K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ગાંધીધામની પાંચ પેઢીઓ સામે કરોડોની જીએસટી ચોરીની ફરીયાદ થતા ખળભળાટી : વધુ મોટા ઘટસ્ફોટના વાગતાં ભણકારા...!

13 November



બોગસ બિલીંગ અને જી.એસ.ટી. ચોરીની રૂ.૧૯.રર કરોડની ફરીયાદ : ભારત સરકારના ખાસ નિયુકત પ્બલીકપ્રોસેકયુટર શ્રી અરૂણકુમાર ટંડનની ટીમની કોઠાસુઝ ભરી મહેનત રંગ લાવી

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલના વેપારી આલમમાં આંતરીક રીતે ખળભળાટી સર્જતી વિગતો સામે આવવા પામી રહી છે. આ બાબતે મળતી વધુ વીગતો અનુસાર સંકુલની પાંચ પેઢીઓ સામે કરોડોની જીએસટી ચોરીની ફરીયાદ થવા પામી ગઈ છે અને આ તો હજુ માત્ર પાસેરામાં પુણી સમાન જ હોવાનુ મનાઈ રહ્યું છે. કહેવાય છે કે, આ કેસમાં આગળની કડક અને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામા આવશે એટલે મસમોટા અન્ય ઘટસ્ફોટ પણ થવા પામશે અને કઈકના પગ તળે રેલો લંબાવવા પામી શકે તેમ છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર ભારત સરકારના ખાસ નિયુકત પ્બલીક પ્રોસેકયુટર શ્રી અરૂણકુમાર ટંડન દ્વારા કુલ રૂ.૧૯.૨૨ કરોડ ના જી.એસ.ટી. કૌભાંડ ની ફરીયાદ ગાંધીધામ/અંજાર કોટૅ સમક્ષ નોંધવામાં આવેલ છે. આ કૌભાંડ ની વિગત એવી છે કે ગાંધીધામ જી.એસ.ટી. કમીશનર હેઠળના વિસ્તારમાં કુલ પાંચ બોગસ પેઢીના રજીસ્ટેસન મેળવી બોગસ વેચાણ બિલો આપીને કુલ રૂ. ૧૯.૨૨ કરોડના જી.એસ.ટી. ની ચોરી કરવામાં આવેલ છે. જે અંગે ડાયરેકટર જનરલ જી.એસ.ટી. દ્વારા તપાસ કરવામાં આવેલ અને હકીકતે માલના વેચાણ વગર ફકત બિલો આપીને આ જી.એસ.ટી. ચોરી નું કૌભાંડ કરવામાં આવેલ છે.જે અંગે આકરણી કરતાં કુલ વેરા ચોરી નું ૧૯.૨૨ કરોડ થી વધૂ જણાઈ આવી હતી. જે અંગે સંપૂર્ણ તપાસ અહેવાલ, સંકળાયેલ વ્યકિતઓ, પેઢીઓ ની વિગતો અંગેના નિવેદનો અને આરોપ પત્ર કોર્ટે સમક્ષ રજુ કરવા માં આવેલ છે. મૂખ્ય આરોપી શ્રી લોકેશ કુમાર ગુપ્તા કે, જે મેરઠ (ઉ. પ્ર. ) ના રહેવાસી છે. તે દ્વારા ગાંધીધામ ખાતે પાંચ અલગ/અલગ પેઢી ની નોંધણી કરાવી. કુલ રૂ. ૧૯.રર કરોડ નું કૌભાંડ કરેલ હોવાનુ ફલિત થવા પામ્યુ છે. આ ફરીયાદ જી.એસ.ટી. એકટ ની કલમ ૧૩૨ (૧) (બી) (સી),૧૩૨ (૧) (ૈ), ૧૩૨ (૫) મુજબ નોધવામા આવેલ છે. આ ગૂના માટે પાંચ વષૅ ની સખ્ત કેદની સજા ની જોગવાઈ છે.આ કાયૅવાહી દરમ્યાન સ્પેશિયલ પબ્લીક પ્રોસેકયૂટર શ્રી અરૂન કુમાર ટંડન સાથે વિનોદ ટંડન એડવોકેટ ખાતે વીની બેન ચાદ એડવોકેટ હાજર રહયા હતા.બીજીતરફ જે પાંચ પેઢીની સામે ફરીયાદ થવા પામી છે તેઓના ટેલિફોનીક સંપર્ધ સાધવાનો પ્રયાસ તેમના ફોન કવરેજ બહાર જ આવતા હોવાથી વિફળ નીવડયો હતો.

.................

- તો ગાંધીધામમાંથી દેશવ્યાપી 
૧પ૦ કરોડના કૌભાંડનો થશે પર્દાફાશ

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છના ગાંધીધામ સંકુલમાથી પાંચ જેટલી અલગ અલગ પેઢીઓની સામે ૧૯ કરોડની જીએસટી ચોરીની ફરીયાદ થવા પામી છે તેમાં મુખ્ય સુત્રધાર હાલના સમયે ફરાર હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામ એકમાત્રમાં જ આ શખ્સે ૧૯ કરોડનો સરકારને ચુનો લગાડી દીધો છે એટલુ માત્ર જ નથી પરંતુ ગુજરાત અને દેશભરમાં અલગ અલગ ૧૪થી વધુ બોગસ પેઢીઓ  ખોલી અને ઓછામાં ઓછુ ૧પ૦ કરોડનું જીએસટી ચોરીનું કૌભાંડ આ મહાઠગે આચરી દીધુ છે. જો ગાંધીધામવાળા કેસમાં જ જીણવટભરી તપાસ હથ ધરાવમા આવશે તો ૧પ૦ કરોડના મોટા કૌભાંડનો ખુલાસો થઈ શકે તેવી આશંકા દર્શાય છે.

......................



કચ્છ-ગાંધીધામ સંકુલના મળતીયાઓ કોણ? આ ૪ ક્ષેત્રોના
સ્થાનિકનાઓની સંડોવણીઓ ખુલે તો ફરીયાદ થવી ઘટે..!



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જીએસટીને લગતી ર૦ કરોડની ચોરીની ફરીયાદ નોધાવવા પામી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, જો ઉંડી તપાસ કરવામા આવે તો સ્થાનિકના કયા કયા મળતીયાઓએ મદદ કરી છે? ૧પ૦ કરોડનું દેશવ્યાપી કૌભાંડ આચરનાર શખ્સ તો ફરાર છે પરંતુ ગાંધીધામમાં પણ જયારે આ કાંડને અંજામ અપાયો છે તો અહી સ્થાનિકે ચોકકસથી મદદ કરાઈ હશે. જાણકારો કહી રહ્યા છે કે, મુખ્ય સુત્રધારને ૧. લોકલ કયા કયા વેપારીઓએ ફાયદો લીધો તેમના નામો બહાર આવવા જોઈએ, તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ ર. જેઓએ ઓફીસો સહિતની ગોઠવણીઓ કરી તેમની સામે કાર્યવાહી ૩. જે ચાર્ટડ એકાઉન્ટન્ટનુ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેના નામે ખુલવા જોઈએ ૪. તથા જે કોઈ ટ્રાન્સપોટરે બીલ-ટીઓ સહિતની વ્યવસ્થાઓ કરી આપી હોય તે બધાની તપાસ થાય અને તથ્ય આવે તો તેમની સામે પણ ફરીયાદ થવી જ ઘટે.


...............


કઈ પેઢી સામે થઈ ફરીયાદ?

ક્રમ           પેઢી નું નામ                 કરચોરી ની રકમ
૧             જી. ટી. ટ્રેડલીંક                  ૧.૭૦ કરોડ
૨             ગીતા એન્ટરપ્રાઈઝ              ૧.૪૨ કરોડ
૩             મારૂતી એન્ટરપ્રાઈઝ           ૪.૨૪ કરોડ
૪              શીવ ટ્રેડેંસ                         ૭.૪૨ કરોડ
૫              ગોયલ એન્ટરપ્રાઈઝ             ૪.૪૮ કરોડ
                કુલ                              ૧૯.૨ કરોડ

Comments

COMMENT / REPLY FROM