K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ભુજમાં ભયજનક ઈમારતને તોડવાની કામગીરીમાં નિયમોનો ઉલાળીયો 

13 October



દિવાળીના પર્વ ઉપર આ વિસ્તારમાં ટ્રાફીકથી ધમધમતો હોય છે છતાં  કોઈ પણ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા વગર ઈમારતને તોડવાની કામગીરીથી રાહદારીઓ - વાહન ચાલકો પર ઝળુબતું જોખમ : શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગ સ્ટેશન રોડ પર ચાલી રહેલી જોખમી કામગીરી સામે જવાબદાર તંત્રનું વલણ ઉદાસીનઃ કચ્છ કલેકટર, પ્રાંત, ભાડા, પોલીસ સહિત વહીવટી તંત્ર હાજર હોવામાં શહેરના ટ્રાફીક વાળા વિસ્તારમાં નિયમની અનદેખી કરાઈ



ભુજ : વર્ષ ર૦૦૧માં કચ્છ જિલ્લામાં આવેલા મહાવિનાશકારી ભૂકંપ બાદ કચ્છમાં મોટી ઈમારતોના બાંધકામ પર રોક લગાવવામાં આવી છે, પરંતુ જિલ્લા મથક ભુજમાં હજુય અનેક ભયજનક ઈમારતો લોકો માટે જોખમરૂપ બની અડીખમ ઉભી છે. તેને તોડા તંત્ર કવાયત હાથ ધરાઈ છે. તાજેતરમાં ભુજ સ્ટેશન રોડ ઉપર સ્ટેટ બેંક ઓફ ઈન્ડયાની બાજુમાં ટ્રાફીક વાળા વિસ્તારમાં બિલ્ડીંગ તોડવાનો કામ સામે નારાજગી ફેલાઈ છે. આ બિલ્ડીંગ તોડવામાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી ન હોવાથી અહી પસાર થતા રાહધારીઓને ચિંતા પસરી છે. અહી પસાર થતા કોઈ ઘટના બનશે તો જવાબદારી ઉદાશીન તંત્રની રહેશે. ભૂકંપ વખતે ભુજ સહિત કચ્છમાં અનેક બહુમાળી ઈમારતો ધ્વશ થઈ હતી. આ ઉપરાંત કેટલીક બિલ્ડિગોને વ્યાપક નુકશાન થયું હોવાથી ભયજનક શ્રેણીમાં મુકવામાં આવી છે. આવી ઈમારતોને તોડી પાડવાનો અનેક વખત નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે, પરંતુ કોઈ કારણોસર કે રાજકીય દબાણના કારણે ઈમારતો આજે પણ લોકો માટે ભયજનક બની ઉભી છે. તેવામાં ભૂકંપ વખતે નિર્માણધાન ભુજના સ્ટેશન રોડ પર અઢી દાયકાથી ઉભેલી બહુમજલા ઈમારતના સ્ટ્રકચરને તોડવાની કામગીરી હાલે ચાલી રહી છે, જે આવકાર બાબત છે. બે માળથી વધુની ઈમારતોના બાંધકામ પર રોડ લાગી જતાં અઢી દાયકાથી અધુરી રહી ગયેલ સ્ટેશન રોડ પર એસબીઆઈને લગોલગ આવેલી નિર્માણાધીન ઈમારત તોડવાની કામગીરીમાં નિયમોની અનદેખી થઈ રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.ઉંચી ઈમારતને તોડવાની કામગીરીમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. માત્ર પડદાઓની આડસ ઉભી કરી તોડફોડ કરવામાં આવી રહી છે, જેથી મલબો ટ્રાફિકથી સતત ધમધમતા સ્ટેશન રોડ પર પડી રહ્યો છે. બિલ્ડિંગ આસપાસના અમુક વિસ્તારને કોર્ડન કરી જોખમી રીતે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં કોઈ મોટો અકસ્માત ગમે ત્યારે સર્જાઈ શકે છે તેવી ભીતિ આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. લોકોની સતત અવર જવર ધરાવતા માર્ગ પર મલબો નીચે ન ખાબકે તેવી યોગ્ય વ્યવસ્થા ગોઠવી કામગીરી થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે. કલેકટર, ભુજ પ્રાત, ભાડા, નગરપાલિકા, પોલીસ તંત્ર દ્વારા નિયમોની ચૂસ્ત અમલવારી કરવામાં આવે તે ઈચ્છનીય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM