K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મુંદરામાં ફરી દોઢ કરોડની દાણચોરીયુકત સોપારી ઝડપાઈ

27 November



અગાઉ પણ ચકચારી રહેલા પરવેઝ સુધી રેલો લંબોશે...?

પ્લાસ્ટીક જાહેર કરી અને સોપારી મંગાવાયાના પ્રકરણનો પર્દાફાશ : ૧ કન્ટેઈનર કબ્જે કરાયું : સોપારી દાણચોર તત્વોમાં ફફડાટ

એનસીટીસીના એલર્ટ બાદ મુંદરા એસઆઈઆઈબીએ મને-કમને કન્ટેનરની કરી તપાસ : પ્લાસ્ટીકના નામે સોપારી ઝડપાઈ

ખાટલે મોટી ખોટ : સોપારી દાણચોરીમાં અગાઉ પણ ચકચારી રહી ચૂકેલા, બે વખત ઝોનમાં પણ જેની પર સોપારી દાણચોરીને લગતા કેસ થઈ ચૂકયા છે, ચોરીનો પણ જેના પણ ગુનો દાખલ થયેલો છે તેવા શખ્સે ફરીથી સોપારી દાણચોરીમાં પોત પ્રકાશ્યું, પરંતુ જોવાની અને મજાની વાત એ છે કે, આ શખ્સ ભણી કાર્યવાહી થશે? એ તો અગાઉની માફક જ હાથ ખંખેરી ઉભો રહી જશે, હું તો વેરહાઉસ વારો છું, મને આમા શું ખબર પડે?


ગાંધીધામ : કચ્છમાં કાર્યરત બંદરો પર સ્મગલીંગ યુકત સોપારીનો મોટો જથ્થો સમયાંતરે પડકાતો હોવાની ઘટનાઓ સામે આવવા પામી રહી છે. હજુ તો કાસેઝમાંથી  રોકસોલ્ટના નામે સાડા ત્રણ કરોડની દાણચોરીયુકત સોપારી ઝડપાયાના કિસ્સાની સ્યાહી પણ નથી સુકાઈ કે હવે ફરીથી ગત રોજ રાત્રીના મુંદરામાં સ્મગલીંગ યુકત સોપારીનું વધુ એક કન્ટેઈનર એજન્સીના હાથે ચડી જવા પામ્યુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર મુંદરામાં ગત રોજ એનટીપીસી દ્વારા સ્થાનિક તંત્રને ચોકકસ એલર્ટ આપવામા આવ્યુ હતુ અને તે અનુસાર જ મુંદરા એસઆઈઆઈબીની ટુકડી દ્વારા સબંધિત ચોકકસ બાતમીવાળા કન્ટેઈનર પર વોચ રાખી અને તેને ખોલાવી તપાસ કરવામા આવતા તેમાથી પ્લાસ્ટીકના બદલે સોપારીનો તગડો જથ્થો મળી આવવા પામ્યો હતો. પ્લાસ્ટીકના બદલે સોપારી ઝડપાયાની ઘટનાથી એજન્સી પણ ચોકી ઉઠી હતી તો બીજીતરફ દાણચોરી કરનારા તત્વોમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હતો.આ મામલે મળતી વિગતો અનુસાર પ્લાસ્ટીક ડીકલેર કર્યુ હતુ તો તેમાં સોપારીનો જથ્થો આવી કયાંથી ગયો? જાણકારો કહી રહ્યા છે કે, જો પ્રકરણની કડક અને તટસ્થ તપાસ કરવામા આવશે તો સોપારી દાણચોરીમાં પ્લાસ્ટીકના નામે અગાઉ પણ ભારે ચકચારમાં રહેલ, જેના પર અગાઉ પણ બેથી ત્રણ કેસ થયેલા છે અને એક ચોરીનો પણ કેસ નોધાયેલ છે તેવા પરવેઝ સુધી રેલો ચોકકસથી લંબાઈ શકે છે. હવે જોવાનુ એ રહે છે કે, મુંદરા એસઆઈઆઈબી વિંગ દ્વારા આ કેસમાં કેટલી સત્યદર્શી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. કારણ કે, પરવેઝ સોપારી દાણચોરીના પ્રકરણોમાં અગાઉ પણ બહુચર્ચિત રહી ચૂકયો છે એટલે છટકબારીઓના નુસખા તેને બરાબરના આવડે છે અને આવા કિસ્સાઓમાં પણ તે હાથ ઉંચા કરી અને એજન્સીઓના મોઢે ભ્રષ્ટ ડુચ્ચા ભરાવી અને પોતે બહારનો બહાર જ રહી જાય તો નવી નવાઈ નહી. તે તો કહી દેશે, મને શું ખબર હોય, હું તો વેરહાઉસ વાળો છુ. ઈમ્પોૃટર અને સપ્લાયને ખબર હોય શું મંગાવ્યુ અને શું આવ્યું છે? ખરેખર આવો ખેલ પડી જાય તો નવી નવાઈ નહી તેવુ જાણકારો કહી રહ્યા છે.

...........

 

Comments

COMMENT / REPLY FROM