K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છમાં તસ્કરોનો તરખાટ : બાહોશ કહેવાતી પોલીસ ઘૂંટણીયે

02 September



કોઠારામાં ત્રણ દુકાનના તાળા તુટ્યા : ભુજમાં વકીલના ઘરમાંથી ૧.૯૬ લાખની તસ્કરી : ભુજ, અંજાર અને આદીપુરમાંથી બાઈક ઉઠાવી જવાઈ : મેઘપર કુંભારડીમાં બંધ ઘરમાંથી પોણા લાખના રોકડ - દાગીના સેરવાયા


ભુજ : કચ્છ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. બાહોશ કહેવાતી પોલીસ તેની સામે સાવ ઘુંટણીયે આવી ગઈ છે. વાડીઓ અને પવનચક્કી સાઈડમાંથી કેબલ ચોરીની ઘટનાઓ તો વધી છે, સાથે વાહન ચોરી, મંદિર ચોરી, ઘરફોડ ચોરીના વધતા કિસ્સાઓ સામે ડીટેક્શન સાવ ઘટી ગયું છે. અવારનવાર આ બાબતે રજુઆતો કરવા છતાં કાર્યવાહીમાં કોઈ ઝડપ આવતી નથી. જેના કારણે લોકોનો વિશ્વાસ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. અગાઉ જયારે કેમેરા ન હતા, ત્યારે પોલીસ બાતમીદારોની મદદથી ચોરીના ગુના ઉકેલી લેતી હતી. જો કે હાલમાં તો ટેકનીકલ સર્વેલન્સ, મોબાઈલ ડેટા, કેમેરા સહિતના આધુનિક સાધનો હોવા છતાં તસ્કરો સુધી પહોંચવામાં પોલીસ પાંગળી પુરવાર થઈ રહી છે. અબડાસા તાલુકાના કોઠારા ગામમાં વરસાદ બાદ પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. માંડ માંડ સ્થિતિ થાળે પડી છે, ત્યાં હવે ચોરીની ઘટના નોંધાઈ છે. રવિવારે રાત્રે સાડા દસ વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં ગામમાં આવેલી ત્રણ દુકાનોમાંથી ચોરી થઈ હતી. ફરિયાદી મોસીન આમદ કુંભારના જણાવ્યા પ્રમાણે તેમની મોબાઈલની દુકાનના પતરા તોડી અંદર પ્રવેશી ૧૮ હજારના ત્રણ મોબાઈલ, ૮૦૦ રૂપિયાના બે બ્લુટુથની ચોરી થઈ હતી. જયારે સાહેદ નીલેશ દીપકવન ગોસ્વામીની પાન સેન્ટરની દુકાનના પતરા તોડી ગલ્લામાંથી રોકડા રૂા. ૧ હજાર જયારે હીરેન વસંતભાઈ કતીરાની શાકભાજીની દુકાનના તાળા તોડી ગલ્લામાંથી રોકડા રૂા. ૧પ૦૦ મળી કુલ્લ રૂા. ર૧૩૦૦ ના મુદ્‌ામાલની ચોરી થતા કોઠારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 
જયારે ભુજમાં વીડી હાઈસ્કૂલની સામે ઓરીએન્ટ કોલોનીમાં રહેતા વકીલના ઘરે ખાતર પાડયું હતું. રવિવારે બપોરે વકીલ પરિવાર સાથે કોટુંબીક મામાના ઘરે જમવા ગયા એ દરમ્યાન બપોરે ૧ થી ર.ર૦ દરમ્યાન ચોરી થઈ હતી. ફરિયાદી વકીલ મલહાર દર્શકભાઈ બુચના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમે ધોળા દિવસે તેમના ઘરમાં ઘૂસી કબાટમાં રાખેલા રોકડા રૂા. ૧.૪૬ લાખ તેમજ સોનાની પ૦ હજારની બે બંગડી મળી ૧.૯૬ લાખનો મુદ્દામાલ સેરવી લીધો હતો. જે અંગે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.દરમ્યાન અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે ગોપાલ પાર્કમાં રહેતા ફરિયાદી ભરતભાઈ તુલસીભાઈ સોલંકી બહાર ગામ ગયા એ દરમ્યાન બંધ ઘરમાંથી ચોરી થઈ હતી. કોઈ શખ્સોએ ઘરનો દરવાજો તોડી રોકડા રૂા. ૩ર૦૦૦ તેમજ ૪૬પ૦૦ ના ઘરેણા ઉઠાવી લીધા હતા, જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આ તરફ અંજારના મફતનગરમાં ફરિયાદી વિશાલ નવીનભાઈ જયપાલે પાર્ક કરેલી ૩પ હજારની હોન્ડા સાઈન બાઈક નંબર જી.જે.૧ર.ઈક્યુ ૪૧૯૪ ચોરાઈ ગઈ હતી. જયારે આદીપુરમાં ડીસી-પ સોસાયટીમાં પ્લોટ નં. ૭૮૭ માં રાખેલ રાજેશ બાબુભાઈ રાજપરાની ૩૦ હજારની બાઈક નંબર જી.જે.૦૩ એચએમ ર૦૪૪ વાળી હંકારી જવાઈ હતી. ભુજમાં હોસ્પિટલ રોડ પર ડો. મુકેશ ચંદેની હોસ્પિટલ પાસે ફરિયાદી સુરેશભાઈ રાજેશભાઈ મહેશ્વરીએ પાર્ક કરેલી બાઈક નંબર જી.જે.૧ર ડીપી ૬૦પ૩ કિંમત રૂા. ૧પ હજારની ચોરી થતા ગુનો દાખલ કરવામાં 
આવ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM