K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ગેઇમ્સના પૂર્વ તબીબી છાત્રો દેશના ભવિષ્યની ધરોહર

15 October



ભુજ અદાણી મેડિકલ કોલેજમાં પૂર્વ મેડિકલ વિદ્યાર્થીઓનું એલુમ્ની મિલન મળ્યું : ગુજરાત અને બહારથી છાત્રો થયા સામેલ

ભુજ : પૂર્વ વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક તરોતાઝા રાખવા અને તેમના જ્ઞાનનો લાભ વર્તમાન છાત્રોને તેમજ કોલેજને પ્રાપ્ત થાય એ હેતુસર અદાણી મેડિકલ કોલેજમાં વર્ષ ૨૦૦૯થી અત્યાર સુધી અભ્યાસ કરી ગયેલા તબીબી સ્ટુડન્ટસનું એક મિલન એલુમ્ની સ્વરૂપે અત્રે ભુજ ખાતે મળ્યું હતું, જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી ઉપસ્થિતિ દરેક પૂર્વ છાત્રોને તબીબી જગત માટે દેશના ભવિષ્યની ધરોહર ગણાવાયા હતા.મેડિકલ કોલેજમાં સતત બે દિવસ ચાલેલા અનેકવિધ સાંસ્કૃતિક ઓરા કાર્યક્રમ બાદ આયોજિત પૂર્વ નિર્ધારિત એલુમ્ની મીટ કાર્યક્રમમાં અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડો.પંકજ દોશીએ પૂર્વ છાત્રોને કોલેજનું ભવ્ય પ્રતિબિંબ ગણાવી તેમના સુંદર ભવિષ્ય માટે શુભકામના વ્યક્ત કરી હતી. ગેઇમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈએ જી.કે.હોસ્પિટલ હવે અદ્યતન દિશા તરફ ઝડપથી પ્રગતિ કરે છે તેવું જણાવી અત્યાર સુધી થયેલ પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો. જ્યારે મેડિ.સુપ્રિ.ડો. નરેન્દ્ર હિરાણી અને ડીન ડો.એ.એન.ઘોષે પોતાના સમયકાળમાં યોજાયેલી આવી મિટ અંગે સંસ્મરણો વાગોળ્યા હતા. પ્રારંભમાં વર્ષ ૨૦૦૯ની બેચના અને એસો.ના પ્રેસિડેન્ટ ડો.રિચા ઐનાનીએ સ્વાગત પ્રવચનમાં પૂર્વ છાત્રોના સર્વાંગી વિકાસમાં કોલેજના યોગદાનની સરહાના કરી હતી. તો બીજી તરફ ઉપસ્થિત તમામ પૂર્વ છાત્રોએ યાદો વાગોળી હતી અને અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. એસો.ના જોઇન્ટ સેક્રેટરી કેતવ દસ્લાનીયા દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આભાર દર્શન વાઈસ પ્રેસિડેન્ટ રુશી રબારીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એલુમ્ની એસો.ના હોદેદારો ડો.શિલ્પા સૂપેકર, ડો.મોનાલી જાની  સહિત સમગ્ર વહીવટી સ્ટાફે જહેમત લીધી હતી. સંચાલન ઇન્ટર્ન મનાંગ ખોખરીયા અને આયુશી વિરાણીએ કર્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM