K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ગઢશીશા વિસ્તાર અણધારી મેઘમહેરથી પાણી-પાણી 

27 August



ગઢશીશા વિસ્તારમાં ચૌદ કલાકમાં સરેરાશ દસ ઈંચ મેઘમહેર


વાડી વિસ્તારમાં બાંધા અને બંધપાળા ધોવાયા : ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં કપાસના પાકને નુકશાનીની ભીંતી : અણધારી મીઠડી મેઘમહેર રામમોલ પાકને થશે આશીર્વાદરૂપ સાબિત : ગઢશીશાથી દેવપર રોડની સાઈડો ધોવાયાની સાથે દેવપર ગામમાં પ્રવેશતા આવેલ  પુલીયો ધોવાઈ ગયો : દેવપર અને ગઢશીશાનો સંપર્ક કપાયો : નદીઓ બે કાંઠે થવાની સાથે ગામે- ગામના તળાવો-ચેકડેમો પુનઃછલકાયા : અવિરત મેઘકૃપાથી કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ બેવડાયો : ભારે વરસાદથી એકાદ રસ્તાઓના ધોવાણ સિવાય નુકશાનીના કોઈ વાવડ નહીઃ મેઘરાજાએ રાત્રીથી વિરામ લેતા થાળે પડેલું જનજીવન





ગઢશીશા : કચ્છ ઉપર મેઘરાજા પ્રથમથી જ મહેરબાન રહેવાની સાથે રામમોલ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ત્યારે ભારે વરસાદથી કપાસના પાકને નુકશાની થતાં પ્રથમ ફાલ ફેલ જવાની ભીંતી ખેડુત વર્ગમાં સેવાઈ રહી છે. ગઢશીશા વિસ્તારમાં ગઈકાલ રાત્રીના એક સવા વાગ્યાના ગાળા દરમ્યાન મેઘરાજાએ ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે હાજરી પુરાવતા છેલ્લા કેટલાક દીવસથી નુભવાઈ રહેલી ગરમી અને ઉકળાટમાંથી છુટકારો મળ્યો હતો. 
આઠમના ધીમીધારની મેઘમહેરથી ગઢશીશા પંથકમાં બપોર સુધીમાં પાંચેક ઈંચ કાચુ સોનું વરસ્યું હતું. અત્યારે સાંજના પાંચ વાગ્યા સુધીધમાં સમગ્ર ગઢશીશા પંથકમાં સરેરાશ આાઠ થી દસ ઈંચ વરસ.ાદ નોંધાયાનું રત્નાપર સરપંચ મહેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું હતું. ભારે વરસાદના કારણે વાડીઓ ખેતરોમાં બંધપાળા અને બાંધાઓ તુટી જવા પામ્યા છે. તો આ વિસ્તારના નદી-નાળા અને તળાવો ચેકડેમો પુનઃ છલકાયા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે કપાસના પાકમાં નુકશાનીની ભીતી સેવાઈ રહી છે. તો કપીતમાં રામમોલ પાકને સારો ફાયદો થવાની સાથે આશીર્વાદરૂપ સાબિત થશે. દેવપર -ગઢશીશા રોડ પર પ્રથમ જુલાઈમાં થયેલા ભારે વરસાદ પડેલ ભુઆ અને રોડની સાઈડો ભરાઈ નથી ત્યાં પુનઃ આજે થયેલા વરસાદથી સાઈડો ધોાઈ છે. દેવપર (ગઢ)ંમાં સોડેદાપીર પાસે ગામના પ્રવેશદ્વારે ર૦૧પમાં બનેલ પુલ ર૦૧૮માં ધોવાઈ ગયો હતો. જેને માાટી પુરી ચલાવવામાં આવ્યો હતો. જે આજે સપુર્ણ રીતે ધોવાઈ જતાં દેવપરથી ગઢશીશા તરફનો સંપર્ક તુટયો છે. અહીં ગામના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ રહ્યા છે. ત્યારે તેઓ માટે વેકલ્પિક વ્યવસ્થા કરાય તેવી માંગણી વાલીઓ કરી હતી. ગઢશીશા વિસ્તારમાં અંદાજીત આશરે દસેક ઈંચ ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણીનો ભરાવ થવાની સાથે નદીનાળા અને તળાવો છલકાયા છે. ગતરાત્રીથી મેઘરાજાએ ખમૈયા કરતાં જનજીવન થાળે પડવાની સાથે નદી નાળામાં પાણી ઓસરતા જોવા મળી રહ્યા છે. દેવપર (ગઢ)નું ઘરનાળાવાળુ પુલ ધોવાઈ જતાં રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. અને વાહન વ્યવહાર ખોરવાયો હષતો. ગ્રામજનો દ્વારા ઈમરજન્સી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરતા વાહન વ્યવહાર પુર્વવત થઈ રહ્યો છે. ગઢશીશા વિસ્તારના શેરડી, ગંગાપર, હમલા - મંજલ, રતડિયા, મઉં, રતનપર, નાગ્રેચા, કોડકી, મકડા, દેવપર, દુજાપર, વિરાણી, ભરૈયા, રાજપર, આસરાણી, દરશડી, મમાયમોરા, રાજપર, ભરૈયા, વાસાણી ફાર્મ અને ગઢશીશા સહિતના ગામોમાં ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.

Comments

COMMENT / REPLY FROM