K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છ સહિતના રેન્જના જિલ્લાઓમાં કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગ ઝડપાઈ

07 October




સોલાર પ્લાન્ટના ઈન્વર્ટરમાંથી કરાતી હતી વાયરની ચોરી : પાટણમાં ૭.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરાયો : ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી બે ચોરીની પણ આપી કબુલાત

ભુજ : કચ્છ તેમજ બોર્ડર રેન્જમાં આવતા પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ સોલાર પ્લાન્ટના ઈન્વર્ટરમાંથી કોપર વાયરની ચોરી કરી તરખાટ મચાવનાર કુખ્યાત ડફેર ગેંગને ઝડપી લેવામાં આવી હતી. કુલ્લ ૧૭ ગુનાનો ભેદ ઉકેલી ૭.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 
આ બાબતે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ તથા આજુબાજુના જીલ્લાઓના ગામડાઓની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અવાર નવાર ઇન્વેટર કોપર વાયરની ચોરીના બનાવો બનતા હોઇ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલેે વણશોધાયેલ ગુના શોધી કાઢવા એલ.સી.બીને સુચના આપતા બાતમીના આધારે શંકાસ્પદ લોકોને ઉઠાવી પુછપરછ કરતા કબુલાત કરેલ કે, છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન ગેંગ બનાવી પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અનેક વખતે ચોરીઓ કરી છે. ગેંગના લોંગભાઇ તૈયબભાઇ 
પુનાભાઇ ભટ્ટી (સિન્ધી), ઇકબાલ હબીબખાન મલેક (સિન્ધી-ડફેર), જાકીરભાઇ લધાભાઇ મહમંદભાઇ ભટ્ટી (સિન્ધી-ડફેર), શેરખાન અલુખાન લધાભાઇ ભટ્ટી (સિન્ધી-ડફેર)ની સાથે મુદામાલ રીસીવ કરનાર સંજયભાઇ છનાભાઇ મનાભાઇ પટણી, શૈલેષભાઇ ઇશ્વરભાઇ શંકરભાઇ પટણી, પાર્થ ઉર્ફે કાળુ રાજુભાઇ ચેલાભાઇ પટણી, સુનીલભાઇ નારણભાઇ રત્નાભાઇ 
પટણીની અટક કરવામાં આવી હતી જયારે પકડવાના બાકી 
આરોપીઓમા કરીમભાઇ હકિમભાઇ ભટ્ટી, રહીમભાઇ રમજાનભાઇ ભટ્ટી, નજીર મામદ ઉર્ફે ટીંડાભાઇ સક્કરભાઇ ભટ્ટી, સોફરાબખાન સાલેમહમંદ ભટ્ટી, સાલેમહમંદ તૈયબભાઇ ભટ્ટી, સાજનભાઇ તમાચીભાઇ ભટ્ટી, અલ્લાઉદીન તૈયબભાઇ ભટ્ટી, જુમ્માભાઇ રમજાનભાઇ ભટ્ટી, રમજાનભાઇ શેરમહમંદ ભટ્ટી, શાહરૂખ હુસેનભાઇ ભટ્ટી, ઇકબાલ જશરભાઇ ભટ્ટીને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા છે. 
આરોપીઓએ ચોરીથી મેળવેલ મુદ્દામાલ પાટણ તથા વારાહી મુકામે આવેલ વાસણની દુકાનમાં - ભંગારીયાઓને વેચાણ કરેલ છે. પુછપરછ દરમ્યાન માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી બે ચોરીની કબુલાત આપવામાં આવી હતી. મુખ્ય આરોપી લોંગ ભટ્ટી ૩૦ થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. પોલીસે મુદ્દામાલ રિકવર કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. 
 

Comments

COMMENT / REPLY FROM