K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મુંદરાના રાઘા ગામેથી પસાર થતી નદીમાંથી રેતીચોરીનો પર્દાફાશ : લાખોનો મુદામાલ જપ્ત

19 December


પૂર્વ કચ્છ ખાણખનીના સિનીયર ભુસ્તરશાસ્ત્રી શ્રી પટેલની ખનીજચોરી કરનારા તત્વોની સામેની તવાઈ બરકરાર :૧ લોડર-૧ ડમ્પર સહિતનો મુદામાલ કરાયો કબ્જે : રેતીચોરોમાં ગભરાટ




ગાંધીધામ : કચ્છમાં અલભ્ય ખનીજ સંપદાનો મોટો ખજાનો ધરબાયેલો છે તો વળી અહી રેતી-મોરમ અને માટી પણ વિપુલ પ્રમાણમાં ધરબાયેલી છે. સરકારને અહીથી આ બધાયમાંથી જે પ્રમાણમાં આવક થવી જોઈએ તેનાથી વધુ પ્રમાણમાં માટીચોરો-રેતીચોર-ખનીજ માફીયા બનીને સરકારની તિજજોરી પર ઉઘાડી લુંટ જ ચલાવતા રહે છે. પરંતુ પૂર્વ કચ્છમાં જયારથી ખાણખનિજ વિભાગમાં એન એ પટેલ દ્વારા કાર્યભાર સંભાળ્યો છે વાગડ પટ્ટાથી લઈ અને મુંદરા વિસ્તાર સુધીમાં ખનીજચોરોનું તો જાણે કે અવી જ બન્યુ હોય તેમ સરપ્રાઇજ તવાઈ બોલાવામાં આવી રહી છે અને સરકારની તિજોરીને નુકસાન પહોચાડનારાઓને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યુ હોવા સમાન કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ તો ગત રોજ કંડલા પોર્ટ વિસ્તાર, લાકડીયા સહિતના પટ્ટામાથી દોઢ કરોડથી વધુના મુદામાલને કબ્જે કરી અને ખનીજચોરોને નશ્યત કરવાની સ્યાહી નથી સુકાઈ કે, ફરીથી શ્રી એન એ પટેલની ટુકડીએ મુંદરાના રાઘા ગામેથી પસાર થતી નદીમા તપાસ દરમ્યાન રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરતુ એક લોડર, રેતી ભરવા આવેલ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર ખોદકામની માપણી કરી કસુરદારો સામે નિયમોનુસારના પગલા ભરવામા આવશે. આ કામગીરીમાં માઈન્સ સુપરવાઇઝર શ્રી દીલીપ નકુમ, રોયલ્ટી ઈન્સપેકટર ભરત પટેલ અને સર્વેયર આશિષ પટેલ દ્વરા કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજીત ૪૦ લાખનો મુદામાલ સ્થળ પર પરથી કબ્જે કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનુ જણાવાયું છે.

Comments

COMMENT / REPLY FROM