K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છમાં ભેદી રોગચાળાના નિયંત્રણ માટે કોઈ કચાસ રહેશે નહીં : શ્રી હર્ષદ પટેલ

12 September




રાજ્યના આરોગ્ય કમિશ્નરશ્રી, મેડીકલ સર્વિસ-મેડીકલ એજયુકેશન તથા  કચ્છના પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સ્થિતિની સમીક્ષા માટે પહોંચ્યા કચ્છ : ભુજમાં જિલ્લા વહિવટી અને આરોગ્ય અધિકારીઓ પાસેથી મેળવ્યો પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર : અટકાયતી પગલાંઓને વધુ અસરકારક બનાવવા આપ્યા જરૂરી દિશાનિર્દેશ : જિલ્લાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ કરશે જાત નિરીક્ષણ 


રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના નિર્દેશ અનુસાર લખપત અને અબડાસા તાલુકામાં પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ વધારાઈ : દર બે ગામ વચ્ચે એક નિષ્ણાંત તબીબે સહિત પેરા મેડિકલ સ્ટાફ નિદાન - સારવાર માટે રહેશે તૈનાત : માતાનામઢમાં આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા : જિલ્લા બહારની આરોગ્ય ટીમોના કચ્છમાં ઉતર્યા ધાડા



ભુજ : પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ફેલાયેલો ભેદી રોગચાળાના કારણે જિલ્લા અને રાજ્યનું આરોગ્ય તંત્ર અટકાયતી પગલાંની કવાયતમાં જોતરાઈ ગયું છે. ચોમાસુ વરસાદ બાદ અચાનક જ ભેદી બિમારીએ માથુ ઉંચકતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આરોગ્ય સેવા ક્ષેત્રે પછાત ગણાત લખપત અને અબડાસા પંથકમાં ૧૭ લોકોના મોતથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગઈકાલે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ, કચ્છ પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આજે  રાજ્યના આરોગ્ય સચિવ હર્ષદ પટેલ કચ્છ આવી પહોંચ્યા હતા. ભુજમાં જિલ્લાના વહિવટી અને આરોગ્ય અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ તેઓ અસરગ્રસ્ત લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે. રાજ્યના આરોગ્ય સચિવ હર્ષદભાઈ પટેલે જિલ્લા કલેકટર અમીતભાઈ અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર. ફુલમાલી, આરોગ્ય વિભાગના નાયબ નિયામક ચેતન કતીરા ઉપરાંત વહીવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની વિગતો મેળવી હતી. તેમણે અટકાયતી પગલાંને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.  ગત ૩જી સપ્ટેમ્બરથી મોતનો વણથંભ્યો સિલસિલો શરૂ થતાં આરોગ્ય તંત્રએ અટકાયતી પગલા માટે દોડધામ શરૂ કરી હતી. એક પછી એક મોતના સિલસિલાથી રાજ્ય સરકાર અને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ કચ્છ દોડી આવી સ્થિતિની સમીક્ષા કરી છે. લખપત અને અબડાસા તાલુકામાં પ્રાથમિક આરોગ્યની સુવિધા વધુ સુદ્રઢ કરવામાં આવી છે. રોગના અટકાયતી પગલાં માટે સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિષ્ણાંત તબીબોથી માંડી પેરા મેડિકલ સ્ટાફની સંખ્યા વધારી દેવામાં આવી છે. રાજ્યના આરોગ્ય સચિવે બંને તાલુકામાં પ૦ તબીબો અને પેરા મેડિકલની ટીમોને તૈનાત કરવા આદેશ કર્યો છે. દર બે ગામ વચ્ચે એક એમબીબીએસ ડોકટરની સેવા ઉપલબ્ધ કરાવવા કવાયત આદરી દેવામાં આવી છે. આ ઉપરાંત લોકો સામાન્ય તાવ, શરદી જેવા લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાના બદલે આરોગ્ય કેન્દ્ર પર નિદાન - સારવાર માટે પહોંચે તે દિશામાં લોક જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના હેઠળ લખપત અને અબડાસામાં આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. માતાનામઢ ખાતે ૩૦ બેડની અને નલિયામાં રપ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં જિલ્લા બહારથી આરોગ્યની ટીમોના ધાડા ઉતારવામાં આવ્યા છે. ફિલ્ડ સ્ટાફ દ્વારા ડોર ટૂ ડોર સર્વે ઉપરાંત આરોગ્ય કેન્દ્ર પર ઓપીડી અને ઈમરજન્સી સેવાને વધુ સુદ્રઢ કરી દેવામાં આવી છે. નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર કલાસ -૧ના એક અને કલાસ -રના બે નિષ્ણાંતોને પ્રતિનિયુક્તિ સાથે મુકવામાં આવ્યા છે. જામનગર, બોટાદ ઉપરાંત ભરૂચથી આરોગ્યની ટીમો કચ્છ આવી પહોંચી છે. નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગઈકાલે ફિવરના ૪૩ જયારે તાવ શરદીના ર૪ કેસ સામે આવ્યા હતા. શંકાસ્પદ લક્ષણો ધ રાવતા દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભેદીરોગ એક ચોક્કસ સમુદાયમાં વ્યાપક હોવાથી સામાન્ય બિમારીમાં જ દર્દી નિદાન માટે આરોગ્ય કેન્દ્ર પર પહોંચે તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે.

Comments

COMMENT / REPLY FROM