K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ટંકારાના હાઈપ્રોફાઈલ જુગારકાંડના તોડબાજ પીઆઈ અગાઉ કચ્છમાં સેવા બજાવી ગયેલા વાય.કે. ગોહીલના પ૧ લાખના તોડમાથી કયા  ‘સાહેબ’ મોટો હિસ્સો લઈ ગયા? : થયો ખુલાસો..!

21 December


ગાંધીધામ : લાખો-કરોડો રૂપિયાના તોડ GUJRAT POLICE એ કર્યા હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. સામાન્ય રીતે તોડ કેસનો ભાંડો ફૂટ્યા બાદ કે પછી તેની તપાસમાં અપવાદરૂપ કેસમાં જ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવાય છે. જેની પાછળનું મુખ્ય કારણ GUJRAT  માં ફરજ બજાવતા સિનિયર પોલીસ અધિકારીઓમાં મોટાભાગના ભ્રષ્ટાચારી જ છે. આવી જ એક ઘટના મોરબી જિલ્લા પોલીસની સામે આવી છે.ટંકારા પોલીસ સ્ટેશન ના ચર્ચાસ્પદ જુગાર કેસમાં કરાયેલા લાખો રૂપિયાના તોડ પ્રકરણમાં આરોપી બનેલા PI  વાય. કે. ગોહિલ નો એક અન્ય અધિકારીએ તોડ કર્યો છે. શું છે સમગ્ર મામલો તેની ચર્ચા પણ તેજ બની જવા પામી છે. પહેલા વાત કરીએ કે શું છે તોડકાંડનો સમગ્ર મામલો ?ગત દિવાળીના તહેવારો પહેલાં ૨૬ ઑક્ટોબરની મોડી રાતે રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી કમ્ફર્ટ હૉટલમાંથી જુગાર પકડાય છે. વાંકાનેર સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર એસ. એચ. સારડા S H SARADA DYSP  પાસેથી ટંકારા પોલીસ નામ જોગ સ્પે. વૉરંટ ૦૯/૨૦૨૪ મેળવી હૉટલમાં ટંકાર પોલીસ પંચો સાથે પહોંચે છે. ટંકારા પોલીસ સ્ટેશનના PI વાય. કે. ગોહિલની રૂબરૂ ૧૦ લોકો સામે જુગારનો કેસ નોંધવામાં આવે છે. ૧૨ લાખ રૂપિયા રોકડા, ૮ મોબાઈલ ફોન, બે ફોર્ચ્યુનર કાર અને પ્લાસ્ટીકના કોઈન મુદ્દામાલ સ્વરૂપે કબજે લેવાય છે. બેએક દિવસમાં જ ટંકારા P I  ગોહિલે જુગાર કેસમાં મોટો તોડ કર્યો હોવાની માહિતી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે. જેના પગલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે P I વાય. કે. ગોહિલને લીવ રિઝર્વમાં અને હેડ કૉન્સ્ટેબલ મહિપતસિંહની બદલી કરવા હુકમ કર્યો હતો.

.......


બાતમી આપનારા અધિકારીએ તોડ નહીં કરવા સૂચના આપી હતી

ગાંધીધામ : સૌરાષ્ટ્રના એક જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને રાજકોટ-મોરબી હાઇવે પરની કમ્ફર્ટ હૉટલમાં મોટા માથાઓ જુગાર રમી રહ્યાં હોવાની બાતમી મળે છે. SDPO ના કાર્યક્ષેત્રની હદ નહીં હોવાથી તેમણે આ માહિતી ટંકારા PIYK GOHIL  ને આપી હતી. માહિતી આપવાની સાથે-સાથે આ પોલીસ અધિકારીએ તેમને તોડ કરી મામલો રફેદફે નહીં કરવા પણ સૂચના આપી હતી.



.........

વાય કે ગોહીલને કચ્છમાં એક શખ્સથી પંગો લેવો મોંઘો પડયો  

આ શખ્સે જ ગૃહવિભાગમાં તોડની બાતમી આપી
ગાંધીધામઃ PI વાય. કે. ગોહિલ અગાઉ કચ્છ જિલ્લામાં નોકરી કરી ચૂક્યાં છે. કચ્છમાં નોકરી દરમિયાન PI  ગોહિલે એક શખ્સ સાથે પંગો લઈ લીધો હતો. મોરબી ટંકારા જુગાર કેસમાં તોડ થયો હોવાની માહિતી આ શખ્સ પાસે પહોંચતા તેણે આ સમગ્ર મામલો ગૃહ વિભાગ સુધી પહોંચાડ્યો. ગૃહ વિભાગે આ મામલે GUJRAT DGP વિકાસ સહાયને તોડકાંડમાં તપાસ કરવાની સૂચના આપતા સમગ્ર મામલો સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય પાસે પહોંચ્યો અને તપાસ શરૂ થઈ.


..........

૫૧ લાખમાંથી ૬૦ ટકા રકમ કયા ‘સાહેબ’ લઈ ગયા ?

ગાંધીધામ : રાત્રિના ૨૩.૧૫ કલાકે જુગારની બાતમી મળતા ટંકારા પોલીસે Wankaner SDPO એસ. એચ. સારડા પાસેથી સ્પે. વૉરંટ મેળવ્યું હતું અને ૨૩.૩૦ કલાકે હૉટલમાં રેડ કરી દીધી હતી. જુગાર કેસમાં લાખોનો તોડ થયો હોવાની માહિતી ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પહોંચતા P I Y K GOHIL  ને બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર કેસનું પિલ્લું વાળી દેવાની ખાતરી આપી એક પોલીસ અધિકારીએ PI ગોહિલ પાસેથી તોડના ૫૧ લાખમાંથી ૬૦ ટકા જેટલી રકમ પડાવી લીધી હોવાની ચર્ચાઓ સામે આવી છે. તોડ પ્રકરણમાં નોંધાયેલા કેસની તપાસ લીંબડી એસડીપીઓ વિશાલ રબારી ચલાવી રહ્યાં છે.PI ગોહિલની ધરપકડ બાદ ‘દૂધનું દુધ અને પાણીનું પાણી’ થશે.

 

Comments

COMMENT / REPLY FROM