K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મુંદરામાં ઘરમાં ઘૂસીને પૂર્વ સરપંચને માર મરાતા ચકચાર

26 October


મુંદરા : શહેરમાં જુની પોસ્ટ ડેલી ખાતે પૂર્વ સરપંચને માર મારવામાં આવતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસર પોતાના ઘરે હતા ત્યારે બે જણા આવ્યા તે પૈકી એક જણાએ ધર્મેન્દ્ર જેસરના ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી બેલ વગાડતા તેઓ આવ્યા અને બોલાચાલી કરી ધકબુશટનો માર માર્યો હતો. જતા જતા ધમકી પણ આપી હતી. ધકબુશટનો માર મારનાર શખ્સ સાથે આવેલ અન્ય એક વ્યક્તિ પાઈપ લઈને આવ્યો હતો. માર માર્યા બાદ બન્ને જણા નિકળી ગયા બાદમાં શેરીમાં લોકો ભેગા થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવ બાદ ધર્મેન્દ્ર જેસર મુંદરા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવવા અરજી આપી છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસમાં હજુ ફરિયાદ દાખલ થઈ નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર મુદ્દો ચર્ચાના સ્થાને છે.

Comments

COMMENT / REPLY FROM