K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

નખત્રાણા બસ સ્ટેશન પાસે પવનચક્કીના પાંખડાએ રેસ્ટોરન્ટનો છજો તોડ્યો 

20 September


નખત્રાણા : શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા ભારે વાહનો હવે યાતના આપી રહ્યા છે. ટ્રાફિકજામની સમસ્યાથી સૌ કોઈ કંટાળેલા છે. તેવામાં મોડી રાત્રે પસાર થયેલા પવનચક્કીના પાંખડાએ રેસ્ટોરન્ટનો છજો તોડી નાખ્યો હતો. પવનચક્કીના પાંખડાને લઈ જતુ મહાકાય ટ્રેઈલર ગત મોડી રાત્રે હાઇવે પરથી પસાર થયું એ દરમિયાન બસ સ્ટેશન સામે આવેલ લક્ષ્મી વિલાસ રેસ્ટોરેન્ટની દુકાનમાં નુકસાન પહોંચાડતાં દિવાલ પડી જવા સાથે બોર્ડ જમીન દોસ્ત થયા હતા. રાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં શટરમાં વાહન ભટકાવી અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું દુકાનદાર દિનેશભાઈ ચૌહાણે જણાવી કહ્યું કે, અવારનવાર મોટા વાહનો કાબુ ગુમાવતા નુકસાન પહોંચાડતા હોય છે. સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે વહેલી સવારે આ ટ્રાન્સપોર્ટના ચાલકની ધરપકડ કરી કાર્યવાહી કરી હોવાનું જમાદાર પિંકરાજસિંહ સોલકીએ જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM