હતી તેના તાર કચ્છના ગાંધીધામના પડાણા વિસ્તારમાં પણ ખુલવા પામ્યા છે. રેલવેતત્રએ પડાણામાથી એક શખ્સને દબોચી લીધો છે અને તેને જે કબુલાત હાલમાં આપી છે તેમાં વિવિધ ભેદભરમ પણ જણાઈ આવી રહ્યા છે. હકીકતમાં આ સ્ટેટમેન્ટની ચોકકસ ખરાઈ કરાવી જોઈએ તથા અન્ય એજન્સીઓએ પણ આ અરૂણ નામના શખ્સની કડક રાહે ઉલટ પુછતાછ કરવી જોઈએ. 


.............


કુંભમેળા અને અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો પરપ્રાંતિય શખ્સ પડાણાથી પકડાયો



આસામના શખ્સે ઉછીના નિકળતા ૮પ હજાર ન આપતા તેના ફોનમાંથી અમદાવાદ આરપીએફના પીઆઈને ધમકી કર્યો મેસેજ મોકલ્યો : ઝડપાયેલા શખ્સે વર્ણવેલી હકિકત સાચી કે ખોટી ? તે દિશામાં તપાસ તેજ 



ગાંધીધામ : હાલમાં પ્રયાગરાજ કુંભમેળા ખાતે કરોડોની સંખ્યામાં સનાતનીઓ ઉમટી રહ્યા છે અને કુંભમેળામાં જવા માટે અમદાવાદના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ 
ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ ત્રણેય સ્થળોએ ૧ર ફેબ્રુઆરીના બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ધમકી સાથેનો મેસેજ અમદાવાદ આરપીએફના પીઆઈને મોકલવામાં આવ્યો હતો. મેસેજને ગંભીરતાથી લઈ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ચેકીંગ સાથે રેલવેની એલસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવતા કનેક્શન કચ્છ સુધી લંબાયું હતું. મુળ મધ્યપ્રદેશના હાલે ગાંધીધામના પડાણામાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા શખ્સની ધરપકડ કરાઈ હતી. તેને ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા સામેવાળાના ફોનમાંથી મેસેજ કરાયો હોવાનું ખુલ્યું છે. 
આ અંગેની વિગતો મુજબ અમદાવાદ પશ્ચિમ રેલવેની એલસીબીએ મેસેજના આધારે તપાસ કરીને મુળ મધ્યપ્રદેશના હાલે પડાણામાં રહેતા અરૂણકુમાર દિનેશચંદ્ર જોષીની અટક કરી છે. પુછપરછમાં સામે આવ્યું કે, જે નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો, તે નંબર મુળ આસામના હાલે ગાંધીધામ રહેતા ફૈઝુલ નામના શખ્સનો છે. આ ફૈઝુલ પડાણામાં કરિયાણાની દુકાન અને શાકભાજીની લારી ચલાવતા અરૂણકુમાર પાસેથી રાશનની ખરીદી કરતો હતો. ત્રણ મહિનાથી તેણે ૮પ હજાર રૂપિયા આપ્યા ન હતા. વારંવાર ફોન કરવા છતાં ઉપાડયા નહીં અને ફૈઝુલ પત્નીને લઈને પોતાના વતન નિકળી ગયો હતો. ભાગતી વખતે તે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પહોચ્યો હતો. ઉતાવળમાં તેનો મોબાઈલ બસમાં ભુલી જતા કંડકટરને મળ્યો હતો. દરમ્યાન અરૂણે ઉઘરાણી માટે ફોન કરતા કંડકટરે ઉપાડયો અને ફોન બસમાં ભુલી ગયો હોવાનું જણાવતા અરૂણે જણાવ્યું કે, ફૈઝલ મારો ભાઈ છે અને હું તેને ફોન આપી દઈશ. તેમ કહી ફોન મેળવી લીધો હતો અને ફૈઝૂલને પાઠ ભણાવવા માટે તેના જ મોબાઈલ પરથી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેસેજ અમદાવાદ આરપીએફના પીઆઈને મોકલાવ્યો હતો. બાદમાં ફલાઈટ મોડમાં ફોન મુકી દીધો અને ફૈઝુલ જે બેન્સામાં રસોઈ બનાવતો ત્યાં ફેંકી દીધો હતો. પોલીસે રપ૦ જેટલા નંબર ટ્રેક કરીને આરોપી સુધી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘અલ્લા હુ અકબર, પાકિસ્તાન જિંદાબાદ, સલામ વાલેકુમ ૧ર-૦ર-ર૦રપ કો હમ કાફીરો કો જહન્નુમ ભેજેંગે ઈન્સા અલ્લાહ રોક સકો તો રોક કે દિખા દેના, કુંભ મેલા, એરપોર્ટ, રેલવે સ્ટેશન અબ હોગા બડા ધમાકા, અમદાવાદ રેલવે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ’ આ મેસેજને ગંભીરતાથી લઈ રેલવે પોલીસે ગુનો દાખલ કરવા સાથે તપાસ કરી મુળ સુધી પહોંચતા આરોપી પકડાયો હતો. હાલ પોલીસે મુળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું છે કે ખોટી આતંકવાદી ધમકીઓ આપવી એ એક ગંભીર ગુનો છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


.................


પૂર્વ કચ્છમાં ફરીથી વધુ એક મેગા સરપ્રાઇજ કોમ્બીંગ કરવાની જરૂર


પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી દ્વારા કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તાર, વાગડ પટ્ટામાં શિકારપુર સહિત પટ્ટામાં ર૦૦થી વધુ અધિકારી-કર્મીઓના કાફલા સાથે કરેલી કોમ્બીંગ જેવી જ  વધુ એક તવાઈની જરૂરીયાત



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ગાંધીધામથી લઈ અને વાગડ પટ્ટામાં ગુનાહિત કાવતરાઓને અંજામ આપનારા લગભગ લગભગ તો શ્રી સાગર બાગમારની લાલઆખભરી કાર્યવાહીથી ફફડી જ ચુકયા છે ઉપરાંત પણ રાષ્ટ્રીય હિતને પડકાર ફેકી જાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, પૂર્વ કચ્છમાં વધુ એક વખત પડાણા પટ્ટો, કાર્ગો ઝુપડપટ્ટી, વાગડ વીસ્તાર સહિતમાં કોમ્બીંગ કરવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે. તો રહ્યા સહ્યા ગુનેગારોમા પણ નાશભાગ જ મચી જાય તેમ છે.

 

Comments

COMMENT / REPLY FROM