K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મીઠીરોહરમાં લાકડાના સોદામાં પેઢીને બે કરોડનો ચુનો ચોપડાયો 

08 January



નામધારી ટીમ્બર અને વીવીવુડ એલએલપી ડાયરેક્ટર મેનેજરે ૪.૯૩ કરોડના ખરીદ્યા હતા લાકડા 



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ધંધાના સોદામાં અવાર-નવાર છેતરપીંડીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. જેમાં ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં લાકડાના સોદામાં પેઢીને ર કરોડનો ચુનો ચોપડવામાં આવ્યો હતો. 
આ બાબતે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ બનાવ એક એપ્રિલ ર૦રરથી ૩૧ માર્ચ ર૦ર૪ દરમિયાન બન્યો હતો. મીઠીરોહર કમલેશ સેલ્સ કોર્પોરેશન ધરાવતા ફરિયાદી ગાંધીધામના રાજેન્દ્રભાઈ ગીરધરલાલ વીઠલાણીના જણાવ્યા પ્રમાણે આરોપીઓ નામધારી ટીમ્બર પ્રા.લિ.ના ડાયરેક્ટર વઝીરસિંગ મનજીતસિંગ તેમજ મેનેજર ઠાકરભાઈ અને વીવીવુડ એલપીપીના ડાયરેક્ટર હરમીતકૌર વઝીરસિંગ તેમજ મેનેજર સોનુભાઈએ અલગ અલગ સમયે ફરિયાદીની કંપની કમલેશ સેલ્સ કોર્પોરેશન પાસેથી ઈમ્પોર્ટેડ લાકડું રૂા.૪,૯૩,૩૯,૬૯૩ માં ખરીદ્યું હતું. જેમાં ર,૯ર,૪૭,૮૭૯ રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે બાકી નીકળતા ર,૦૦,૯૧,૮૧૪ રૂપિયા પરત આપ્યા ન હતા. વારંવાર માંગણી કરવા છતાં રૂપિયા ન મળતા પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની કલમો તળે ફરિયાદ દાલખ કરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM