K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ગાંધીધામના મીઠીરોહર સમીપે શંકાસ્પદ તેલના ૬ થી વધુ કન્ટેઈનર ઝડપાયા : તેલચોરોમાં દોડધામ

17 January

શું મોટી જીએસટી ચોરીનો થશે પર્દાફાશ?



જિલ્લામાં ગેરકાયદેસર મિક્ષ ઓઈલ, બેઝઓઈલના હેરફેર કરનારાઓ બેફામની વચ્ચે પોલસ બોલાવ્યો સપાટો : જીઆઈડીસી વિસ્તારમાથી ઝડપાયેલા કન્ટેઈનરોની આદરી તપાસ : બીલ ઓફ શીપીંગ, જીએસટી સહિતના મામલે ક્રોસ વેરીફીકેશનની તપાસનો આદરાયો ધમધમાટ



ગાંધીધામ :  કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઈંધણના વધતા ભાવને કાબુમાં લેવા તેનો વપરાશ ઘટાડવા માટે નવી પેટ્રોલીયમ નીતી લાગુ કરાઈ હતી અને પેટ્રોલ-ડિઝલના વીકલ્પ તરીકે બાયોફયુઅલને માન્ય રખાયુ હતુ અને તેની આયાત વિદેશથી મોટા પ્રમાણમાં કરવામા આવતી હઅતી. પરંતે કેટલાક તેલચોર તત્વો બાયોફયુઅલના નામે બાયોડીઝલ્‌ ગેરકાયદેસર રીતે હેરફેર કરવા મંડી પડયા હતા. થોડો સમય તેના પર અંકુશ આવ્યા બાદ હવે જાણે કે કચ્છમાં ફરીથી બાયોડીઝલના હેરફેર કરનારાઓ બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ છાશવારે સામે આવવા પામી રહી છે. 
દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલની સમીપે મીઠીરોહર જીઆઈડીસીમાં પોલીસતંત્ર દ્વારા ગઈકાલે છથી વધુ  જેટલા તેલના કન્ટેઈનરોને અટકાવી અને તેની છાનબીન હાથ ધરી હોવાનુ માલુમ પડી રહ્યું છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર વિદેશથી આવેલા કન્ટઈનરો મિસડીકલેર કરી અને તેમા ટેક્ષ ચોરી કરવાના ઈરાદો ગેરકાયદેસર રીતે તેને લાવાવમા આવી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે આ તપાસ હાથ ધરવામ આવી હોવાનુ માલુમ પડી રહ્યું છે. આ અંગે પૂર્વ્‌ કચ્છ એલસીબીના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહીતી અનુસાર તેઓની મળેલી ચોકકસ બાતમીના આધારે મીઠીરોહર જીઆઈડીસીમાં સાત જેટલા કન્ટેઈનરોને તપાસના રડારમાં લેવામા અવ્યા હતા. તેના ડોકયુમેન્ટસની તપાસ કરવામાં આવતા બીલ ઓફ શીપમેન્ટ સહિતના અત્યાર સુધી ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને તેલ એકસરખું જ હોવાનું સામે આવવા પામી રહેયુ છે એટલે હાલતુરંત તો કોઈ મોટી ગેરરીતી માલુમ પડવા પામી નથી પરંતુ જીએસટી બીલો સહિતની ચકાસણીઓ કરવાની હજુ બાકીમાં છે. એ થયા બાદ વધારે આ કન્સાઈનમેન્ટ બાબતે કઈ શકાય તેમ જણાવાઈ રહ્યું છે. 

 

Comments

COMMENT / REPLY FROM