K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

અંજારમાં ઘરધણી કુંભના મેળામાં ગયા અને ઘરમાંથી ૩.ર૦ લાખની મતા ચોરાઈ 

01 February




ધોળા દિવસે ઘરમાં ઘુસીને રોકડા પ૦ હજાર સહિત કબાટમાંથી દાગીના તફડાવી લેવાયા : જાણભેદુનો હાથ હોવાની આશંકા



અંજાર : હાલમાં પ્રયાગરાજ ખાતે કુંભમેળો યોજાયો છે, જેમાં કચ્છથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, ત્યારે અંજારથી ગયેલા પરિવારના ઘરે ચોરી થયાની ઘટના બની છે. આ બાબતે અંજારમાં બેંક ઓફ બરોડાની પાછળ વોર્ડ નંબર -રમાં રહેતા નંદન હિંમતભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના માતા - પિતા ર૪મી જાન્યુઆરી કુંભના મેળામાં ગયા છે. નાનો ભાઈ અમદાવાદ કોલેજ માટે ગયો છે. ફરિયાદી યુવક સવારે ગાંધીધામ ખાતે નોકરીએ ગયો હતો, ત્યાં સાંજે પડોશમાં રહેતા કરશનભાઈનો ફોન આવ્યો કે, તારા ઘરનો દરવાજો ખુલ્લો છે. જેથી ફરિયાદી ઘરે આવી તપાસ કરતાં તાળુ તુટેલું હતું, સામાન અસ્તવ્યસ્ત હતો અને લોકરમાંથી રોકડ અને દાગીના ગાયબ જણાયા હતા. પિતા સાથે ટેલિફોનિક વાત કરી ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઘરમાંથી અજાણ્યા ઈસમો રોકડા પ૦ હજાર તેમજ સોનાની બુટ્ટી, ચેઈન, વીંટી, પેન્ડલ, કાનમાં પહેરવાની શેર, બંગડી, મંગળસુત્ર, લક્કી, વીટી, ચાંદીની વીટી, કળા, પટ્ટા, પોચી, સાંકળા મળી કુલ ૩,ર૦,૪૦૧ની મતા ચોરાઈ હતી. સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો હતો. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM