K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

માંડવી ૨૦ કલાકમાં ૧૨ ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયું

27 August




માંડવી : શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે સાતમની મોડી રાત્રીથી અવિરત વરસાદથી જળ બમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે, ભીડ, આઝાદચોક, બાબાવાડી, લાકડા બઝાર, રામેશ્વર ઝૂંપળપટી સહીત વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલકી વેઠવવી પડી રહી છે. ટોપણસર તળાવ અગાઉથી જ ભરાયેલો હોઈ નાલાના પાણી રોડ ઉપર ફરી વળતા બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. માંડવી શહેરમાં પડી રહેલા વરસાદને પગલે નીચાણ વાળા માધવ નગર, મેઘમંગલ નગર અને પં. દિન દયાળ નગરમાં વરસાદી જળ ભરાવ ન થાય તે માટે ચાર ડી વોટરિંગ પંપ તૈનત રાખવામાં આવેલ છે. તદુપરાંત માધવ નગર મધ્યે વરસાદી પાણી નિકાલ માટે પંપ પણ ચાલુ છે. તેમજ મકાન અને વૃક્ષ ધરાયશયની ઘટના બને તો જે. સી. બી., લોડર, ટ્રેક્ટર જેવા વાહનો સાથે કર્મચારીઓ ફરજ પર હાજર રાખવામાં આવેલ છે. તેવી માહિતી નગર સેવા સદનના અધ્યક્ષ હરેશભાઇ વિંઝોડાએ આપેલ. 
માંડવી નગરપાલિકા દ્વારા આપાત કાલની સ્થિતિમાં ટિમો અલર્ટ રખાઈ હોવાનું નગરપતિ હરેશ વિંઝોડાએ જણાવ્યુ હતું.ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ અતિ ભારે વરસાદની ૨૯ તારીખ સુધીની આગાહીને પગલે નાગરિકોને બિન જરૂરી ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી હતી. માંડવી નજીક અનેક ભેસો નદીમાં તણાઈ હતી. રૂકમાવતી નદી જોશભેર વહી નીકળી હતી બિદડાથી ભાવેશભાઈ સંઘાર, કોડાયથી કૃપાલ ગઢવી, લાયજા, ભીંસરા, પાંચોટીયાથી મુરજીભાઈ ગઢવીના જણાવ્યા મુજબ જોશભેર વરસાદના આગમનથી ગામોના તળાવો, ચેકડેમો ફરીથી ઓગની ગયા હતા. સાથે ગામના છેલાઓ પણ જોશભેર વહી નીકળ્યા હતા સતત વરસી રહેલા વરસાદના લીધે લોકો પોતાના ઘરોમાજ બેસી રહ્યા હતા. ભારે વરસાદના લીધે રાત્રી મટકીફોડના કાર્યક્રમો મુલત્વી કરાયા હતા.

Comments

COMMENT / REPLY FROM