K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

લાકડિયાની ખરતાળ વાંઢમાંથી ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરનાર બે પકડાયા 

09 November


સોલાર પ્લાન્ટમાંથી કોપર-એલ્યુમિનિયમ વાયર તેમજ લોખંડનો ભંગાર ચોરાયો હતો 

રાપર : તાલુકાના લાકડિયા ખાતે આવેલ ખરતાળ વાંઢ સીમ સર્વે નં.૧૧૯૪ મા ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં બે શખ્સો પકડાયા બાદ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ બિહારના અને હાલે લાકડિયામાં રહેતા અને ઈલેકટ્રીક ઈજનેર રવીસ યોગેન્દ્ર પાંડેના જણાવ્યા પ્રમાણે જીએસઈસીએલ સોલાર પ્રોજેક્ટનું સંચાલન કરતી માધવ ઈન્ફ્રા પ્રોજેક્ટ લિ.મી. કંપનીની બાઉન્ડ્રી બંધ જગ્યામાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ર૭ જૂનથી ૬ નવેમ્બર દરમિયાન ચોરી કરી હતી. ૪૭૭૩ મીટર કોપર વાયર કિં.રૂા.૧,૮૧,૩૭૪ તથા પ૦ મીટર એલ્યુમિનિયમ વાયર કિંમત રૂા.રપ૦૦ તથા લોખંડનો ૧૦૦ કિલો ભંગાર કિં.રૂા.૬,પ૦૦ મળી ૧,૯૦,૩૭૪ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કોપર કેબલ અને કનેકટર કાપીને નુકશાન કરવામાં આવ્યું હતું. પોલીસે સચિન ઉર્ફે સુરેશ ચેતન કોલી અને હિતેશ નરશી કોલીની ધરપકડ કરી પુછપરછ કરતા ગુનાની કબૂલાત અપાઈ હતી. જેથી બન્ને સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં કામ પૂરું થયા બાદ માણસો બીજા પ્લાન્ટમાં રોકાયા હતા. વરસાદ બાદ પ્લાન્ટના સ્થળે ઘાસ ઉગી નીકળતા સફાઈ માટે સચિનને રાખ્યો હતો જેણે ચોરી કરી હતી. પોલીસને આગળની તપાસ હાથ ધરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી કંપની, પવનચક્કીમાં થતી ચોરીમાં પોલીસ દ્વારા ભેદ ઉકેલી લેવામાં આવે છે, પરંતુ મોટા ભાગની ઘરફોડ ચોરી, મંદિર ચોરીમાં આરોપી પકડાતા નથી. વાગડ વિસ્તારમાં એક સાથે ૯ મંદિરોને અભડાવવામાં આવ્યા છે. અંજારના સાપેડા, ગાંધીધામના ખારીરોહર સહિતના વિસ્તારમાં દિવાળીના રજાઓ દરમિયાન ચોરીની ઘટના બની છે. ભુજમાં દિવાળી પૂર્વે આરટીઓમાંથી અઢી લાખની ચોરી થઈ હતી. આવા તો અનેક બનાવો છે. કેબલ ચોરોને પકડી પાડવામાં બાહોસ કહેવાતી પોલીસ લોકોના ઘર અને ધાર્મિક સ્થળોને નિશાને બનાવતા શખ્સોને પકડી પાડવામાં એટલી જ નિષ્ક્રીય છે.

 

Comments

COMMENT / REPLY FROM